SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] ઉપદેશપદ- અનુવાદ થતી નથી. તેથી તેનું જ્ઞાન તે પણ કુત્સિત-વિવેક વગરનું હોવાથી અજ્ઞાન ગણેલું છે. અશુદ્ધ અથવા કડવા તુંબડા પાત્રમાં નાખેલા મીઠા દૂધ સાકર મિશ્રિત મધુર પદાર્થો પણ કડવા બની જાય છે, અગર અશુદ્ધ બની જાય છે, તેમ તેના મિથ્યાત્વના ઉદયના કારણે જ્ઞાન હોય તે પણ વિપરીતભાવને પામેલ હોવાથી અજ્ઞાન બની જાય છે. (૪૪૮) ઉપસંહાર કરતા કહે છે – ૪૪૯–પૂર્વે જણાવેલી વસ્તુ અતિબારીક બુદ્ધિથી વિચારણા કરીને આત્માના કલ્યાણ માટે આજ્ઞાગને મનમાં રાખી દરેક ધર્મ, અર્થ આદિ કાર્યમાં યથાર્થ સુંદર પ્રવૃત્તિ કરવી. (૪૪૯) ત્યાર પછી— ૪૫૦–તીવ્ર કો૫, વેદેદય આદિક એવા પિતાને થતા દોષો જાણીને તે દેને નિગ્રહ કરવા સમર્થ પિતાનું સામર્થ્ય, ક્ષેત્ર, કાળ જાણીને અર્થાત્ ક્ષેત્ર અને કાળમાં પિોતે લેવા ધારણ કરેલ અભિગ્રહને નિર્વાહ કરી શકશે કે કેમ? કે ધાદિક દોના પ્રતિપક્ષી ક્ષમા આદિકના અભિગ્રહો અરિહંત, સિંદ્ધ આદિ સમક્ષ પોતાની મેળે જ ગ્રહણ કરવા. કેવા અભિગ્રહે કે, “મારે ક્ષમા રાખવી, શરીરની ટાપટીપ શોભાદિક ન ન કરવા, મોક્ષના અભિલાષીઓએ ક્ષણવાર પણ અભિગ્રહ વગરના ન રહેવું જોઈએ. (૫૦) અભિગ્રહો ગ્રહણ કરવા માત્રથી ફલદાયી નીવડતા નથી, પણ તેનું યથાર્થ પરિપાલન કરવાથી તે માટે ઉપદેશ કહે છે– ૪પ૧–ગ્રહણ કરેલા અભિગ્રહે, અતિચાર ન લાગે તેમ શુદ્ધ રીતે શાસ્ત્રમાં કહેલા ઉપાયથી નિરંતર મેટા આદરથી પાલન કરવા. કદાચ બાહ્ય અભિગ્રહ-ક્ષમાં આદિના રાખેલા હોય, તેટલી ક્ષમા પ્રાપ્ત ન થાય, તો પણ અભિગ્રહ તે નિગ્રહ કરવા માટે-ક્રોધાદિક કર્મ ઘટાડવા માટે અભિગ્રહ કરવાથી વિપુલ પ્રમાણમાં નિર્જરા તે. થાય જ. (૪૫૧) તે ક્યાંથી થાય? તે કહે છે – ૪૫ર–અભિગ્રહ વિષયક પદાર્થ મેળવવાના એકધારા પરિણામ વગર-તૂટ્યા ચાલુ જ રહે છે. જેમ કે, “હું અમુક યાત્રા ન કરું, દીક્ષા ન લઉં, અથવા ક્રેધ થઈ જાય તે માટે અમુક તપ કરવો.” તે મેળવવાના પરિણામની સતત ધારાથી જૈન પ્રવચનમાં મહાવિપુલ નિર્જરા જણાવેલી છે. અભિગ્રહ વિષયક પદાર્થ મેળવવામાં જે કિયા થાય છે, તેમાં પણ નિર્જરા કહેલી છે. ભાવશૂન્ય એકલી ક્રિયામાત્રથી કંઈ ફૂલ નથી, પરંતુ ભાવથી ફલ-પ્રાપ્તિ થાય છે. તે માટે કહેલું છે કે-“ક્રિયાશૂન્ય જે ભાવ અને ભાવશૂન્ય જે ક્રિયા તે બંનેનું સૂર્ય અને ખજવાના તેજના જેટલો તફાવત ગણેલે છે. ખજ રાત્રે ચકચક થાય, પણ તેજ ક્ષણવારનું અ૯૫ અને વિનાશ સ્વભાવવાળું છે અને સૂર્યનું તેજ કાયમી વિપુલ અને અવિનાશી છે. તેમ દ્રવ્ય-ક્રિયા એટલે ભાવ વગરની ક્રિયા અને ભાવ-સહિત ક્રિયાનું પણ સમજવું. (૪૫૨) આ જ અર્થ દષ્ટાનથી સિદ્ધ કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy