________________
(૨) ભાષાસમિતિ પર સંગત સાધુનું ઉદાહરણ
[ ૩૮૫
વક્ષસ્થલ ઉપર ફેલાયેલ હારનાં કિરણેથી અદશ્ય થયેલ અંધકાર-સમૂહથી જેને મુકુટ પ્રગટ થયેલ છે, એવા દેવે પોતાનું રૂપ બતાવ્યું. ત્યાર પછી મુનિને પ્રાર્થના કરી કે, ‘આપ કંઈક વરદાન સ્વીકારે.”એમ કહ્યું, ત્યારે સ્પૃહા વગરના ત્યાગ કરેલા સંગવાળા મુનિએ અનિચ્છા દર્શાવી. ત્યાર પછી ભક્તિપૂર્ણ અતિસંતોષ પામેલ તે દેવ તેમના ચરણ-કમળમાં વંદન કરીને પોતાના સ્થાને ગ. વરદત્ત સાધુએ પણ ત્યાંથી જઈને પહેલાં જ્યાં ગમન કર્યું હતું, થંડિલ જવાના માર્ગે જીવનું અવલોકન કર્યું કે, “મારાથી કેટલા જીવો વિરાધના પામ્યા હશે ?” મેં દેવને દેખ્યા, એવું મનમાં તેને આશ્ચર્ય પણ ન થયું અને ધૈડિલ જઈ આવ્યા પછી સ્વાધ્યાય –ધ્યાનના બીજા રોગમાં સમ્યપણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. (૬૧૨) (૨) ભાષાસમિતિ પર બીજું ઉદાહરણ
કેઈક નગરમાં સમગ્ર સાધુ-સામાચારી પાલન કરવામાં તત્પર સંગત નામના સાધુ હતા. “જે સત્યભાષા હોય, છતાં પણ તેમ જ સત્યામૃષા અને મૃષાભાષા હોય તે, જેને પંડિતોએ આચરેલી ન હોય, તેવી ભાષા ન બોલવી.” એ સ્વરૂપ ભાષા બોલવાની શુદ્ધિમાં સ્વભાવથી જ પૂર્ણ ઉપયોગવાળા રહેતા હતા. હવે કઈક સમયે માંદા સાધુની વૈયાવચ્ચના કારણે નગરમાં પુષ્કળ નિર્દોષ ભિક્ષાદિની પ્રાપ્તિ હેવા છતાં મમત્વભાવનો ત્યાગ કરવા માટે નગરને ઘેરે ઘાલેલા શત્રુસૈન્યમાં બહાર ભિક્ષા લેવા માટે ગયા. સૈન્યના લોકે સાધુને પૂછવા લાગ્યા કે, “તમે અહિં ક્યાંથી આવ્યા?” મુનિએ જવાબ આપ્યો કે, “નગરમાંથી સૈન્યલોકે પૂછયું કે, “નગરના રાજાને શે અભિપ્રાય છે ? શું તે રાજા અમારી સાથે અથડામણ-લડાઈ કરશે કે નહિ ?” મુનિએ કહ્યું કે, “કોણ શું અભિપ્રાય કરશે અગર ક્યા અભિપ્રાયમાં વતે છે ? તે હું જાણતો નથી.” સૈનિક-‘નગરમાં વસનાર તમને તેમના અભિપ્રાયનું જ્ઞાન કેમ ન થયું ?” મુનિ-સાધુઓ લોકવ્યવહારના વ્યાપાર-રહિત હોય છે. સૈન્ય-“જે અભિપ્રાય ન જણાય હાય, પરંતુ નગરના લોકો સંધિ અને લડાઈના વિષયમાં શું વાતો કરે છે?” મુનિ–આ વિષયમાં પણ બોલવાના વ્યાપારથી રહિત છું.' સૈન્ય-‘નગરના રાજા પાસે હાથી, ઘોડા વગેરે સંગ્રામ કરવા લાયક સૈન્ય વગેરેની સંખ્યા કેટલી છે?”
મનિ-આ બાબતમાં પણ કેટલું લશ્કર આદિ છે? તેના જ્ઞાનમાં અમો વ્યાપાર વગરના છીએ.” વળી મુનિએ કહ્યું કે, “અમો બે કાનથી સાંભળીએ છીએ, આથી ખીએ છીએ. કારણ કે, શwદ અને રૂપના વિષયને ગ્રહણ કરવાને તે ઈન્દ્રિયોને સ્વભાવ છે, પરંતુ તેનાથી પાપવાળું કાર્ય સાધતા કે કથન કરતા નથી, પરંતુ કાર્ય પડે વારે પાપરહિતનો જ ઉપયોગ કરીએ છીએ. તમે જે પૂછો છો, તે તે સર્વ પદાર્થો પાપવાળા છે. આ કારણે જ એમ કહેવાય છે કે, “કાનથી ઘણું સંભળાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org