SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલ આચારનું ફલ [ ૩૧૭ નિષ્ફલ જતા હતા. તેવા પ્રકારને હિતાહિત-વિવેકરહિત મતિવાળો બન્ય. એમ કરતાં શીતલ(શિથિલ)-વિહારીપણામાં ઉપાર્જન કરેલ પાપકર્મ ખપાવીને કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર થયો. ચૌદવિદ્યાને પારગામી બનવા છતાં રાજસભા કે મહાજનના સ્થાનમાં ક્યાંય પણ ગૌરવ મેળવી શકતો ન હતો. તેથી તેને ચિંતા થઈ કે, “મેં તે કઈ અપરાધ ન કરેલો હોવા છતાં પણ લોકે મારા તરફ અવજ્ઞાવાળા કેમ જણાય છે?” તે સમયે ત્યાં કોઈક અરિહંત ભગવંત સમવસર્યા, દેશના સાંભળી અને અંતે તેણે દીક્ષા અંગીકાર કરી. ભગવંતને લોકઅવજ્ઞાનું કારણ પૂછ્યું કે, કયા નિમિત્તે હું તિરસ્કાર પામું છું? ” ભગવંતે શિથિલવિહારરૂપ આગળ વૃત્તાંત કહ્યો, એટલે તીવ્ર વૈરાગ્ય થયો. ત્યાર પછી સમગ્ર સાધુઓના સુંદર આચારોમાં વિશેષ ઉદ્યમવંત અને ઉપગવાળે બન્યો. કોઈક સમયે તેના સતત જાગૃત અને ઉદ્યમ સંબંધી ઈન્ડે સ્તુતિ કરી. એટલે ઈન્દ્રની વાતમાં શ્રદ્ધા ન કરનાર એક દેવે હાથીનું રૂપ વિક્ર્વીને ઈસમિતિરૂપ પ્રથમ સમિતિની પરીક્ષા કરવાનું આરંભ્ય. કેવી રીતે ? માર્ગમાં ચાલતી કીડીઓના રક્ષણમાં જેનું ચિત્ત રહેલું છે, એવા તે સાધુને હાથીએ સૂંઢથી ઊંચે ઉપાડી નીચે નાખ્યો. ભૂમિ પર પડવા છતાં પોતાની વેદનાને ગણકાર્યા વગર માત્ર કીડીઓની રક્ષાની પરિણતિથી આ જીવોનું રક્ષણ કરવું અશક્ય છે, પિતાની કાયાથી તેને ઉપદ્રવ થાય છે, તે દેખે છે. પોતાના જીવિતથી નિરપેક્ષ બની વારંવાર મિથ્યાદુક્ત આપે છે. તેથી જે સંવેગની વૃદ્ધિ થઈ અને તેના ચગે તેનાં બે ગતિનાં પાપકર્મો વિછેર ગયાં, એટલે તે ગતિ અપાવનાર કર્માનુબંધને વિચ્છેદ થયે. ત્યાર પછી સૌધર્મ આદિ દેવલોકમાં, શુભ મનુષ્યભવોમાં પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન પાલન કરવામાં સાવધાન થયે. સાત દેવભવ અને કૌશાંબીમાં બ્રાહ્મણપુત્રના જન્મથી માંડી આઠમાં મનુષ્યભવમાં ચકવત થઈ સિદ્ધિ પામ્યા. (૪૨૮) પ્રસંગાનુયોગે કહે છે– ૪ર૯–તે સિવાય બીજા પ્રશસ્ત પરિણતિવાળા અતિચારવાળા છતાં પીઠ, મહાપીઠ આદિકની જેમ અતિચારને ફલરૂપ સ્ત્રીપણાનું આદિ કર્મ ભોગવીને નિર્મળ માર્ગમાં તત્પર બની અનંતા ભૂતકાળમાં અનંતા છ સિદ્ધિ પામ્યા. (૪૨૯) ઉપસંહાર કરતા કહે છે– ૪૩૦-આગળ કહેલા ઔષધના ઉદાહરણ અનુસાર હંમેશાં વિધિયુક્ત ધર્માનુષ્ઠાન કરવાં. નિપુણબુદ્ધિથી, લાંબી સૂક્ષમ વિચારણા પૂર્વક એટલે અત્યારે આ માટે સમય ચોગ્ય છે કે કેમ? સમય, અસમયના પ્રયોગને આશ્રીને વિધિનું હંમેશાં પરિપાલન કરવું ઉચિત છે. (૪૩૦) તે જ ફરી વિચારે છે ૪૩૧–ને તાવ આવ્યો હોય, ત્યારે ઔષધ લેવાને પ્રયોગ કરવો, તે નિરર્થક ગણેલે છે, ચાલુ વ્યાધિમાં તે સમય ઔષધદાન માટે અસમયને પ્રગ છે. કેમ કે, તે વખતે આપેલું ઔષધ વ્યાધિને કેપ કરનાર-વધારનાર થાય છે. સુંદર ઔષધ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy