SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રૌપદીનું પ્રત્યાહરણ [ ૪૧૩ તૈયાર થાઓ, હું આવી પહોંચું છું.” એમ તું કહેજે. પદ્મનાભે વિચાર્યું કે, એ પારકી ભૂમિ ઉપર આવેલો છે, હું બલવાન સૈન્ય-પરિવારવાળે છું અને મારી પોતાની ભૂમિમાં છું. તે અ૯૫ પરિવારવાળે છે, હું અહિં ઘણા પરિવારવાળો છું. – એમ વિચારી રણમેદાનમાં ચતુરંગ સેના-સહિત હાથીની ખાંધ પર આરૂઢ થઈને રોષથી ધમધમી રહેલો તે નગરથી બહાર નીકળ્યો. કૃણે તે પાંચે પાંડુપુત્રોને કહ્યું કે-“આજે અહિં શું કરવું?” તેઓએ કહ્યું કે, “કાં તો આજે અમે નથી, કે તેઓ નથી.” (૨૭૫) વિવિધ પ્રકારનાં આયુધ સહિત તૈયાર કરેલા રથવાળા સર્વે યુદ્ધ કરવા માટે સજજ થયા. પદ્મનાભની સેનાએ છોડેલા વિચિત્ર શસ્ત્રોના સમૂહથી ધ્વજ, છત્ર અને મુકુટ તૂટીને છેદાઈ–ભેદાઈ ગયા અને બાણની વૃષ્ટિથી તેમના શરીરમાં છિદ્રો પડી ગયાં, એટલે હાર પામી કૃષ્ણજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “અરે રે ! આ તે મહાબળવાન છે.” ત્યારે કૃષ્ણ તેમને કહ્યું કે, “તમે તો અનિશ્ચિત ભાષા બોલનારા છે.” તે સાંભળીને “આજે અમે છીએ અને પદ્મનાભ નથી” તે પ્રમાણે નિશ્ચય કરીને તેવું વાક્ય બોલ્યા હતા, તે દુર્જય શત્રુપક્ષને હરાવીને પાંડેએ ઉજજવળ કીર્તિ પદ સ્થાન પ્રાપ્ત કર્યું હોત. ત્યાર પછી કૃષ્ણજીએ કહ્યું કે, “જુઓ આજે પદ્મનાભ નથી અને હું છું –એમ કહીને વદનના પવનથી પાંચજન્ય મહાશંખ ફેંકયો. એટલા તે શંખશબ્દથી શત્રુ-બલ તરત હણાયું, સૂઈ ગયું, કેઈ ઉન્માદ પામ્યુ-એમ સેના ત્રણ વિભાગ પડી ગયા. ત્યાર પછી ધનુષદંડને હાથમાં લીધું. તેની દેરીના ટંકારથી એ શબ્દ ઉછળ્યો કે–સેનાને બીજે વિભાગ બહેરો બની ગયો. ત્યાર પછી એકલો અને શસ્ત્રરહિત બનેલે પદ્મરાજા પણ ત્યાંથી નાઠા. પિતાની નગરીમાં પ્રવેશ કરીને દરવાજા મજબૂત બંધ કરીને રહ્યો. - કૃષ્ણજીએ અને પાંડાએ નગર ફરતો ઘેરો ઘાલ્યો. રથમાં આરૂઢ થઈ કૃષ્ણ કિલાની નજીકમાં જઈ અંદર ઉતરીને તરત નરસિંહ-મનુષ્ય અને સિંહની શરીરાકૃતિ વિકુવને તેવા પાદપ્રહાર કર્યા, જેથી ટટલિત અવાજ કરતા દેવાલયના શિખરોના ભારથી ભગ્ન બનતું પૃથ્વીપીઠ, ઉંચા પ્રાસાદ-મંડલવાળી. એવી તે નગરી ક્ષેભાયમાન બની ગઈ. જેને પ્રાણોને સંદેહ થયે છે–એવો તે પદમરાજા હવે જીવવાનો બીજો કોઈ ઉપાય નથી, એટલે દ્રુપદપુત્રી-દ્રૌપદી પાસે જઈને ગરીબડું મુખ કરીને કરગરવા લાગ્યું કે તને ચોરી કરી અહિં લાવ્યો, તેનું ફલ પ્રત્યક્ષ મને મળી ગયું. હવે મારે બચવા માટે શું કરવું ?” ત્યારે દ્રૌપદીએ કહ્યું કે, “તે મને સાથે લઈ ચાલ અને કૃષ્ણને મને સોંપી દે. કારણ કે, પ્રણામ કરવાથી ઉત્તમ પુરુષને કેપ શાન્ત થાય છે. એમ કરવાથી તારો જીવ, રાજ્ય અખંડિત થઈ જશે. ત્યાર પછી સ્નાન કરી પવિત્ર બે વસ્ત્ર પહેરી દ્રૌપદીને આગળ કરીને તેમના ચરણમાં પ્રણામ કરીને પદમનાભરાજા ખમાવવા લાગ્યો. “આપનું અદ્ભુત પરાકમ દેખ્યું, હવે કદાપિ આવું કાર્ય ફરી નહિં કરીશ, આ મારા અપરાધની મને આ૫ ક્ષમા આપો.” (૨૯૦) પદ્મનાભ રાજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy