SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] ઉપદેશપદ-અનુવાદ સમુદાય, તે ગણુ કહેવાય. એટલે જેઓને પરસ્પર સાપેક્ષભાવથી સાથે આહાર, વંદનાદિક વ્યવહાર હાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય પ્રભુની આજ્ઞાને અનુસરનારા હોય, તે સંઘ કહેવાય. (૪૧૯) શંકા કરી કે, ચૈત્યદ્રશ્ય-રક્ષાદિ પરિણામ એક આકારવાળા હેાવા છતાં પ્રત્યેકબુદ્ધ વગેરેમાં ફૂલભેદ કેમ પડ્યો? તે કહે છે— કામળ, મધ્યમ, તીત્ર અથવા જઘન્ય, મધ્યમ અને તીવ્ર ભેદોથી પ્રત્યેકબુદ્ધ, ગણુધર, તીથ કર વગેરેમાંથી કાઇપણ પદ અને માનવાથી પૂજા પામેલે એવા જીવ સમગ્ર કમના ક્ષય કરીને સિદ્ધિ પામે છે. (૪૨૦) એવા શુભ પરિણામના પામીને દેવા, અસુરા હવે શીતવિહારી દેવનું ઉદાહરણ આઠ ગાથાથી કહે છે~~~ ૪૨૧ થી ૪૨૮—પ્રમળ ચારિત્રમેહનીય કર્મના ઉદયવાળા, સાધુ-સામાચારી ખરાખર ન પાળતા હોવાથી શીતલ(શિથિલ)વિહારી, મૂલ અને ઉત્તરગુણના અતિચાર–દેષ તરફ ઉપેક્ષાવૃત્તિવાળા હેાવાથી પાપના ભય ન રાખનારા એવા‘ દેવ’ નામના એક સાધુ હતા. આ અપરાધના કારણે મૃત્યુ પામી તે સાંસારની ગતિએમાં ભ્રમણ કરતા હતા. કહેલા શીતલ(શિથિલ) વિહારથી ભગવાનના શાસનની લઘુતા-આશાતના નક્કી થાય છે. એ જ વાત વિચારતા કહે છે કે-તેવાં તેવાં પ્રમાદસ્થાન પામેલા સાધુને દેખીને તેવા પ્રકારના લેાકેા એમ વિચારે છે કે- નક્કી તેમના શાસ્ત્રકારોએ આવા અસયમ રૂપ વ્યવહાર શાસ્ત્રમાં નિરૂપણ કર્યા હશે. એ પ્રમાણે મનમાં વિચારતા જિનેશ્વર ભગવત વિષે અતિશય અવજ્ઞા કરનારા થાય છે અને તેવાં તેવાં આશાતના--પદ્મા આચરે છે. આ કારણે શીતલ(શિથિલ) વિહારી સાધુ પોતે જ આજ્ઞા-ઉલ્લંઘનના કારણે નક્કી ભગવંતની આશાતના કરનારા થાય છે. તે કારણે પરમાણુ વગરના અનંતા કાળ પ્રમાણ શારીરિક, માનસિક પીડાથી પરાભવ પામતેા સંસારમાં ફ્લેશ અનુભવતા રખડે છે. ચાર વર્ણયુક્ત શ્રીશ્રમણ-પ્રધાન સંઘની ઉત્પત્તિર્યા કારણભૂત એવા ઋષભાદિક તીથ કર-વિશેષ વસ્તુતત્ત્વના સ્વરૂપને જે યથા પણે કહે, તે પ્રવચન--સ`ઘ, દ્વાદશાંગ શ્રુતજ્ઞાન, આચાર્ય-યુગપ્રધાન, તીર્થ”કરના મુખ્ય શિષ્યરૂપ ગણધર વૈક્રિય વાદ ચારણાદિ લબ્ધિવાળા એવા મહાપુરુષાના દાષા કથન કરવા, તેમના પ્રત્યે અનુચિત આચરણ કરવું, અવજ્ઞા-સ્થાન પમાડવા, ઈત્યાદિક આશાતના કરનાર અનતમ સારી થાય છે. શાથી? તા કે, સમ્ભાદિ ગુણાને ઘાત કરનાર, મિથ્યાત્વાદિ પાપકર્મોને ઉપાર્જન કરી સન્માથી અતિશય દૂર થયેલા આચારનું સેવન કરવાથી. (૪૨૩) ચાલુ અધિકાર સાથે આ સબધ જોડતા કહે છે કે શીતલ(શિથિલ)–વિહારીપણાથી ઉપાર્જન કરેલા કર્મોદયથી તે દેવ નામના સાધુ, હલકા કુલ-જાતિમાં શારીરિક દુઃખા, પારકા ઘરે દાસપણે કાય કરવારૂપ દુઃખ અનુભવતા હતા. તથા કાયાથી ક્રિયા કરે, વચન મેલે, મનારથ કરે, તે સવ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy