SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ -નાગશ્રી (સુકુમાલિકા, દ્રૌપદી) [ ૪૦૭ એ કાન ઢાંકી દીધા અને કહ્યું કે–“હે ભદ્ર! તે વિષયમાં અમે કંઈ પણ જાણતા જ નથી, તેમ જ અમારા માટે આ કાર્ય અનુચિત છે. ધર્મવિષયક શાસ્ત્રમાં અમારું કૌશલ્ય છે. તો તું કહે, તો તેને જિનેશ્વરએ કહેલો ધર્મ શ્રવણ કરાવીએ. (૧૫) સવિસ્તર ધર્મ સંભળાવ્યો, એટલે સારી રીતે પ્રતિબોધ પામી અને ઉત્તમ શ્રાવિકા બની. ત્યાર પછી પિતાની સમ્મતિથી દીક્ષા લીધી. ઈસમિતિ આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વગેરે માતાની માફક પાલન કરવા લાગી. બ્રહ્મચર્યને નવગુપ્તિ-સહિત દઢ શીલ પાલન કરતી, ક્ષમા રાખનારી, ઈન્દ્રિયોને દમન કરનારી, તથા સારી રીતે ઉપશાંત થયેલી, દુર્ધર અઢારહજાર શીલાંગને ધારણ કરનારી બની. નજીકમાં રહેલી ગે પાલિકા આર્યાઓને વંદન કરીને કહેવા લાગી કે, “જે આ૫ અનુજ્ઞા આપો, તે નજીકના ઉદ્યાનના સારી ભૂમિના ભાગમાં ઉપરા ઉપર છઠ્ઠ છŞનું તપકર્મ કરીને સૂર્ય સન્મુખ આતાપને લેવાની ઈચ્છા રાખું છું. (૧૫૦) ત્યારે તેને તે આર્યાએ કહ્યું કે-“હે આયે ! આપણ સાધ્વીને ગામ બહાર કાઉસગ્ગ કર યુક્ત નથી. માત્ર ઉપાશ્રયની અંદર, જ્યાં સાધ્વીઓ ચારે બાજુ વટલાયેલી હોય અથવા સાદેવીજી. ઓની હાજરીમાં, શરીર વસ્ત્રથી આચ્છાદિત હેય, પગનાં તળિયાં સરખાં સ્થાપન કરેલાં હોય, તે ઉપાશ્રયની અંદર આતાપના કરવી એગ્ય છે. વડીલ સાધ્વીઓનાં વચનને અવગણીને પિતાની ઈચ્છાથી આતાપના લેવા લાગી. હવે કઈક વખત દેવદત્તા નામની પાંચ પુરુષથી સેવા કરાતી એક વેશ્યા તે ઉદ્યાનના ઉત્તમભૂમિ ભાગની ચારે બાજુ કુદરતની શોભા દેખતી હતી. પાંચ પુરુષમાંથી એક પુરુષ મસ્તક ઉપર પુપોના શેખરની રચના કરતો હતો, એક પુરુષ તેની પગચંપી કરતો હતો, એક મસ્તકે છત્ર ધરતો હતો. એક ચામર વીંજતો હતો, એકે તેણીને ખોળામાં બેસાડી હતી. આ વેશ્યાને આવો સૌભાગ્ય-પ્રકર્ષ પ્રાપ્ત થયેલો દેખીને તે સુકુમાલિકા સાથ્વી ચિતવવા લાગી કે, “દુર્ભગ એવી મને એક સાગર પણ આદર કરનારો ન થયે, જ્યારે આના પ્રત્યે તો પાંચ જણ આવા આદર કરનારા થયા, તેથી આને જન્મ સફળ થયો અને જીવ્યું પણ સફલ થયું. પોતાનાં સૌભાગ્યના ગર્વના કારણે ઈચ્છા પ્રમાણે તે વર્તન કરે છે. જે મારાં તપ અને આ નિયમનું મને ફળ પ્રાપ્ત થાય, તે મારા પોતાના સૌભાગ્યના પ્રભાવથી સમગ્ર સ્ત્રીવર્ગને હું નમનીય બનું. અર્થાત્ સર્વમાં હું ચડિયાતી સૌભાગ્યવતી અનું. આ પ્રમાણે નિયાણું કરીને અહીં લગાર પણ સૌભાગ્યને ન વહન કરતી, શરીર, ' વસ્ત્રાદિકને ધોવાના કાર્યમાં-અસંયમમાં પ્રવર્તવા લાગી. ગણિનીએ શિખામણ આપી કે, “આ પ્રમાણે તારે કરવું એગ્ય નથી.” એમ કરવાથી તારા અને તારી સાથેના બીજાને ચારિત્રને ભંગ થાય છે, બીજું આ ચારિત્રભંગ તને જન્માંતરમાં ભયંકર ફળ આપનાર થશે, માટે ધર્મ અને ચારિત્રમાં શિથિલાચાર સેવે તને ચગ્ય નથી. આ પ્રમાણે અનેકવાર સમજાવી, પરંતુ પ્રેરણું સહન ન કરવાથી પિતાનાં ઉપકરણ - સહિત બીજા જુદા ઉપાશ્રયમાં જઈને રહી. પાસસ્થા વગેરે પ્રમત્ત સાધુનાં પ્રમાદસ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy