SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ] ઉપદેશપદ-અનુવાદ કાયગુપ્તિ–વિષયક ઉદાહરણું– ૬૫૯-૬૨-કઈક સમયે એક સાથે સાથે કઈક મહાસાધુ અટવી-માર્ગમાં વિહાર કરતા હતા. સાથે પડાવ નાખે, એટલે સાથે રોકેલા સ્થાનમાં છેડી પણ ભૂમિ ઉતરવા માટે ન મળી કે, જેમાં સાધુ-સામાચારીને બાધા ન પહોંચે-તેવી રીતે રહી શકાય. કોઈ પ્રકારે ખેળતાં ખળતાં એક સ્થાન મળ્યું કે, “જેમાં માત્ર એક જ પગ સ્થાપન કરી શકાય તે સ્થાનમાં આખી રાત્રિ એક પગ અ ર રાખીને મુનિ ઉભા રહ્યા. એટલે એક પગ ઝલાઈ ગયે-સ્તંભ સમાન થયું. પરંતુ સાધુજનને અયોગ્ય ભૂમિભાગને પરિભંગ તે સમયે તે ધીર સાધુએ ન કર્યો. ત્યારે દેવલોકની સભામાં ઈજે તેમની પ્રશંસા કરી કે, “દુષ્કરકારક સાધુએ અયોગ્ય ભૂમિનો ત્યાગ કરીને એક પગ ઉપર આખી રાત્રિ પસાર કરી.” ઇન્દ્રમહારાજની પ્રશંસા સહન ન કરનાર એક દેવે નીચે આવી, તેને હાથી વગેરે ભય પમાડનાર રૂપોની વિદુર્વણા કરી, તો પણ તે મહાપુરુષ ક્ષેાભ ન પામ્યા. કદાચ આમ સંયમ પાલન કરતાં મૃત્યુ પામું, તે પણ મારા કાર્યની ક્ષતિ-હાનિ થવાની નથી–એવા પરિણામથી. જ્યારે બીવરાવવા છતાં ક્ષોભ ન પામ્ય, ત્યારે દેવે પરવશ પમાડનાર ઠંડી વિકુવી, ઠંડીથી સખત શરીરની પરેશાની અનુભવવા છતાં અડોલ દેહવાળા, મનમાં ભાવના ભાવવા લાગ્યા કે, “પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં કર્મ અત્યારે લેણું વસૂલ કરવા આવ્યાં છે.” એમ ધારી સમતાભાવમાં સ્થિર રહ્યા. ત્યાર પછી દેવે પ્રગટ થઈ કાયાથી પ્રણામ કર્યા, તથા “તમે ધન્ય છો!” એમ પ્રશંસા કરી. તથા લકે પણ અતીવ પ્રમોદ વહન કરવા લાગ્યા. (૬૫૯થી ૬૬૨) ઉપસંહાર કરતાં કહે છે– ૬૬૩—પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સ્વરૂપ ચારિત્રના ઉત્તરગુણોનું પાલન કરતાં ચાહે તેવું સંકટ આવે, તે પણ તેનું ઉલ્લંઘન નજીકના મેલગામી અને ચારિત્રલક્ષણ ગુણસ્થાનક પામેલા ચારિત્રમેહનીય કર્મનો વિશિષ્ટ પ્રકારને ક્ષયપશમ પામેલા ભવ્યાત્માઓ પ્રાણુના છેડા સુધી પણ સમિતિ-ગુપ્તિને હાનિ પહોંચાડતા નથી. (૬૬૩) કેવી રીતે ? તે કહેવાય છે કે – દ૬૪–દુષ્કાલ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરે દેહના કારણે ભગવતે કહેલા કાર્યમાં અસામર્થ્ય સમયમાં પણ પરિણામની નિમેં લતા રૂપ આશયશુદ્ધિ સામાન્યથી ઘટતી કે વિપરીત થતી નથી. ક્યારે ? તે કેસર્વ પાપ-વ્યાપારના ત્યાગરૂપ ચારિત્રમાં. અહિં સામાન્ય-ઘ-એમ કહેવાથી તેવા પ્રકારના ઉચ્ચચારિત્રની અપેક્ષાએ મેઘકુમાર વગેરેની જેમ થોડીક મલિનતા પણ સંભવે, તે વ્યભિચારદોષ દૂર કરવા માટે ઘતઃ કહેલું છે. તે વાતનું સમર્થન કરતા કહે છે કે શા દાન્ત સ્વભાવવાળા એવા પુરુષ શરીર, વિભવ, સહાયક આદિના બલથી રહિત થયેલો હોય-દુર્બલ બન્યો હોય, તે પણ કુલને કલંક લાગે તેવા પ્રકારનું કે, આ લેક કે પરલોક બગડે, તેવું અકાર્ય સેવત નથી. અસત્સંગથી, દૈન્યથી, જુદા જુદા દુષ્ટ વર્તનથી, સાચા-ખોટા અપવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy