SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ] ઉપદેશપદ-અનુવાદ ઈચ્છિત મનોરથ પૂર્ણ કરનાર લાભ થનાર હોવાથી. કોને ? તે કે-રાજાની આજ્ઞારૂપ કૃપાગે શત્રુપક્ષના સમાચાર મેળવવા માટે પ્રયાણ કરનાર સુમટને એક બાણ વાગે, તો પણ, કેવો હર્ષ માને છે? તો કે પ્રિયાએ રતિકલહમાં મારેલ કાનના ઉપર રાખેલ સહસ્ત્રકમળને ફેંકે અને જે સ્પર્શ-સુખ થાય, તે તે બાણસમયે પણ આનંદ માને છે. તે પછી રાજા ઉજજવલ પુષ્પમાળા પહેરાવે, તો તેથી વિશેષ આનંદ થાય છે. તેવી રીતે જિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર દ્રવ્યાદિક અનુસાર જયણાના ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને ઈચ્છિત મોક્ષની સિદ્ધિના હેતુભૂત તે વિઘો થાય છે. જેમ સૌરાષ્ટ્રરૂપ પિતાના દેશમાં રહેલો હોય, કઈ પણ કારણસર મગધ વગેરે પરદેશમાં સત્ત્વશાળી પુરુષ ગયો હોય, વિરોધી પુરુષો તેના ઉપર વિવિધ યાતનાઓ કરે, તે પણ રાજસેવાદિક કાર્યમાં તેવા પુરુષોનું સત્વ ચલાયમાન થતું નથી. કહેવાનો આશય એ છે કે–ત્યાં પૂર્વની પુરુષ-પરંપરાથી જે એક-બીજાના સારા-નરસા પ્રસંગે સહાયક બનનારા લકેવાળા સ્વદેશમાં નીતિનિપુણ પુરુષને મરણ સમાન કેઈપણ તેવાં કષ્ટકાર્યો આવી પડે, તો પણ તેના સત્ત્વની હાનિ થતી નથી. તેમ જ જ્યાં કોઈ ઓળખતા નથી, આપણું આચાર-વિચાર જાણતા નથી અને જ્યાં અન્યાયની નિષ્ફર પ્રવૃત્તિ કરનારા લે કે હોય, એવા પરદેશમાં પણ તેવા પુરુષનું સવ બ્રશ થતું નથી. દુભિક્ષાદિ રૂપ કાળ– ભિક્ષુક લોકોને જે કાળમાં અ૯પ લાભ થાય, તે દુભિક્ષકાલ કહેવાય. આદિ શબદથી રાજાના કર, કોઈ રાજ્ય પર હલ્લો લાવે, તે જે કાળ, તે દુભિક્ષાદિ કાળ કહેવાય. અહિં દાનશૂર, સંગ્રામશૂર અને તપસ્યાશૂર એવા શૂરવીરના ત્રણ પ્રકારો કહેલા છે. તેમાં કુબેર વગેરે દાનશૂર, વાસુદેવાદિ સંગ્રામશર દઢપ્રહારાદિ તપસ્યા ૨. તેમાં અહિં દાનશૂર વીરો ગ્રહણ કરવા. તાત્પર્ય અહિં એ સમજવાનું છે કે, આવા દુષ્કાળાદિક સમયે દાનશૂરવીરને ઔદાર્યની અધિકતા થાય છે. જેમ કે ઉત્કટ કામીપુરુષને ભોગને ચગ્ય કામિનીની પ્રાપ્તિમાં કામના વિકારો અતિશય–ન નિવારી શકાય તેવા વૃદ્ધિ પામે છે, તેમ દાનશૂરવીર પુરુષને ચારે બાજુથી પ્રાપ્ત થતા યાચકલોકવાળે કાળ દેખીને તેના હૃદયમાં દાન આપવાના વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. પરંતુ તેનું ઔદાર્ય-લક્ષણ આશયરત્ન ભેદ પામતું નથી–ચલાયમાન થતું નથી. (૬૬૬ થી ૯૬૮) આ પ્રમાણે દ્રવ્યાદિક લોકમાં પણ શુભ ભાવમાં વિન્ન કરનાર થતા નથી, તેની સિદ્ધિ કરીને ચાલુ અધિકારમાં તે વાતને જોડતા કહે છે – ૬૬૯–જેમ સુભટોને પોતાની કાર્યસિદ્ધિ-પ્રસંગે આવી પડેલા બાણ વાગવા રૂપ વિડ્યો પોતાના ઉત્સાહમાં પરિવર્તન પમાડતા નથી, તેમ ચારિત્રહના દઢ ક્ષયપશમવાળા શુભ સામર્થ્યવાળા પડિલેહણા, પ્રમાર્જના, જયણાદિક શુભસામાચારીવાળા મહાનુભાવ ભવ્યાત્માઓને કદાપિ દુર્ભિક્ષાદિ કાળ, ક્ષેત્ર, દ્રવ્યો પરિણામને પલટાવનાર થતા નથી. કારણ કે, તે મહાનુભાવ ચારિત્રવંતને શુભસામાચારી અત્યંત પ્રિય હોવાથી, અને તે સિવાયના પ્રતિબંધને અભાવ હોવાથી. (૬૬૯) તથા– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy