SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] ઉપદેશપદ-અનુવાદ શ્રી આદિક તરફથી પરાભવ, તિરસ્કાર મેળવીને પછી તગરા નગરીમાં ધનવાન શેઠના પુત્ર થયા. સકાશના ભવમાં ચૈત્યદ્રવ્યના ઉપયાગ કર્યાં હતા, તે કાળે ઉપાર્જન કરેલા કના અલ્પ અંશ હજી ભાગવવાના બાકી રહેલા હતા, હજી લાભાન્તરાય કના છેલ્લા અંશ ભાગવવાને ખાકી હતા, ત્યારે પણ દરિદ્રતા, મનોવાંછિતની અપ્રાપ્તિ વારવાર થયા કરતી હતી. એટલે મનમાં ચિત્તના ઉદ્વેગ કાયમ રહેતા હતા. ( કોઈક સમયે કેવલી ભગવંતના યાગ થતાં પૂછ્યું કે, · હે ભગવંત! મેં ભવાંતરમાં એવું શું ક ઉપાર્જન કરેલું છે કે, જેથી મારા કાઇ મનેાથ પૂરાતા નથી.' એટલે સ’કાશના ભવથી માંડી અત્યાર સુધીના ભવાના વૃત્તાન્તનું કથન કર્યું. ક્ષુલ્લુક જીવની જેમ એધિ તથા વૈરાગ્ય પામ્યા. પૂછ્યુ કે, ' અહિં હવે ચૈત્યદ્રવ્યના કરેલા વપરાશ, તેના થયેલેા અપરાધ, તે વિષયમાં અત્યારે મારે શું કરવું ઉચત છે?” કેવલીએ કહ્યું કે-ચૈત્યદ્રષ્યની વૃદ્ધિ, જિનભવન, જિનબિંખ, રથયાત્રાદિ, સ્નાત્ર-મહાત્સવ વગેરેના કારણભૂત સુવર્ણાદિકની વૃદ્ધિ કરવી ઉચિત છે. ત્યાર પછી માત્ર પેાતાની ખેારાકી અને જરૂરી વચ્ચે સિવાય મારી ઉપજ જે થાય, તે સવ ચૈત્યદ્રવ્ય જાણવું. એવા પ્રકારના અભિગ્રહ જીવતાં સુધીનાં ગ્રહણ કર્યાં. ત્યાર પછીની શુભ પ્રવૃત્તિથી પૂર્વે જણાવેલા અભિગ્રહ–લક્ષણ ભાવની પ્રવૃત્તિથી આગળનું ક્લિષ્ટ કમ ક્ષય પામ્યું. એટલે ધન-ધાન્યાદિરૂપ લોભ-પ્રાપ્તિ થવા લાગી. આગળ કહ્યા પ્રમાણેના અભિગ્રહુ નિશ્ચલતાથી પાલન કરતા હતા, ધનની મૂર્છાના ત્યાગ કરેલા હતા. લાંખા કાળે પુષ્કળ દ્રવ્ય એકઠુ થયું. એટલે જેમાં બીજાના દ્રવ્યની સહાયતા વગર તે જ તગરા નગરીમાં ચૈત્યમંદિર કરાવ્યું. તે જિનમંદિરમાં હંમેશાં સ્વચ્છતા રાખવી, સાર–સભાળ કરવી, જેમાં પેાતાના અંગત કાઈ પણ ઉપયાગ કર્યા સિવાય, તેમ જ થુંકવુ', મલ-મૂત્ર વિસર્જન, તામ્બૂલ ખાવુ, નાસિકા કાનના મેલ કાઢવા. શ્રીકથા, ભાજનકથા, ચાર, દેશ વગેરેના વૃત્તાન્તની કથા-વાર્તાલાપેા કરવા રૂપ પાપકથાએ કરવી, અનુચિત આસનથી બેસવું, વડીલેાથી ઉંચા કે સમાન આસને બેસવું. ઉભા પગ રાખી, વસ્ત્ર વીંટાળી માંધે, તેવા પસ્તિક આસને બેસવું-આ કહેલાં કાચેર્યાં જિનગૃહમાં કરવામાં આવે, તે અભેગ અથવા આશાતના થવારૂપ ગણાય. ( અહીં નઞ કુત્સા માં છે, એટલે જિનભવના કુત્સિતપણે ઉપયાગ કરવામાં જિનભવનની આશાતના ગણેલી છે. ) જેમ કે, દુર્વાંચન તે અવચન, કુત્સિત-ખરાખ શીલ તે અસતીનું અશીલ, તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે, તેમ અહિં જિનમંદિરના આવા કુત્સિત ઉપયોગ કરવા, તે અભાગ કહેવાય છે. ચૈત્યની આશાતના કરવાથી દુર્ગતિના ફૂલની પ્રાપ્તિ થાય છે. અહિં ભાગની પરિશુદ્ધિમાં ભવનપતિ વગેરે દેવાનું ઉદાહરણ છે. એ જ વાત વિચારતા કહે છે કે-નદ્રીશ્વર વગેરે સ્થાનમાં રહેલાં જિનભવન તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy