SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ રુદ્ર ક્ષુલ્લક, સકાશ-કથા [ ૩૧૧ એધિલાભ પછી છ મહિના જીવીને સમાધિપૂર્વક કાલધર્મ પામીને બ્રહ્મ-દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવલાકમાં પણ તીર્થંકરાની ભક્તિ, મહાવિદેહ આદિ ક્ષેત્રામાં, નદીશ્વરાદિકનાં ચૈત્ચામાં અરિહંત પરમાત્માની નિરંતર ભક્તિ કરતા હતા. જગતના સર્વ જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર, અપાર કરુણાસમુદ્ર, સ્મરણમાત્રથી નમન કરનારા જીવાનાં મનાવાંછિત પૂરનાર એવા તીર્થંકર ભગવંતની ભક્તિ, વંદન, પૂજન, ધ શ્રવણ વગેરે ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા. દેવલાકનું આયુષ્ય પૂર્ણ થયું', એટલે ત્યાંથી ચ્યવીને ચંપાપુરીમાં ચંદ્રરાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. (૪૦૦) ૪૦૧-જન્મની સાથે તે ખાળકને સાધુનાં દર્શન થયાં, એટલે ભવાંતરના સંસ્કારથી તેમના વિષે પ્રીતિ-આદરભાવ જાગ્યા. પૂર્વભવનું સ્મરણ થયું, ચારિત્ર-રક્ષણ વિષયક અધીરજ ઉત્પન્ન થઈ કે, ‘ સાધુનાં દર્શન વગર મારા પિરણામ કેવી રીતે ટકશે ? માતાપિતાએ ‘પ્રિયસાધુ' એવું તેનું નામ પાડયું. બાલભાવ પૂર્ણ થયા પછી સાધુપણાની દીક્ષા અંગીકાર કરી. તે ગ્રહણ કર્યા પછી મારે સર્વાંગથી સર્વ પ્રકારના સાધુના વિનય કરવા ' એવા અભિગ્રહ ગ્રહણ કર્યા. (૪૦૧) ૪૦૨—અભિગ્રહ પરિપાલના-આરાધનાના છેડે સમાધિથી મૃત્યુ પામી શુક્ર આદિ દેવલાકની અંદર ક્રમે ક્રમે દરેક ભવમાં સંયમશુદ્ધિના ચેાગે ઉત્પન્ન થયા. છેલ્લા ભવમાં સર્વાંગમના અર્થપૂર્ણ અથવા આગમાનુસારી સંપૂર્ણ પ્રત્રજ્યાની આરાધના કરી સવિમાનાની શ્રેણીના મુગટના માણિકય સમાન સર્વાર્થસિદ્ધ વિમાનથી અહિં આવ્યેા છે. ત્યાં પણ દીક્ષા ગ્રહણ કરી, તેમાં કૈવલજ્ઞાન મેળવી સિદ્ધિપદમાં પહોંચે. આ પ્રમાણે સાધુના પ્રદ્વેષ કરનાર ભુશ્ર્વકની વાત કરી. (૪૦૨) હવે ચૈત્યદ્રવ્યના ઉપયાગ કરનાર સકાશ સંખશ્રી વ્યાખ્યા કરાય છે— સફાશ–કથા ૪૦૩ થી ૪૧૨ —અહિં સકાશ નામના શ્રાવક સ્વભાવથી જ ભવના વૈરાગ્યવાળા શાસ્ત્રાનુસાર શ્રાવકના આચાર પ્રમાણે વર્તન કરનાર ગધિલાવતી નામની નગરીમાં રહેતા હતા. ત્યાં શક્રાવતાર' નામના જિનચૈત્યને વિષે સુંદર સાર-સભાળ ચિંતા કરતા હતા. કાઇક વખત ઘરનાં ખીજાં કાર્યોમાં રોકાવાના કારણે દેવદ્રવ્યના પ્રમાદ, અજ્ઞાન, સશય, વિપર્યાસ વગેરેથી ઉપયોગ કર્યા. તેના આલેાચન, પ્રતિક્રમણ કર્યા વગરના તે મરણ પામ્યા. ત્યાર પછી સસારમાં ભૂખ, તરશ વગેરે દુ:ખથી પરાભવ પામતાં તેણે સ`ખ્યાતા ભવા સુધી ભવામાં પરિભ્રમણ કર્યું'. તે ભવામાં શસ્ત્રઆદિકથી ઘાત થવા, પીઠ, ગળા ઉપર ભાર ભરીને વહન કરવેા, ટાઢ-તડકામાં તિય ચ ગતિમાં ભાર વહન કરી ભૂખ્યા-તરશ્યા ચાલવુ પડે, છૂંદાવું પડે-એ પ્રમાણે અનેક વેદનાએ સહન કરી. તથા દ્રિકુલમાં ઉત્પન્ન થવુ, અનેક વખત લેાકેા તરફના તિરસ્કાર, કારણ કે, વગર કારણે ઘણા લેાકેા તેના અવવાદ મેલે, મનુષ્યેામાં ઉત્પન્ન થવા છતાં પુત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy