SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી અને સમા શ્રાવિકા [ ૩૬૩ બ્રહ્માજીને જેમ સાવિત્રી તેમ તેને સુંદરી નામની પ્રિયા હતી. વળી તે નગરમાં સજન વગના મનને આનંદિત કરનાર, અતિપ્રૌઢ વૈભવશાળી કુબેરના ધનભંડારને નાન કરનાર એ નંદન નામને શેઠ હતો. ઉત્તમકુળમાં જન્મેલી, લજજાનું મંદિર, આનંદપૂર્ણ મનવાળી, સજજનવર્ગ વડે પ્રશંસિત કરાતા શીલાદિગુણવાળી રતિ નામની ભાર્યા હતી. તેઓને ઉત્તમ લક્ષણોથી અંકિત દેહવાળી શ્રીમતી નામની પુત્રી જન્મી હતી, જે બાલ્યકાળથી જિનધર્મ વિષે એકાગ્ર મનવાળી હતી. તે નવાં નવાં સૂત્રોને હંમેશાં અભ્યાસ, તથા ભણેલાનું પરાવર્તન, અનુપ્રેક્ષા આદિ યથાશક્તિ કરતી હતી. એમ કરતાં ભવભ્રમણથી વૈરાગ્ય પામી. ગુણ લોકોના સમાગમથી રાજી, પારકી નિદાથી રોષાયમાન થતી હતી. શીલાલંકારથી હંમેશાં પિતાના કુળને દીપાવતી હતી. તેને સોમા નામની પુરહિત-પુત્રી પ્રિય સખી હતી. કાળ જતાં તે બંનેને કઈ દિવસ છૂટી ન પડે તેવી પ્રીતિ વૃદ્ધિ પામી. તે બંનેને ધર્મવિચાર ગમે તે કારણે પ્રવર્તતા હતા, શ્રીમતીના પ્રતિબંધ-મમત્વભાવથી સેમ પિતાના ધર્મથી પાછી હઠી અર્થાત તેનું મિથ્યાત્વ દૂર થયું. સમગ્ર કુશળ-પુણ્યના હેતુભૂત એવું સમ્યકત્વ પ્રાપ્ત થયું અને બાળકે ધૂળમાં ઘરની બનાવટ કરી રમત રમે, તેમ ભવ અસાર લાગવા લાગ્યો. પિતાની શક્તિની તુલના કરતી એવી તેને આણુવ્રતો ગ્રહણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. વળી તેણે શ્રીમતી સખીને કહ્યું કે, “હે સખિ ! જે વ્રતે, નિયમ તારે હય, તે મને પણ હે.”—એ પ્રમાણે મને વ્રત અંગીકાર કરાવ, એટલે સમાન ચરિત્રવાળા ધર્મપાલન કરવામાં સમાન ચિત્ત થાય, જેથી ગતિ પણ સમાન જ થાય. શ્રીમતીએ સમાને કહ્યું કે, “જેઓ, વ્રત, નિયમ, ધર્મ આગળ પોતાના પ્રાણોને પણ તૃણ સરખા ગણે છે, એવા ધીર આત્માઓ જ આ વ્રતો પામી શકે છે; પણ બીજા અ૯૫પુણ્યવાળા આ વ્રત-નિયમે પામી શકતા નથી. બીજું તારો બંધુવર્ગ બળવાન અસહ્ય છે, તે તને ઉપસર્ગ કરશે, તે સમયે ઝુંટણ વણિકે ઝુંટણ પશુને જેમ ત્યાગ કર્યો, તેમ તું પણ ક્ષણવારમાં ગ્રહણ કરેલાં વ્રતને ત્યાગ કરે, તો તે ઘણું દુઃખ આપનાર થાય, માટે હે ભદ્રે ! તારી ઈચ્છા અને શક્તિ પ્રમાણે પાળી શકે, તેટલાં જ વ્રત ગ્રહણ કર. ત્યારે સમાએ શ્રીમતીને કહ્યું કે, આ ઝુંટણ વણિક કોણ હતો? અને તેણે ઝુંટણ પશુને કેવી રીતે ત્યાગ કર્યો ? તે જાણવાનું મને ઘણું કુતૂહલ થયું છે, અતિઅનુગ્રહ કરીને મને તે કહે, નહિતર આ કરવું યોગ્ય ગણાશે નહીં. એટલે પ્રસન્ન વદનવાળી શ્રીમતી કહેવા લાગી કે– કે “હે સૌમ્ય ! શાંત બનીને એકાગ્ર ચિત્તથી તું આ વાત સાંભળ. અંગકિકા નામની નગરીમાં ધનં નામના શેઠ હતા. તથા સ્વામીપુરમાં શંખ સમાન ઉજજ્વલ ગુણ ૧ જે પણ મનુષ્યની ગરમીથી જીવી શકે છે અને તેનાં રૂંવાડાંથી બનેલાં વસ્ત્ર-કામળી ઘણી કિંમતી હોય છે. તે પશુ કૂતરાની આકૃતિવાળો, બેકડાની જતિને, ચારપગવાળે પથવિશેષ (ઘેટા) હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy