SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સમાએ સ્વીકારેલાં ઉપયોગી અણુવ્રત [ ૩૬૯ બુદ્ધિવાળા, સમગ્ર ઉત્તમ ગુણ મેળવેલા હેવાથી ગૌરવવાળા એવા જે મુનિ તેઓ જ ગુરુ અને સમગ્ર ક–પર્વતને ચૂરો કરનાર વજાશનિ-સમાન જિનેન્દ્રનો ધર્મ એવા પ્રકારના દેવ, ગુરુ અને ધર્મરૂપ સમ્યકત્વને તથા ત્યાર પછી પાંચ અણુવ્રત, છઠું રાત્રિભોજન-વિરમણ એમ સમ્યક્ત્વ-સહિત પાંચ અણુવ્રત, તથા રાત્રિભોજન-ત્યાગ વ્રત અંગીકાર કર્યા. જેને કર્મમલ નાશ થયો છે, અમૃત-રસ–પાન કરવા માફક સેમાં એકદમ અપૂર્વ આનંદ પામી. ઘરે આવીને પિતા વગેરેને આ ધર્મ ને વૃત્તાન્ત જણાવ્યું. (૧૦) હવે પિતાએ કહ્યું કે, “આજ સુધી આપણે વંશમાં કેઈએ કદાપિ જે ધર્મ કર્યો નથી, તે ધર્મ માત્ર શ્રવણ કરતાં જ મારી પુત્રીએ ગ્રહણ કર્યો. આ કારણે જનકલેક વગેરેને અતિશય ન કલ્પી શકાય તે ગુસ્સો ઉત્પન્ન થયે. પછી કહ્યું કે, હે વત્સ! આપણો પિતાને વંશ-પરંપરાથી ચાલ્યો આવતો ધમ તે છોડી દીધે, તે કાર્ય તે ઘણું જ ખરાબ કર્યું. એમ કરાવનારે પણ તને બાલિશપણામાં આજે પણ કરી; માટે પુત્રિ! આ ધર્મનો ત્યાગ કર અને પિતાના વંશથી ચાલ્યો આવતો અને પૂર્વના પુરુષોને અલંઘનીય એવા આ ધર્મનું સેવન કર. પૂર્વના પુરુષોને લંઘન કરવા, તે તે અમંગળનું મૂળ છે. સોમા મનમાં વિચારવા લાગી કે, “દેવતા સમાન માતાપિતાદિક વડીલેને પ્રત્યુત્તર આપો મને એગ્ય ન ગણાય, તે હવે તેમને સંતોષ કેમ પમાડવા ?”—એમ વિચાર કરી તેમને જણાવ્યું કે, “જેમની પાસેથી ધર્મ ગ્રહણ કર્યો છે, તે પ્રવર્તિની પાસે જ જઈને તેમને પાછો અર્પણ કરવો. તે પ્રમાણે તેઓને પણ ત્યાં લઈ જાય છે કે, કેઈ પ્રકારે તેઓ પણ ધર્મ પામે.” એમ ચિંતવીને પેલાં પ્રવર્તિની પાસે જેટલામાં લઈ જાય છે, ત્યારે રાજમાર્ગમાં કોઈ મહાઘોર ઘરની મારામારી દેવામાં આવી, તે અહિં કેવી રીતે થઈ? તેને સંક્ષેપથી કહીશ. (૧૨૮) હિંસા-પ્રપંચે તે નગરમાં ઘણા વૈભવવાળો, સમગ્ર વણિકલોકને બહુમાન્ય, સર્વ જગો પર પ્રસિદ્ધિ પામેલ સાગરદત્ત નામનો શેઠ હતો. તેને સંપદા નામની ભાર્યા, મુનિચંદ્ર નામનો તેમને પુત્ર હતું, બંધુમતી નામની પુત્રી અને સ્થાવર નામનો નાની વયનો સેવક હતો. તે નગરથી બહુ દૂર નહિં તેવા “વટપદ્ર” નામના પિતાના ગોકુળમાં શેઠ દરેક મહિને ત્યાં જઈને પોતાની ગાયના સમૂહની ચિંતા-સાર-સંભાળ કરતા અને જેટલું ઘી, દૂધ વગેરે હોય, તે ગાડામાં ભરીને શહેરમાં લાવી બંધુ, મિત્ર, દીન-દુઃખી લોકોને આપતા હતા. બંધુમતી જિનેશ્વરને ધર્મ સાંભળીને શ્રાવિકા બની, પ્રાણિવધ-પ્રમુખ પાપસ્થાનકાની વિરતિ ગ્રહણ કરી, તેમાં પોતે સમાધિ મેળવતી હતી. હવે કોઈ વખત ઈન્દ્રધનુષ્ય માફક ચપલ જીવિત હોવાથી સાગરદત્ત શેઠ પંચત્વ પામ્યા. એટલે ઘરના સમગ્ર લોકોએ શેઠના પદમાં મુનિચંદ્ર પુત્રને સ્થાપન કર્યો. આગળની શેઠની રીતિને અનુસ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy