________________
૩૯૮ ]
ઉપદેશપદ-અનુવાદ
(૪) ચેથી સમિતિ ઉપર સેમિલ મુનિનું ઉદાહરણ કહે છે –
બ્રાહ્મણની જાતિવાળા કેઈક સમિલ નામના મુનિ ગુરુકુળવાસમાં રહેતા હતા. તે સ્વભાવથી જ લેવા-મૂકવાના પ્રસંગે એટલે પાત્રો, પુસ્તક, દંડ વગેરે વસ્તુ નીચે મૂકતાં કે ગ્રહણ કરતાં તે સમિતિમાં દરરોજ પૂર્ણ પ્રયત્ન કરતા અર્થાત્ તેમાં ઉપયોગ વાળા રહેતા હતા. એ પ્રમાણે સમય પસાર થતાં કોઈક વખતે ગુરુએ સંધ્યા-સમયે જણાવ્યું કે-“હે ભદ્ર ! આવતી કાલે પ્રાત:કાળે બીજે ગામ વિહાર કરવાનું છે. તેણે પણ મોટા ગામમાં જવા નિમિત્તે પાત્રો, કેળી વગેરે બાંધવા, વસ્ત્રોનાં વીંટિયા કરવા રૂપ તૈયારી કરી, જવા નીકળ્યા, પરંતુ ગમે તે કારણે અપશકુન થવાથી ગુરુ પાછા ફર્યા. ત્યારે ગુરુએ મધુર વાણીથી પ્રેરણા કરી કે, નેત્રથી બરાબર સ્થાન દેખીને, અને રહરણથી બરાબર સ્થાનની પ્રમાર્જના કરીને યથાસ્થાને તારાં ઉપકરણ–પાત્રો વગેરે
સ્થાપન કર, ” તે સમયે કેટલાક અસહન થવાના પરિણામના કારણે અકસ્માત્ એમ ગુરુની સામે બેલી નંખાયું કે-“શું ઉપકરણ સ્થાપન કરવાના સ્થળે સંપ રહે છે ? ત્યાર પછી બે ઘડીમાં ચિત્તથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, મેં ગુરુમહારાજને સામે જવાબ આપ્યો, તે ઠીક ન કર્યું. કારણ કે, “ગુરુમહારાજ આજ્ઞા કરે, તે કઈ દિવસ વિચારવાની ન હોય.”
આ પ્રમાણે સંવેગ પામેલો છતાં ગુરુની અધિષ્ઠાયક દેવતાએ તે પાત્રાદિ સ્થાપન કરવાના સ્થાન પર સર્પ દેખાડ્યો. ત્યાર પછી તે સર્પ દેખવાથી અત્યંત શ્રદ્ધાયુક્ત બન્યા. તેથી સાધુઓ બહાર વિચારભૂમિ આદિ કારણે બહાર જાય, ત્યારે ખૂણામાં સ્થાપન કરેલા દાંડાને ઉપર-નીચે-લેવાના વચલા સ્થાનમાં પ્રમાજના પૂર્વક આપે. બહારથી પાછા આવે, ત્યારે તેમના હાથમાંથી દાંડો લઈ નીચે-ઉપર બંને જગા પર પૂંજી–પ્રમાર્જન કરી લે-મૂકે. એ પ્રમાણે મારા આખા ગચ્છના સાધુઓને આ પ્રમાણે દાંડા આપવા-લેવા, જયણાથી મૂકવાને અભિગ્રહ કર્યો. આ ગચ્છમાં બીજા સાધુઓ પણ આવતા-જતા હતા. આ કારણે તેઓ આવે, ત્યારે વિનયપૂર્વક ઉભા થઈ પગે પ્રમાર્જના કરવી, દંડક લે, તેના સ્થાને સ્થાપન કરે, તેમને આસન આપવું-આ વગેરે સાધુના સમાચાર સાચવવાથી આ સેવાને અમૃતપાન-સમાન ગણતો ઘણો આનંદ પામતો હતો અને પૂર્ણ આદરથી નીચે-ઉપર દંડને તથા મૂક્વાના સ્થાનની પ્રમાર્જના કરવામાં ઉદ્યમી બન્યા. યાજજીવ–પયત આ અભિગ્રહને અમલ કર્યો. એક વખત ગ્લાનાવસ્થા પામ્યા, તેમાં પણ તેને પરિણામ તૂટ્યા ન હતા, આ આદાન-ભાંડ માત્ર-નિક્ષેપણ સમિતિનું મન, વચન અને કાયાના ત્રિકરણગે આરાધન કર્યું. આ સમિતિનો આરાધક, તે બીજીને પણ આરાધક બને છે. “એક ભાવથી બીજા ભાવની ઉત્પત્તિ થાય છે.” (૬૪૪)
(૫) પાંચમી પારિષ્ઠાપનિકા નામની સમિતિનું ઉદાહરણ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org