SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્કપટ ધર્માચરણ [ ૩૬૧ શંકા કરીકે, કઈક સાધુ આદિ નક્કર કારણને આશ્રીને રોગ પ્રતિકાર કરે તે તેથી તેને નિર્જરા થાય કે કેમ? તે કહે છે. ૫૪૪–ગૃહસ્થ સંબંધી વ્યવહારનાં કાર્યો હોય, કે સાધુ સંબંધી ધર્માનુષ્ઠાન હોય, તેમાં માયા-કપટ ન જ પ્રવર્તાવા જોઈએ. અને પરમાર્થથી તો વ્રતના પરિણામસહિત ધર્મ-પ્રાપ્તિ થાય, તેમાં તે બિલકુલ કપટભાવ ન હોવો જોઈએ. શાથી? તે કે-સવ બીજા પ્રિયપદાર્થોથી અધિક એવા આત્માનો યથાર્થ સાચો બેધ મેળવનાર ધીરપુરુષ આ જગતમાં કદાપિ તે આત્માનો દ્રોહ ન કરે. (૫૪૪) આ કેવી રીતે અને કેમ ન કરે? તે કહે છે– ૫૪૫–વીશ કોડી બરાબર એક કાકિણી. કેડ સોનામહોરનો ત્યાગ કરીને કાકિણું નાણું ગ્રહણ કરવા સમાન અંતરાયાદિ પ્રચુર અશુભ કર્મ ઉપાર્જન કરવું, તે ધર્મ-ધન મેળવેલા માટે એગ્ય ન ગણાય. નિષ્કલંક વ્રત–પરિણામ પામેલા ચારિત્ર ધર્મવાળા હંમેશાં ધર્મને જ સારભૂત માનનારા હોય છે. તેમને કપટભાવ હેત નથી. ક્રેડ સેનૈયા સમાન નિર્જરાનો ત્યાગ કરીને કપટભાવ-પ્રધાન વર્તન કરવું, તે તે માત્ર પિતાની પૂજા, કીર્તિ, ગૌરવ આદિ આ લેકના પગલિક લાભ મેળવવા, તે કાકિણીના તુચ્છ નાણાસમાન છે. આ કારણે ધન્યાત્મા તેવા કપટભાવથી ધર્માચરણ કરતો નથી. (૫૪૫) અહિં પુષ્ટિ કરનાર બીજી યુક્તિ કહે છે – ૫૪૬–આત્મામાં જીવદયાદિરૂપ ગુણસ્થાનકના પરિણામ હોય, વળી યોગ્યાયેગ્યની વહેંચણી કરવામાં ચતુર બુદ્ધિ ધરાવતું હોય, તે પણ તે હંમેશાં ઘણા ભાગે ધર્મ એ જ માત્ર સાર છે એવી પરિણતિવાળે થતું નથી. કેટલીક વખત મહાન પુરુષોને પણ કૃત્યમાં–કરવા લાયક ધર્મકાર્યમાં પણ અકાર્ય બુદ્ધિ થાય છે. આ વિષયમાં બીજા આચાર્યોનું માનવું બીજું પણ થાય છે, તે કહે છે–સ્વર્ગ–અપવર્ગાદિ ફલપ્રાપ્તિની અપેક્ષાએ તે અવશ્ય તેવી ગુણસ્થાનકની પરિણતિમાં તેમ થાય છે. કહેવાની મતલબ એ છે કે-નિરતિચાર વ્રત-પરિણામવાળા પ્રાણીઓ “આ જિનેશ્વરે કહેલું છે.” એ પ્રમાણે શ્રદ્ધા કરનારે હોવા છતાં પણ કેઈક પદાર્થમાં અજ્ઞાનતાની બહુલતાથી, પ્રજ્ઞાપકના દોષથી અવળી શ્રદ્ધાવાળો થયો હોય, તો સમ્યકત્વાદિ ગુણનો ભંગ પાત્ર બનતું નથી. તે માટે કહેવું છે કે-“સમ્યગ્દષ્ટિ જીવ જિનેશ્વરે પ્રરુપેલ પ્રવચન તેની શ્રદ્ધા કરે, વળી ગુરુનિયોગના કારણે પિતે પદાર્થને અજાણ હોય અને ગુરુએ કહેલા અસદ્દભાવ-અછતા પદાર્થની પણ શ્રદ્ધા કરે.” તે તેના સમ્યકત્વને બાધા આવતી નથી. એમ તાત્પર્યાર્થ સમજે. બુદ્ધિ હોય તે, વ્રત પરિણામનું ફલ જરૂર મેળવે જ છે. (૫૪૬) અહિં હતુ કહે છે– ૫૪૭–દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર-પાલનથી નારક, તિય ચરૂપ દુર્ગતિ જક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy