________________
રુદ્ર શુદ્ધકની કથા
[ ૩૦૯
પ્રમાદનો ત્યાગ કરી વ્યાધિ હટાવવા માટે જે પ્રયાસ થાય, તેની માફક ભવરોગ દૂર કરવા માટે જન્માંતરમાં આરાધેલા સમ્યગદર્શનાદિના લાયોપથમિક ભાવના ગુણેના અભ્યાસથી અશુભાનુબંધના નાશ થવા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. (૩૯૧)
જો કે, આ અર્થ આગળ કહેલો જ, છતાં તેને અહિં ચાલુ અધિકારમાં જોડતા
૩૯૨–પ્રતિબંધ અર્થાત ખલના વિષયક વિચારમાં (ગા. ૨૬૧ મી) ભનમાર્ગમાં પ્રવર્તનારને અહિં ખલન થવી, એ વગેરે ગ્રન્થથી કહ્યું, ફરીથી આ અર્થ પ્રકાશિત કર્યો. ફરી કથન કરવું નિરર્થક ગણાય છે–એમ શંકાના સમાધાનમાં કહે છે કે–મેઘકુમાર આદિના દષ્ટાંતથી, બીજા દષ્ટાન્તભૂત ઔષધના ઉદાહરણથી બીજી વખત કહેવામાં આવે, તો આ અન્યૂનાધિક થાય છે–તેમ સમજવું. એમાં કઈ દોષ નથી. કારણ કે, આ ઉપદેશ કરવાનું હોવાથી. કહેલું છે કે-“સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ, સ્તુતિ, દાનમાં, છતા ગુણોનું કીર્તન કરવામાં, પુનરુક્ત દોષ લાગતા નથી.” (૩૯૨).
એ જ વાતનું સમર્થન કરતા કહે છે–
૩૯૩–આજ્ઞાને અભ્યાસ અભિષિત મોક્ષને હેતુ હોવાથી શિવસુખના સ્પૃહાવાળા રુદ્ર ક્ષુલ્લક આદિ વીરપુરુષે કઈ પ્રકારે તથાવિધ ભવ્યત્વના પરિપાકના અભાવથી નિર્વાણ-નગર પહોંચાડનાર એવા સુંદર આચારનું ખંડન થવા છતાં પણ જ્યારે
અલના દૂર થઈ, એટલે પહેલાંની જેમ શુદ્ધ આજ્ઞાગથી નિર્વાણુ–નગરના માર્ગમાં પ્રવૃત્તિ કરવા રૂપ સ્વકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. (૩૯૩)
તેને જ બતાવે છે–
૩૯૪–સાધુને પ્રબ કરનાર નાને સાધુ, ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ શ્રાવક, શીતલ(શિથિલ) વિહારી, દેવ એ વગેરે ચાલુ અધિકાર સંબંધી ઉદાહરણે જાણવાં. આદિ શબ્દથી મરીચિ, કુણુ, બ્રહ્મદત્ત વગેરેના જીવોએ આજ્ઞાનું ખંડન કર્યા પછીના કાળમાં શુદ્ધ આજ્ઞાયોગની આરાધના કરી અને કરશે તે રૂપ આજ્ઞાચોગો અહિં ગ્રહણ કરવા. (૩૯૪) કહેલાં ઉદાહરણે અનુક્રમે વિચારતાં રુદ્રના ઉદાહરણને આશ્રીને આઠ ગાથા કહે છે – રુદ્ર શુદ્ધક-સ્થા
૩૯૫ થી ૪૦૨-શરદકાળના સ્વસ્થ સ્થિર નિર્મળ જળ સમાન ઉજજવલ, અનેક સાધુના આચારવાળા, જેથી સ્વ અને પર પક્ષના સર્વ ફલેશનો ઉછેદ થયા છે, જેમાં આકાશતલ સરખાં નિર્મળ મંગળ કાર્યો ઝળકી રહેલાં છે. જેણે પૃથ્વીમંડલમાં પ્રસિદ્ધિ મેળવી છે. એવા દે અને માનવોને માન્ય ગુરુવાળા, કાવ્યની રચના કરનારા, એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org