SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ એકાન્તવાદ-ખંડન [ ૩૨૫ સર્વથા ભિન્ન જ દેવ છે. આ આપત્તિ થાય છે–કરેલા કર્મનો ત્યાગ અને અમૃત કર્મફળની પ્રાપ્તિ, આ દેષ પ્રાપ્ત થશે. આને ભાવ આ પ્રમાણે છે- જે કારણના અનુગમથી રહિત ઉત્પત્તિ છે, તે બંને પક્ષે સમાન છે. નારક અને દેવભવમાં સમાન છે, પણ આ વસ્તુ યુક્ત નથી. એ પ્રમાણે સર્વથા નિત્યવાદમાં જે પિંડ છે, તે જ ઘટ છે અને ઘટ છે તે જ પિંડ છે. આ કારણે સત્ અને અસત્ અવસ્થાઓમાં કઈ ભેદ નથી. અનિત્યવાદમાં-એકાંત ક્ષણભંગ-વાદમાં પણ દેવ મનુષ્યથી ભિન્ન છે અને દેવથી મનુષ્ય ભિન્ન છે. ત્યારે જેમ મનુષ્યની વિદ્યમાનતામાં કોઈ દેવભવથી ઉત્પન્ન સર્વથા ભિન્ન થાય છે, તેમ તેના મૃત્યુ પછી ઉત્પન્ન પણ દેવ ભિન્ન જ છે. તેથી મનુષ્યની સત્તાના કાળમાં અથવા અસત્તાના કાળમાં દેવપણાથી ઉત્પન્ન થયેલ પ્રાણ સમાન જ છે. આ જે યુક્તિ છે, તેથી સત્ અને અસતુમાં કઈ ભેદ નથી. (૪૪૫) આ મિથ્યાદષ્ટિને શાસ્ત્રાભ્યાસ આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે સંસારનું કારણ છે. કેમ? તો કે-મોટે ભાગે તે વિપરીત ચેષ્ટાનું કારણ બને છે. યથાપ્રવૃત્ત કરણના અંતિમ ભાગમાં જે વર્તી રહેલા છે અને ગ્રંથિના ભેદ સમીપ વર્તી રહેલા છે, જેનો મિથ્યાત્વ-જ્વર નષ્ટ થયો છે, જેની પ્રવૃત્તિ દુઃખીઓ ઉપર દયા અને ગુણવાને ઉપર દ્વેષ ન થાય તે માટે પ્રાયશ કહેલ છે. ૪૧૬-અને જે વિપરીત પ્રવૃત્તિ છે, તેના કારણે જ ભવાંતરમાં પણ અસત્ પ્રવૃત્તિ થાય છે અને મિથ્યાત્વના કારણે જેની વિપરીત વસ્તુમાં રુચિ છે, તે પારમાર્થિક અરિહંત દેવની નિંદા કરે છે અને જે તત્ત્વ નથી, તેને દૂષિત હેતુઓથી સિદ્ધ કરે છે, તેથી કરીને તત્ત્વભૂત પદાર્થોની નિંદા અને અતqભૂતની સિદ્ધિ-પ્રશંસા રૂપ દેષથી ભવાંતરમાં પણ અસ...વૃત્તિ પણ અનુબંધવાળી જ થાય છે. (૪૪૬) ૪૪૭–મદ્યપાનથી પરાધીન મનવાળા ઉન્મત્ત મનુષ્ય સરખા મિથ્યાષ્ટિનો વહુનો અવબોધ પિતાની ક૯૫નાથી ઘડેલો સમજો. મિથ્યાત્વમેહનીય કર્મના વિપાકથી, જેમ કે, મદિરાપાન કરેલ મનુષ્ય મદના કારણે સેવકને પણ રાજા કહે છે, રાજાને પણ સેવક બનાવે છે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, તે જીવ સદભૂત વસ્તુને અતqસ્વરૂપપણે અને અસદભૂતને તપણે વ્યવહાર કરે છે. માટે પિતાની મરજી મુજબ જ્ઞાન હોવાથી પારમાર્થિક ગ્રહસ્વભાવ સરખા મિથ્યાત્વને ભાવગ્રહરૂપ જણાવેલું છે. કારણ કે, પિશાચાદિક રૂપ બીજા વળગાડ કરતાં એટલે દ્રવ્યગ્રહ કરતાં આ ભાવગ્રહ સ્વરૂપ મિથ્યાત્વ મહાઅનર્થ કરનાર મહાગ્રહ છે. (૪૪૭) ૪૪૮–વસ્તુ ધરૂપ જ્ઞાનનું ફલ કે કાર્ય હોય, તે પાપકાની વિરતિ અને સ્વાધ્યાય, ધ્યાન, તપ, ચારિત્ર આદિક શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણાની અનુકૂળતા સહિત યોગ્યતા પ્રમાણે નિવૃત્તિ-પ્રવૃત્તિ કરવા સ્વરૂપ, તેથી મિથ્યાષ્ટિને ભાવાર્થરૂપ પાપની વિરતિ કે પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ યોગ્યતાવાળી પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy