SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદ્રવ્ય-રક્ષા-વૃદ્ધિ-ફલ [ ૩૧૫ હવે ચેત્યદ્રવ્ય-રક્ષા કરનારને શું ફલ થાય છે ? તે કહે છે जिणपवयणबुड्ढिकरं, पभावगं णाण-दसणगुणाणं । रक्खंता जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥ ४१७ ।। ભગવંતે કહેલા શાસનની ઉન્નતિ કરનાર એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્રગુણોને વિસ્તાર કરનાર, તેમાં શાસ્ત્રની વાચના આપવી, પ્રશ્નો કરવા, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા તે જ્ઞાનગુણ, સમ્યક્ત્વના હેતુભૂત જિનેશ્વરોના રથયાત્રાદિ, સ્નાત્ર મહેસવાદિ કરવા, જિનદ્રવ્યનું રક્ષણ કરવું, વૃદ્ધિ કરવી વગેરે રૂપ દર્શનગુણ. એમ જ્ઞાન-દર્શન ગુણની વૃદ્ધિ કરનાર, શાસનની પ્રભાવના કરનાર એવા ત્યદ્રવ્યનું રક્ષણ કરનાર સાધુ કે શ્રાવક ટૂંકા સંસારવાળો થાય છે. તે આ પ્રમાણે–જિનદ્રવ્યનું રક્ષણ કર્યું, એટલે તે દ્રવ્યને ચેત્યકાર્યમાં જોડયું. સુંદર જિનચૈત્ય તૈયાર થવાથી તેવા ભવ્યાત્માઓ અતિવર્ષ પૂર્વક ત્યાં દર્શનાદિ કરવા માટે આવતા થાય. એટલે નિર્વાણનું સફળ કારણ બધિબીજ આદિ ગુણોનું ભાજન બને. વળી સંવિગ્ન ગીતાર્થ સાધુભગવંતે પણ ચેત્યને આશ્રીને નિરંતર આવે, વળી સાધુભગવંતે ત્યાં સિદ્ધાન્તની વ્યાખ્યાઓ વિસ્તારથી સમજાવે. એ સાંભળવા દ્વારા સમ્યજ્ઞાન અને દર્શનગુણની વૃદ્ધિ થાય. આ પ્રમાણે ત્યદ્રવ્ય-રક્ષા કરનારને મોક્ષમાર્ગને અનુકૂલ, દરેક ક્ષણે મિથ્યાત્વાદિ દોષને ઉછેદ કરવાનું કારણ મળતું હોવાથી તેને સંસાર મર્યાદિત-ટૂંકાકાળવાળો થાય છે-અર્થાત્ જલદી મોક્ષે જાય છે. (૪૧૭) હવે ચેત્યદ્રવ્યની વૃદ્ધિ કરનારનું ફલ કહે છે– નિgવયાવુઢિાર, પમાવાં ના–દ્રસT-TWIi I वइदंतो जिणदव्वं, तित्थगरत्तं लहइ जीवो ॥ ४१८ ॥ શ્લોકના પૂર્વાદ્ધની વ્યાખ્યા પહેલા માફક, અપૂર્વ અપૂર્વ દ્રવ્ય ઉમેરી ઉમેરીને જિનદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ ચારગણું સ્વરૂપ શ્રમણ પ્રધાન સંઘની સ્થાપના કરવા રૂપ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. (૪૧૮) चेइय-कुल-गण-संघे, उवयारं कुणइ जो अणाससी । पत्तेयबुद्ध-गणहर-तित्थयरो वा तओ होइ ॥ ४१९ ॥ ચિત્ય-જિનમંદિર, કુલ, ગણ, સંઘને વિષે આ લોક કે પરલોકના ફલની અભિલાષા રાખ્યા વગર જે કઈ ઉપકાર કરે છે, તે પ્રત્યેકબુદ્ધ, ગણધર અથવા તીર્થંકરપણુ પામે છે. બાહ્ય વૃષભાદિ પદાર્થો દેખીને જેને સાપેક્ષ દીક્ષા લાભ થાય, તે પ્રત્યેકબુદ્ધ કહેવાય. ત્રિપદી પામવા પૂર્વક જેમને સમગ્ર શ્રુતજ્ઞાનને ક્ષાપશમ થાય છે–એવા તીર્થકરના મુખ્ય શિષ્યો તે ગણધર કહેવાય. અહિં “ચૈત્ય એટલે જિનાલય તરીકે પ્રસિદ્ધ છે. ચાન્દ્ર, નાગેન્દ્ર વગેરે કુલે કહેવાય, ત્રણ કુલ સમાન સામાચારીવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy