SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ સંબંધી કથાઓ [ ૩૯૯ એક ગછમાં ધર્મરુચિ નામના નાના સાધુ, ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાણ, જલ-પારિષ્ઠાપનિકા નામની છેલ્લી સમિતિમાં ઘણા તીવ્ર ઉપયોગવાળા હતા. કોઈક વખત ઉપગ ન રહેવાથી રાત્રે માગું પરઠવવા માટે ભૂમિની પ્રત્યુપેક્ષણ સંધ્યાકાળ પહેલાં કરવી જોઈએ, તે કરવાનું ભૂલથી ભૂલી ગયા. તેથી પેશાબ કરવાની અભિલાષા (ખણજ) થવા છતાં પેશાબ-માગું કરતા નથી. કારણ કે, રાત્રે થંડિલભૂમિમાં જીવરક્ષા કરવાની દઢ પરિણતિ છે. પેશાબ રોકવાના કારણે શરીરમાં સખત પીડા ઉત્પન્ન થઈ. કેઈ દેવને તેના ઉપર અનુકંપા-ભક્તિ ઉત્પન્ન થઈ, તેથી તેણે સૂર્યોદય થાય તેવા પ્રકારનું પ્રકાશપૂર્ણ પ્રભાત વિકુવ્યું. ત્યાર પછી ભૂમિની પ્રત્યુપેક્ષણપ્રમાર્જના કરીને તેણે માનું કર્યું. ત્યાર પછી ઉદ્યોતનો સંહાર કરવાથી તત્કાલ એકદમ અંધકાર વ્યાપી ગયો. “આમ કેમ થયું ?” એમ વિચારતા દેવમાં ઉપયોગ ગયો, દેવસંબંધી જ્ઞાન થયું કે, “આ અજવાળું દેવે કર્યું હતું. ત્યાર પછી ‘મિથ્યા દુષ્કૃત” આપ્યું કે, સ્વાભાવિક કે કૃત્રિમ પ્રભાત વિશેષ ન જાણ્યું. (૬૪૭) આ જ સમિતિ વિષયક બીજું દષ્ટાંત કહે છે – પહેલાં ધર્મ રુચિ નામવાળા જણાવ્યા, તે અપેક્ષાએ ધર્મરુચિ નામના મહિનાના ઉપવાસ કરનાર તપસ્વીનું દષ્ટાંત કહે છે– કેઈક વખત પારણામાં કડવી તુંબડી પ્રાપ્ત થઈ, તેનું ભોજન કરતાં ગુરુએ નિવારણ કરી. “ભોજન માટે અયોગ્ય છે.' એમ જાણ્યા પછી ગુરુએ કહ્યું કે, ‘આને ખાઈશ નહીં, પણ પરઠવી દે.” ત્યાર પછી ઈંટ વગેરે પકવવાના સ્થાને, કે જ્યાં ભૂમિ અચિત્ત હોય, ત્યાં પરંઠવવા માટે ગયા. તેમાંથી એકાદ છોટે ભૂમિ પર પડ્યો, તેની ગંધથી કીડીઓ ત્યાં આવી ખાવા લાગી ને મૃત્યુ પામવા લાગી. તે ઈટો પકવવાના નીભાડાના ભૂમિપ્રદેશમાં કીડી સંબંધી તીવ્ર દયાના પરિણામરૂપ કરુણથી સિદ્ધોને સાક્ષી કરીને આલોચના આપીને તે તુંબડીનું ભજન કરીને તે મહાસત્તશાળી આત્મા મૃત્યુ પામી સદગતિએ ગયા. આનો વિસ્તારથી અર્થ આ કથાનકથી આ પ્રમાણે જાણ– કડવી તુંબડીનું શાક વહોરાવનાર નાગશ્રીનું ઉદાહરણ આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણ ભારતના મધ્યભાગમાં અતિ આકાશ સુધી પહોંચનારા કિલ્લાવાળી ચંપા નગરી હતી. જેને મધ્યભાગ ઉજજવલ ઉંચા દેવના ભવન સમાન હજારો મકાનોથી શોભાયમાન છે, એવી તે વિખ્યાત નગરીમાં સોમ, સેમદત્ત, તેમ જ સમભૂતિ એ નામના પરસ્પર ગાઢ પ્રીતિવાળા ત્રણ સગાભાઈઓ હતા. સર્વે ભાઈઓ પુષ્કળ વૈભવવાળા, સ્કુરાયમાન મહાકીર્તિવાળા અને વિશાળ - ભવનાવાળા હતા. વળી તેઓ સર્વે કેઈથી પરાભવ પામતા ન હતા. તે સર્વેને નહૃદયપ્રિય ચિત્તાનુસાર વર્તાનારી પ્રમાણે પેત મધુર વચન બોલનારી, પોતાના કુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy