SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] ઉપદેશપદ-અનુવા વાળા શંખ નામના શેઠ હતા. કેઈ સમયે વ્યવસાય માટે અંગઠિકા નગરીએ ગયા. તેણે ધન શેઠની સાથે મોટી રકમની લેવડ-દેવડનો વેપાર કર્યો અને તેને ત્યાં સર્વ અવસરે હિતકારક બની ઘણા દિવસ રોકાઈને રહ્યો. (૨૫) હંમેશાં એક બીજાનાં દર્શનથી તથા પરસ્પર મનને અનુસરવાથી, દાન-પ્રતિદાન આપ-લે કરવાથી તેઓ બંને વચ્ચે અતિગાઢ પ્રીતિ બંધાઈ જગતમાં પુત્રનિધિ, મિત્રનિધિ, ધર્મનિધિ, ધનનિધિ અને શિ૯૫-કળાનિધિ એમ પાંચ નિધિઓ ગણાય છે, પરંતુ તેમાં તેઓ મિત્રનિધિને અધિક ગણતા હતા. આપણી આ પ્રીતિ દઢ થાય, તે માટે આપણું પ્રજાને વિવાહ અરસ્પરસ થાય, તો અતિશય ઉત્તમ અને દઢ પ્રીતિ કાયમ માટે ટકી રહે. તે જ્યારે આપણે ત્યાં તેવા પુત્ર-પુત્રીઓને યોગ થાય, ત્યારે તેનો પરણાવવાનો વિધિ આપણે નકકી કરવો. આ પ્રમાણે વિવાહ કરવાનું નકકી કરીને ચોમાસાના કાળમાં પોતાના સ્થાનકે ગયા. અનુક્રમે કેટલાક સમય પછી ધનશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો. વળી શંખને ત્યાં શરદચંદ્રના બિંબ સમાન વદનવાળી આલાદ આપનાર પુત્રી જન્મી. બંને યૌવનવય પામ્યા, એટલે તેમનો વિવાહ કર્યો. શંખની પુત્રી સમય થયો એટલે સાસરે ગઈ. ત્યાં લોકોનાજ્ઞાતિના જાણવા માટે પિતાની વૈભવાવસ્થાને ઉચિત તેને મહોત્સવ કર્યો. વિષય ભગવતા એવા તેઓના દિવસો અતિ આનંદમાં પસાર થવા લાગ્યા. ત્યાર પછી કેટલાક દિવસે તેમના ઘરમાં દારિદ્રથને પ્રવેશ થયો. અંધકારથી જેમ કમલવન શિશિર કાળમાં તારાની ના શોભા વગરના થાય છે, તેમ શેઠના ઘરમાં ગૃહકાર્યો નિસ્તેજ બની ગયાં. હવે પુત્રવધુ વિચારવા લાગી કે, “આ દરિદ્રતાને પ્રભાવ કોઈ અપૂર્વ જણાય છે કે-પર્વતના શિખર કરતાં પણ જે મોટે દેખાતું હોય, તે પણ લક્ષમીપતિઓને તણખલા સમાન દેખાય છે અને જાણે પહેલાં ઓળખતા ન હોય, દેખ્યો ન હોય તેવું વર્તન કરે છે. ગમે તેટલી જાતિ ઉત્તમ હોય, રૂપવાન હોય, વિદ્યા હોય, આ ત્રણે ગુણો પૃથ્વીના પોલાણમાં પેસી જાય છે. જે ધન વર્તતું હોય, તો ગુણે પ્રગટ થાય છે. આ વગેરે ચિંતા-પરવશ બનેલી હૃદયવાળી પત્નીએ કહ્યું કે-“આ દરિદ્રતા રૂપી ઝેરનો નાશ કરવા માટે બીજો કોઈ માર્ગ નથી. દરરોજ આપણે પ્રભાવ ઘટતે જાય છે. વૈભવ ક્ષીણ થયે હોય, તેને માત્ર ભેજન મેળવવું પણ મુશ્કેલ બને છે, તો તમે સાસરાના ઘરે જાઓ અને એક ઝુંટણક(ઘેટા) પશુની માગણી કરો, તે કૂતરાના આકારનું બેકડાની જાતિનું ચારપગવાળું જાનવર–પશુ હોય છે. હું તેના માવડે છ માસમાં એક કંબલરત્ન કાંતી આપીશ, જેથી તેના એક લાખ સોનિયા ઉત્પન્ન થશે. તે પશુ હંમેશાં મનુષ્યના શરીરની ગરમીથી જીવી શકે છે, તેને ક્ષણવાર પણ તમારા શરીરથી છૂટું ન મૂકવું. માર્ગમાં આવતા કેટલાક ખોટા બળવાન મૂખ લોકો મળી જાય, તેઓ હર્ષ થી તાળી વગાડી મશ્કરી કરે, તે પણ તમારે તે પશુને ત્યાગ ન કરો. તમારે તમારા પિતાના કાર્યમાં એકાગ્ર ચિત્ત રાખવું, “શું જ પડશે એ ભયથી અહિં કઈ વસ્ત્રને ત્યાગ કરે છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy