________________
૩૪૬ ]
ઉપદેશપદ-અનુવાદ
કલ્યાણક આદિ અષ્ટનિકા મહત્સવ અને નિત્યપૂજાનાં ધર્માનુષ્ઠાને ત્યાંથી પ્રવતે છે. સંસાર-સમુદ્રમાં ડૂબેલાઓ માટે જિનભવન તારનારું નાવ છે, જિનભવન વગર દર્શનની શુદ્ધિ સંભવતી નથી. ઉંચાં શિખરોથી યુક્ત, મનોહર આકાશને આચ્છાદિત કરતું દેવવિમાન સમાન, લક્ષ્મીના ઘર સરખું જિનાયતન રાજાએ બંધાવરાવ્યું. તેઓને અને બીજાઓને પાપથી વિરમણ–પ્રાણાતિપાતાદિકની વિરતિની ત્યાં પ્રાપ્તિ થઈ. (૫૬) હવે સંગ્રહગાથા અક્ષરાર્થ કહે છે–
કૌશાંબી નગરીમાં જિનવચનની શ્રદ્ધાવાળા, શ્રાવકધર્મ પાલન કરનાર સુદર્શન નામને એક શ્રેષ્ઠિપુત્ર હતો. ત્યાં જિતશત્રુ રાજાની કમલસેના નામની રાણીને કરિયાણા આદિના લેવડ–દેવડ વ્યવહારમાં કોઈ પ્રકારે તેનું દર્શન થયું. રાણીને કઈ પ્રકારે સુદર્શનને દેખીને તેના ઉપર કામરાગ પ્રગટ થયા. પ્રલયકાળના અગ્નિ સરખા કામદાહને સહન ન કરી શકવાથી દાસીને મેકલાવી કહેવરાવ્યું કે, “દેવીને તમારા ઉપર પ્રીતિ પ્રગટી છે.” સુદર્શને કહેવરાવ્યું કે, “જે દેવીને સાચે જ પ્રીતિ થઈ હોય, તે જિનપ્રણીત ધર્માચરણ કરે. તથા પરપુરુષના ત્યાગ-સ્વરૂપ નિર્મલ અંતઃકરણની શુદ્ધિ સહિત શીલવત અંગીકાર કરે. આ પ્રમાણે ધર્મ કરવામાં મારા ચિત્તને પ્રભાવિત કરવામાં મારા વિષેની પ્રીતિ સફળ થશે. આ કામરાગની શાંતિ થશે, તો ધર્મ કરવો શક્ય બનશે, માટે મારી માગણી પ્રથમ પૂર્ણ કરે.' ત્યારે સુદર્શને “પારકી સ્ત્રી સેવન કરનાર બંનેને નરકનું કારણ થાય છે.” આ પ્રમાણે ધર્મદેશનાથી પ્રતિષેધાયેલી એવી તેણે એક પર્વદિવસની રાત્રિએ સુદર્શન શ્રાવક કાઉસગ્ન-ધ્યાને રહેલા હતા, ત્યારે પિતે આવીને ઉપસર્ગ કરવા લાગી અને તેના વ્રતને ભંગ કરવાનું શરૂ કર્યું. વ્રતથી ચલાયમાન ન થયો એટલે રાણું તેના પર અતિદ્વેષ પામી. ત્યાર પછી રાણુએ કપટ-નાટક કરી રાજાને જણાવ્યું કે, “આણે મારા ઘરમાં પ્રવેશ કરીને મને પરાભવ પમાડી, મારી મર્યાદા લૂંટવાની અભિલાષા કરી છે.” એટલે રાજાએ તેને પકડાવ્યો. સાચી હકીક્ત જાણ્યા પછી તેને મુક્ત કર્યો. એવી રીતે પ્રતિકૂલ કદર્થના અને પ્રાર્થના કરનારી રાજપત્નીથી તે ધીર શ્રાવક ક્ષોભ ન પામે. જ્યાં તેને છોડ્યો, એટલામાં તરત જ કમલસેના રણીને સાપે ડંખ માર્યો. સુદર્શને મંત્ર-તંત્રના પ્રયોગપૂર્વક મૃત્યુથી બચાવી જીવિત-દાન કર્યું. દેશના આપી એટલે રાજાએ જિનચૈત્ય કરાવ્યું અને બીજાઓએ પાપની વિરતિ અંગીકાર કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો. (૫૨૬ થી ૫૩૦) બીજા સુદર્શનની કથા
બીજા શાસ્ત્રોમાં શીલ-પાલન વ્રતવિષયમાં ચંપા નગરીમાં સુદર્શન થયો છે, તેને પણ અહિં પ્રસંગોપાત્ત કહીએ છીએ. શ્રીવાસુપૂજ્ય સ્વામીના પદયુગલથી પવિત્ર અને તેમના ચૈત્યથી શોભાયમાન ચંપા નામની નગરીમાં ઈન્દ્ર સમાન ઋદ્ધિસંપન્ન ચંદના સાવીને પિતા તરીકે પ્રસિદ્ધિ પામેલા દધિવાહન નામના રાજા હતા. ચંદના આર્યા કેવાં? તે કે વીર ભગવંતનાં પ્રથમશિષ્યા, ગુરુવર્ગની આજ્ઞા મસ્તકે ચડાવનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org