SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા સુદર્શનની કથા [ ૩૪૭ પિતાના શીલના પ્રભાવથી ઈન્દ્ર દ્વારા મુખ અને હૃદયથી અભિનંદિત કરાયેલાં છત્રીસ હજાર સાધ્વીઓના પરિવારવાળાં, ઉત્પન્ન કરેલા કેવલજ્ઞાન અતિશયવાળાં, મુક્તિગતિને પામેલા છે. બાલ્યકાળમાં પણ પુણ્યોગે રાજ્ય પ્રાપ્ત કરનાર, અખંડિત ભુજદંડને ધારણ કરનાર કરમંડુના પણ દધિવાહન પિતા હતા. તેને શરદચંદ્ર-સમાન મુખવાળી નીલકમલપત્ર-સમાન નેત્રવાળી સર્વ અંતઃપુરમાં પ્રધાનભૂત ગુણવાળી અભયા નામની પ્રિયા હતી. અભયાએ ચિંતવેલાં કાર્યને પાર પમાડનારી દરેક કાર્યમાં ચતુરાઈવાળી પંડિતા નામની ધાવમાતા હતી. ત્યાં આગેવાન મહાજન પુરુષમાં સુપ્રતિષ્ઠિત ક્ષીરસમુદ્ર સમાન ઉજજવલ લક્ષ્મીવાળા, જેણે ઉત્તમ ગુરુ પાસેથી શાસ્ત્રના પરમાર્થ પ્રાપ્ત કરેલા, પોતાની અવસ્થાને ઉચિત ધર્મકાર્યમાં દિવસો પસાર કરતા ઋષભદાસ નામના એક શ્રેષ્ઠી હતા. તે શ્રેષ્ઠીને પવિત્ર કાર્ય કરનાર, લજજા-મર્યાદાના આશ્રયભૂત, સર્વાગે મનોહર એવી અહંદદાસી નામની ભાર્યા હતી. તેમના ઘરે ભેંશની રક્ષા કરનાર અને તેને લાયકનાં કાર્યોમાં સમર્થ ભદ્રક સ્વભાવવાળ સુભગ નામનો સેવક હતા. કેઈક દિવસે વિકલસંધ્યા સમયે શિયાળાની સખત ઠંડીમાં નદીના કિનારે ભેંશ લઈને જતો હતો, ત્યારે કોઈ ચારણ સાધુ આકાશભાગમાંથી નીચે ઉતરી બે હાથ લાંબો કરી કાઉસગ્નમાં તદ્દન ઉઘાડા શરીરવાળા રહેલા હતા, તેમને જોયા. તેમના ગુણમાં લાગેલા બહુમાન વાળા, ગુણોનું સ્મરણ કરતાં કોઈ પ્રકારે તેણે રાત્રિ પસાર કરી. અરુણોદય થયો અને જેટલામાં તે ત્યાં જાય છે, તેટલામાં સૂર્યોદય થવાનો સમય થયો. અંધકાર ભેદાઈ ગયો, એટલે ભુજાયુગલ ઉંચા કરી “નમો રિહંતા” એમ બેલીને તે જ ક્ષણે તે સાધુ ગગનતલમાં ઉડી ગયા. આકાશમાં ઉડતા મુનિવરને તેણે દેખ્યા, તે નમુક્કાર પણ સાંભળે, તે તે નમુક્કારમાં ઉત્પન્ન થયેલી શ્રદ્ધાવાળો રાત્રિ-દિવસ તે જ ભણ્યા કરતો હતો. હવે શ્રેષ્ઠીએ કેઈક વખત આ પ્રમાણે એકપદ બોલતા તેને દેખીને પ્રતિષેધ કર્યો કે, “આ પ્રમાણે બોલવામાં નક્કી દેષ લાગે છે. ત્યારે તે સુભગે શેઠને કહ્યું કે, “ક્ષણવાર પણ પદ બોલ્યા વગર રહી શકતા નથી.” આમ કહ્યું, એટલે શેઠ વિચારવા લાગ્યા કે, “આ જીવ કેઈ નજીકનો મોક્ષગામી જણાય છે. કારણ કે, તે પદમાં તેની કેટલી ભક્તિ છે, તે હવે એને સમગ્ર નવકાર આપવો જોઈએ. તેને જિનપ્રતિમા–સમક્ષ સારા મુહૂર્ત આ સંપૂર્ણ નમસ્કાર આપ્યો અને શેઠે કહ્યું કે, “હે સૌમ્ય ! શુદ્ધપણે હંમેશાં આ નમસ્કાર મનમાં ચિંતવો જોઈએ. કેઈક સમયે વર્ષાકાળ પ્રવતતે હતું, ત્યારે ભેંશોને લઈને નદી પાસે પહોંચ્યા અને તેને ચરાવવા લાગ્યો. વળી સામા કિનારે ગયો અને ત્યાં બીજાની ક્ષેત્રભૂમિમાં ચરાવવા લાગ્યો. વરસાદ ખૂબ વરસ્યો, જેથી નદી ઉભરાઈ ગઈ. કદાચ ઘરે ન પહોંચાય તે શેઠ ઠપકે આપશે, તે ભયથી ભેંશના રક્ષણ માટે તેણે નદીમાં કૂદકો માર્યો, જેથી ઉદરમાં ખીલે ભેંકા. (૨૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy