SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ઈર્ષાનું પરિણામ | [ ૩૩૫ સૂચવતા હતા. તેવા પ્રકારની કમની લઘુતાથી જ્ઞાન અને ક્રિયા બંને સાથે તેને વર્યા હતા. ત્યાર પછી લોકોને તેના ગુણો પ્રત્યે આદરભાવ વધે અને ગુરુની પૂજાની ઉપેક્ષા કરી, તે નાના સાધુ પ્રત્યે વન્દન, પૂજન, ગુણગ્રહણ, વસ્ત્ર, પાત્રાદિ પ્રતિલાભવા રૂપ બહુમાન વૃદ્ધિ પામ્યું. આ વિષયમાં કહેવાય છે કે-“શુદ્ધ ઉજજવલ આચારવાળા નાના હોય, તે પણ પ્રસિદ્ધિ પામે છે. પરંતુ તેથી ભિન્ન મલિનો નહીં, અંધકારમાં હાથીનાં દંતશળ દેખાય છે, પરંતુ હાથી દેખાતું નથી.” આ સ્થિતિ થઈ, એટલે તેના ગુરુને શિષ્ય ઉપર અતિશય ઈર્ષારૂપી ક્ષાર વૃદ્ધિ પામ્ય અને શિષ્ય પ્રત્યે પારાવાર દ્વેષકાલિમાં પ્રવર્તી. નિરંતર પ્રષ પ્રવર્તતા હોવાથી તે અશુભ કર્માનુબંધ થયો. તેવા અનુબંધમાં મૃત્યુ પામીને આ મુનિ લોકના નિવાસસ્થાનભૂત આ જ ઉદ્યાનમાં અંજનના ઢગલા સમાન કાળી કાયાવાળા અને અતિકેપપ્રસર-સહિત સર્ષ થયે. કેઈક સમયે સ્વાધ્યાયભૂમિમાં આ નાના સાધુ જતા હતા, ત્યારે અકસ્માત વગર નિમિત્તે અપશકુન થયાં. નવા આચાર્યે ત્યાં જવા માટે દરેકને રોક્યા. ગુરુએ કહ્યું કે, “આ કૃત્રિમ અપશકુનનું નિમિત્ત થયું છે. મુલ્લક તરફ વેગથી આવતું હોવાથી આ કેઈક પ્રત્યેનીક જણાય છે, તેમ ઓઘ જ્ઞાન થયું, પરંતુ આ તે જ છે–એવું વિશેષ જ્ઞાન ન થયું. સર્પ દેખ્યા પછી નવીન આચાર્યને પ્રત્યેનીકપણાનું સામાન્ય જ્ઞાન થયું. કોઇક સમયે કેવલીનું આગમન થયું. વિશેષ કથન કરી એમ જણાવ્યું કે-આ સર્પ તે તમારા પૂર્વના આચાર્ય છે, આ ક્ષુલ્લક પ્રત્યે કપ વધારવાથી મરીને સર્પ પણે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કથન કર્યું. એટલે સાધુઓ સંવેગ પામ્યા. “અહો ! કષાયોની દુરંતતા કેવી આકરી અને દુઃખદાયક છે.” જેઓ સમગ્ર વિદ્વાનોના સમુદાયના ચિત્તને ચમત્કાર કરાવનાર વર્તમાન યુગમાં એક અપૂર્વ આગમજ્ઞાન પ્રાપ્ત કરીને, આપણું સરખાને ધર્મ પમાડીને હવે ઉદ્વેગ પમાડનાર સર્પપણું પામ્યા! કેવલિના વચનથી સર્વ સાધુઓએ એક સાથે હાથ જોડીને અમારા અપરાધની ક્ષમા કરો.” એમ ક્ષમાપના માગી. તે સપને પણ જાતિસ્મરણ થયું. અનશન કર્યું, આરાધના કરી, પંડિતમરણથી મૃત્યુ પામી દેવલોક-લાભ લક્ષણ ફળ મેળવ્યું. (૪૮૯ થી ૪૯૧) આગમિક આખ્યાનક પૂર્ણ થયું. વિનયરત્નનું ઉદાહરણ જે રૂપે બન્યું હતું, તે રૂપે કહેવાય છે– આગળ કહ૫કમંત્રીના ઉદાહરણમાં કહેલ આ પાટલિપુત્ર નગરમાં ઉદાયી નામના રાજા હતા. તેવા તેવા કારણોમાં સામંતને વારંવાર આજ્ઞા મોકલતા હતા અને કાલ પસાર કરતા હતા. કેઈક વખત એક સામંત રાજા ઉપર આજ્ઞા આવી એટલે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે, અંકુશથી જેમ હાથી, તેમ આની આજ્ઞા કાયમ આવ્યા કરે છે, મસ્તકથી આજ્ઞા ઉતરતી નથી, જેથી કષ્ટપૂર્વક ભયમાં જીવિત પસાર કરવું પડે છે. તેથી પિતાની પરિમિત વિશ્વાસુ પર્ષદામાં પિતાનો અભિપ્રાય પ્રકાશિત કર્યો કે, આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy