SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ હ o o o o o - વ્યાસ યોગે અનુપમ બુદ્ધિના પ્રભાવથી બૃહસ્પતિને પણ પરાભવ પમાડનાર હોવા છતાં ઉદારતા-દાક્ષિણ્ય-પ્રિય વચન બેલનાર, અનુપમ અનેક પોપકારનાં કાર્યો કરવા દ્વારા સમગ્ર ચતુર લોકોના મનને હર્ષ ઉત્પન્ન કરનાર હોવા છતાં, સ્વભાવથી મોહમદિરાને મદ ઘટેલે હોવા છતાં, નિર્વાણ નગરના માર્ગને અનુકૂલ વિષયનો વૈરાગ્ય પ્રાપ્ત થવા છતાં, પણ ઘણા ભાગે સમગ્ર કુશલ-પુણ્ય કાર્યના મૂળબીજ સમાન, વળી નવ નિધાન, કામધેનુ, ક૯પવૃક્ષ, ચિતામણિ રત્નાદિકના પ્રભાવને તિરસ્કાર કરનાર, અતિશય મહાધકારના સમૂહને ઉખેડીને દૂર કરનાર એવાં જિનેશ્વરએ કહેલાં ઉપદેશનાં પદ (સાંભળ્યા) સિવાય સમ્યગ-દર્શનાદિથી પરિપૂર્ણ એવા મોક્ષમાર્ગમાં પ્રવેશ થવાની લાયકાત જીવોમાં આવતી નથી. કદાચિત્ તેમાં પ્રવેશ થયે હોય તે પણ અનાદિકાળની વાસના રૂપી વિષને વેગ વૃદ્ધિ પામવાથી ચંચળ થયેલા મનને સ્થિર કરવા સમર્થ બની શકાતું નથી. “આ ઉપદેશ ભવ્યને, ગુણઠાણાનો આરંભ કરનારને, તથા પ્રાયે ગુણઠાણથી પતન પામનારને માટે સફલ સમજ, પરંતુ વિશિષ્ટ ગુણઠાણામાં સ્થિરતા પામેલા માટે સફલ ન સમજ. એમ વિચારીને એકાંત પરહિત કરવાની સજજડ બુદ્ધિવાળા સ્મરણ કરવા લાયક નામવાળા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે શ્રી ઉપદેશપદ નામનું પ્રકરણ કરવાની ઈચ્છાથી મંગલ, નામ, પ્રયોજન જણાવનાર એવી બે ગાથા શરૂઆતમાં કહી છે– नमिऊण महाभागं, तिलोगनाहं जिणं महावीरं । लोयालोयमियंकं, सिद्धं सिद्धोवदेसत्यं ॥ १ ॥ वोच्छं उबएसपए, कइइ अहं तदुवदेसओ सुहुमे । भावत्थसारजुत्ते, मंदमइ-विबोहणट्ठाए ॥ २ ॥ અહિં આ પ્રથમ ગાથાથી સમગ્ર અકુશલ–પાપસમૂહને નિમૂલ ઉમૂલન કરનાર ઈષ્ટ શાસ્ત્રની રચના નિવિદને પૂર્ણ થાય તે કારણે આદિ મંગલ જણાવ્યું. બીજી ગાથા વડે બુદ્ધિશાળીઓની પ્રવૃત્તિ માટે સાક્ષાત્ ઉપદેશપદનું નામ જણાવ્યું, મન્દમતિવાળા શ્રોતાવર્ગને બંધ થવા લક્ષણ પ્રોજન પણ જણાવ્યું. સામર્થ્યથી વાચ્ય–વાચક, સાધ્યસાધન રૂપ સંબંધ પણ કહેવાય. હવે ગાથાના દરેક શબ્દના વિસ્તારપૂર્વક અર્થ કહે છેપ્રશસ્ત મન, વચન અને કાયાના વ્યાપાર વિષયક ભાવપૂર્વક મહાવીર ભગવંતને નમસ્કાર કરીને. ભગવંત કેવા? જન્માભિષેક સમયે ઈન્દ્રને થયેલ શંકા દૂર કરવા માટે ડાબા પગના અંગુઠાના એક ભાગથી દબાવેલ મેરુપર્વત કંપવાના કારણે સમગ્ર પૃથ્વી ડોલવા લાગી. અર્થાત્ બાલ્યકાળમાં આવા પરાક્રમવાળા હતા. ઇન્દ્રસભામાં ઈન્ટે કરેલી ભગવંતની પ્રશંસા અસહન કરનાર એ દેવ રમત રમવાના બાનાથી પિતાની હાર સ્વીકારી શરત પ્રમાણે ભગવંતને ખાંધે બેસાડી પોતાની કાયાને ઉંચે આકાશમાં વૃદ્ધિ પમાડી, તે પણ ભગવંત તે દેવથી ભય તે ન પામ્યા, પરંતુ વજ સરખી કઠિન મુઠ્ઠી વાંસામાં એવી ઠેકી કે તે દેવ વામન બની ગયે. એટલે કે તેની નાની વયમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy