SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] ઉપદેશપદ-અનુવાદ તે સેવન કરવા લાગી, પરંતુ યથાઈદસ્થાનો નહિં. ઘણું વર્ષો સુધી તે પ્રમાદસ્થાન સેવન કરતી વિધિથી વિહાર કરતી હતી. છેલ્લા કાળમાં એક પક્ષનું અનશન કરીને કાળધર્મ પામીને ઈશાન દેવલોકમાં ગણિકાદેવીપણે ઉત્પન્ન થઈ, નવ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવને આ જ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પંચાલદેશમાં કાંપિલ્યનગરમાં દ્રુપદ રાજાની ચુલણિ નામની પ્રિયાની કુક્ષિમાં પુવીપણે ઉત્પન્ન થઈ. ધૃષ્ટદ્યુમ્ન યુવરાજની સૌથી નાની ભગિની દ્રુપદની આ પુત્રી છે, આ કારણે પ્રશસ્ત શાસ્ત્રોમાં તેનું નામ બદ્રૌપદી એમ સ્થાપન કરેલું. ઉજજવલ પક્ષમાં ચંદ્રકલાની જેમ દરેક ક્ષણે વૃદ્ધિ પામતી કાઈક અનન્ય-અપૂર્વ તારુણ્ય પામી. તેને દેખીને તેના પિતા વિચારે છે કે-“રૂપ અને યૌવનના વિષયમાં આને સમાન બીજું અહિં કેઈ નથી.” દેવાંગનાની સરખામણી કરતી એવી કઈ આની તુલના નહિ કરી શકે. તે આને સ્વયંવર કરવો યોગ્ય છે, જેથી તે અતિશય સુખ પામશે. ત્યાર પછી રાજા પિતાના ખોળામાં બેસાડી દ્રૌપદી પુત્રીને કહે છે કે, “હે વત્સ! તને જે રુચે તે વર સ્વયંવરવિધિથી વર.” ત્યાર પછી સહુ પ્રથમ દ્વારિકા નગરીમાં કૃષ્ણને પિતાના પરિવારયુક્ત બેલાવવા માટે દૂતને મોકલ્યો. ત્યારે સમુદ્રવિજયદિક દશ દશારો, મુશલપાણિ વગેરે પાંચ મહાવીરે, તથા ઉગ્રસેનાદિ સેળહજાર રાજાઓ, આઠ કેડ કુમારો, પ્રદ્યુમ્ન, શાંબ વગેરે સાઠ હજાર દુર્દીત કુમારે કે, જેમની ગતિ ક્યાંય પણ નિવારણ કરી શકાતી નથી. વીરસેન વગેરે એકવીશ હજાર વીરે, મહસેન વગેરે છપન્ન હજાર બલી. કુમાર તથા બીજા અનેક તલવર, ઈશ્વર, માંડલિક વગેરે અનેક ગુણ લોકો પાસે જઈને બે હાથની અંજલિ જોડીને પ્રણામ કરી સંદેશો આપ્યો કે-“કાંપત્યપુર નગરમાં દ્રુપદ રાજાની દ્રૌપદી નામની પુત્રીનો સ્વયંવર આપે છે, તો તેમના પિતાએ આપને પ્રાર્થના કરવા પૂર્વક નિમંત્રણ મોકલ્યું છે કે-“કાલનો વિલંબ કર્યા વગર કાંપિલ્યપુર નગરની બહાર પોતપોતાની ઋદ્ધિસહિત સપરિવાર દરેકે પધારવું.” (૧૮૦) એ પ્રમાણે હસ્તિનાપુર નગરના પાંડુરાજાના પુત્રોને, તે જ પ્રમાણે ત્રીજો દૂત ચંપાના કૃષ્ણ અંગરાજાને, ચોથે દૂત પાંચસો ભાઈઓને, શુક્તિમતી પુરીમાં શિશુપાલ રાજાને, પાંચમે દૂત હસ્તિશીષ નગરમાં દમદંત રાજાને, છ દૂત મથુરામાં ધર નામના રાજાના ઉપર, સાતમે દૂત રાજગૃહમાં સહદેવ નામના રાજા પાસે, આઠમે હતા કૌડિન્ય નગરીના ભેષક રાજાના પુત્રની પાસે મોકલ્યા. નવમે વિરાટદેશમાં સૌ ભાઈઓ સહિત કીચકરાજાને, બાકી રહેલા રાજાઓ અને બાકી રહેલા નગરમાં દશમા દૂતને મોકલ્યા. આ પ્રમાણે પૂણ ગૌરવ સહિત અનેક રાજાઓ, રાજકુમારો વગેરેને આમંત્રણ આપી લાવ્યા. તેઓ પણ મન સરખા વેગથી ઉતાવળા એકી સાથે કાંપિલ્યપુરમાં વિશાળ ગંગાનદીના કિનારા ઉપર પડાવ નાખીને રહેલા છે. દુપદરાજાએ તેઓ માટે ઉતારા નક્કી કરેલા હતા, ત્યાં તેઓએ નિવાસ કર્યો. સમુદ્રના કલેલો ઉછળે, તેના સમાન સત્ત્વવાળા સર્વે રાજાઓ ત્યાં રહેલા છે. હવે ત્યાં સ્વયંવરમંડપ કે કરાવ્યો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy