SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રૌપદી—વયંવર, અપહેરણુ [ ૪૦૯ ઉંચા અનેક સ્તંભેાના સમૂહથી ાભતા, ઉંચા દ ́ચુક્ત સે ́કડા ધ્વજાએ યુક્ત, રત્નમય અનેક તારણવાળા, મનેાહર પૂતળીએથી શૈાભાયમાન, અતિમદેન્મત્ત હાથીઆને આવતા રાકવા માટે હાથીદાંતથી નિર્માણ કરેલે સ્વયં વર-મ'ડપ રાજાએ રાજ્યેા. હવે શુભ દિવસે દ્રૌપદી કન્યાની અભિલાષા કરનારા સર્વે રાજાએ તેમના ચેાગ્ય ક્રમે બેસી ગયા. દ્રૌપદી પણ સ્નાન કરી, વસ્ત્રાભૂષણથી અલ'કૃત મની, ગૃહચૈત્યામાં જિનબિમેને વાંઢીને આગળ કહેલા રાહિણી કન્યાના દૃષ્ટાંતાનુસાર સ્વયં'વરમડપમાં આવી પહાંચી. સાક્ષાત્ કાઇપણ રાજાનું વદન-કમલ ન દેખતી તે દ્રૌપદી દપ ણતલમાં પ્રતિબિખિત રાજાઓનાં મુખ-કમલા નીરખવા લાગી. જે જે દેખ્યા, તે પસંદ ન પડ્યા, એટલે જ્યાં આગળ પાંચ પાંડવા બેઠેલા હતા, ત્યાં ગઇ, તેમને દેખ્યા. ત્યાર પછી આગળ કે પાછળ ષ્ટિ ન કરતાં સ્વાભાવિક પૂર્વભવના નિયાણા અનુસાર તે પાંચે પાંડવાના ગળામાં વરમાળા નાખી. એટલે અતિ પામેલા વસુદેવ વગેરે સ રાજાએ મોટા શબ્દો એટલીને કહેવા લાગ્યા કે, · અહા! સારું કર્યું, સુંદર વર વરી. ખરેખર દ્રુપદ રાજા અને ચુલનિકા માતા ધન્ય છે કે, જેમની પુત્રીએ આવા શ્રેષ્ઠ પાંચ ભર્તાર સાથે મેળવ્યા. પાણિગ્રહણ થયું, ત્યારે દ્રુપદ રાજાએ આઠ ક્રેડ સુવર્ણ અને તેટલું જ રૂપે દ્રૌપદીને આપ્યું. આમ ત્રેલા સર્વ રાજાઓના ચેાગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યાં. વિસ્મય પામેલા હૃદયવાળા તે પાતપાતાના સ્થાનકે ગયા. પાંચ પુત્ર અને દ્રૌપદી વધૃથી અતિ વિરાજતા પાંડુરાજા પણ પેાતાની નગરી તરફ દ્રુપદરાજાની આજ્ઞાથી ગયા. તે પાંચે પાંડવા વારાફરતી દ્રૌપદીની સાથે ઉદાર સ્વરૂપ ભાગેા ભાગવતા હતા. અને તે પ્રમાણે દિવસેા પસાર કરતા હતા. (૨૦૦) કાઇક સમયે યુધિષ્ઠિર વગેરે પાંચે પુત્રા, કુંતી રાણી, દ્રૌપદી આદિ સાથે રિવરેલા પાંડુરાજા બેઠેલા હતા, ત્યારે અંતઃપુરમાં એકબીજાને લડાઇ કરાવવાની ઇચ્છાવાળા નારદમુનિ ગમે ત્યાંથી ત્યાં આવી પહેાંચ્યા. ઉપરથી અતિપ્રસન્નતા બતાવતા, પરંતુ હૃદયમાં તે અતિફ્લેશ મનવાળા, મહારથી મધ્યસ્થભાવ જણાવતા, કાળામૃગના ચામડાના વસ્ત્રવાળા, શ્રેષ્ઠ દંડ અને કમંડલ જેમના હાથમાં રહેલા છે, જનાઈ, ગણવાની માળાયુક્ત, નવીન મુંજની દારડીની મેખલા-ક દેરાવાળા, વીણાથી ગાયન ગાવાવાળા, દાક્ષિણ્ય દેખાડતા, કજિયા ઈચ્છતા એવા આવતા નારદને દેખીને પુત્રા અને રાણી કુંતી સહિત પાંડુરાજાએ ઊભા થઈ, પ્રદક્ષિણા કરીને વંદના કરી, નમસ્કાર કર્યા. જળબિન્દુ છાંટેલા ઋષિ-આસનને દતૃણુ ઉપર પાથરેલ હોય, તે રૂપે આસન આપ્યું, એટલે તેના ઉપર નારદ બેઠા. નારદજી અંતઃપુરના કુશલ સમાચાર પૂછતા હતા, તેટલામાં પેાતાના સત્કારસન્માનથી વિમુખ થયેલી દ્રૌપદીને દેખી. • આ મિથ્યાર્દષ્ટિ અસયત હોવાથી તેને પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy