SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્તિવકેની સદાચાર-પ્રવૃત્તિ [ ૪૧૯ કલંકેથી કદાચ વિભૂતિનો અભાવ થાય, તે પણ સહનશીલ અને ઉત્તમબુદ્ધિવાળા પરહિતમાં તત્પર. ઉન્નત આશયવાળાઓને પોતાના પ્રયત્નથી કરેલા વલકલ, તે ઉત્તમ આભૂષણ છે. વળી કહેલું છે કે- નીતિવાન ચતુર પુરુષે કદાપિ નિંદા કરે અથવા તે સ્તુતિ કરે, ઈચ્છા પ્રમાણે લક્ષ્મી પ્રાપ્ત થાય અગર ચાલી જાય, મરણ આજે થાવ અગર અનેક યુગ પછી થાવ, તે પણ ધીર-ઉત્તમ-સત્ત્વશાળી સુપુરુષ ન્યાયમાર્ગથી એક ડગલું પણ ચલાયમાન થતા નથી. એટલે કે સાચા માને છેડતા નથી, તે મસ્તકના રત્ન સમાન ચારિત્રવંત ઉત્તમ પુરુષ કહેવાય છે, નહિંતર તેને ભાવશુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? (૬૬૪) ૬૬૫–ઘણા ભાગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કે ઈપણ વિરુદ્ધ કારણ પ્રાપ્ત થવા છતાં પ્રતિકૂળભાવ પમાડનારા શુભભાવવાળા માટે થતા નથી. એટલે કે શુભ મનની ચારિત્રની પરિણતિને વિન્ન કરનાર થતા નથી. લોકમાં પ્રાયઃ ગ્રહણ કરવાથી મહાદિક મંદ પડેલા હોય અને કિલષ્ટ કર્મનો ક્ષયોપશમ થયો હોય, તેવા શબનભાવમાં વિશ્નનો સંભવ ન થાય-તે માટે કહે છે – કહેલું છે કે-“કેટલાક બાલિશ-મૂખંજને કંઈક તેવું નિમિત્ત પામીને પિતાના ધર્મને માર્ગ ત્યાગ કરે છે, જ્યારે તપ, શ્રુતજ્ઞાનરૂપી ધનવાળા સાધુપુરુષો અતિકgવાળા સમયમાં પણ પોતાના ધર્મ માં દઢ રહી આચારને છોડતા નથી. કાયા સંબંધી બાહ્યક્રિયામાં જેવા પ્રકારના દ્રવ્યાદિક વર્તતા હોય, તેના અનુસાર જ દુનિયામાં પ્રવૃત્તિ કરવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે પ્રતિકૂલ ભાવમાં વર્તતા હોય, તે સામાન્યથી શિષ્ટલકેના દાનાદિક પ્રવર્તતા નથી, સાધુઓને દુર્ભિક્ષાદિકમાં એષણ-શુદ્ધિ વગેરે તેમ જ અધ્યયન આદિ કાર્યો તેવાં પ્રવર્તતાં નથી. એટલા જ માટે કહેલું છે કે-અવસર્પિણું કાલની હાનિ વધતી જતી હોવાથી સંયમ-પાલન ચોગ્ય ક્ષેત્રો પ્રાપ્ત થતાં નથી. માટે જયણાથી વર્તવું. જેમ ઉપગ પૂર્વક–જયણાથી ચાલનાર બેસનાર, ઉઠનાર, બોલનારને અંગને ભંગ થતો નથી, તેમ ચારિત્રમાં પણ દરેક કાર્યમાં જયણા ઉપર લક્ષ્ય રાખનારને ચારિત્રના અંગને ભંગ થતું નથી. આ જ વાતને પુષ્ટ કરતાં કહે છે કે-અમે એકલા જ નહિં, પરંતુ શિષ્ટજને પણ આમ જ કહે છે–એ અપિશબ્દથી સમજવું. આથી સિદ્ધ થયું કે, “દ્રવ્યાદિક શુદ્ધ ભાવને વિજ્ઞા કરનારા થતા નથી. (૬૬૫) એ જ વસ્તુ ત્રણ ગાથાથી વિચારાય છે – દ૬૬ થી ૬૬૮–રાજાની આજ્ઞાથી યુદ્ધ માટે પ્રયાણ કરનાર સૈનિકને વચમાં કદાચ બાણ વાગે, તે પણ તેને, રતિક્રીડા-સમયે કેપ પામેલી પોતાની પ્રિયપત્નીએ અતિસુગંધયુક્ત મકરંદથી આકર્ષાયેલ ભ્રમરકુલવાળું સહસ્ત્રપત્ર કમલ હાથથી ફેંકેલું હોય, તેને જેમ ઈષ્ટ માને છે, તે પ્રમાણે પેલા વાગેલા બાણને માને છે. શાથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy