SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] ઉપદેશપદ-અનુવાદ ભિત્તિ ઉપરના ચિત્રામણથી રાજા ખુશ થયા. વિમલને યોગ્ય ઈનામ આપ્યું. ત્યાર પછી વચલે પડદો ખસેડીને સામેની ભીંતનું ચિત્રામણ પ્રતિબિંબિત થવાથી અતિમનોહર ચિત્રામણ દેખ્યું. વિલખા થયેલા રાજાએ કહ્યું કે, “શું અમને પણ ઠગે છે?” પ્રભાકરે કહ્યું કે, “ના દેવ ! હું આપને ઠગત નથી, આ તે સામેની ભિત્તિનું પ્રતિબિંબ છે.” ત્યાર પછી પડદો કર્યો, પછી પ્રતિબિંબ ન પડયું. રાજા આશ્ચર્ય અને સંતોષ બંને પામ્યા. રાજાએ પૂછ્યું કે, “તે આ પ્રમાણે ભૂમિ-શુદ્ધિ કેમ આરંભી? આ વિધિથી ચિત્રામણ કરવાથી તે બરાબર સ્થિર મનહર થાય છે. ચિત્ર જાણે જીવતું ન હોય, વર્ણોની શુદ્ધિ, સ્થિરતાની વૃદ્ધિ થાય છે. દેખાવ પણ ઉપસી આવે છે. ભૂમિની મલિનતા હોય તો સર્વ વિપરીત થાય છે. “બહુ સારૂં બહુ સારૂં”-એમ કહી તે ચિત્રકારની મહાપૂજા કરી. વળી કહ્યું કે, “આ ભિત્તિને એમ જ વગર ચિત્રામણની જ રહેવા દે.” (૩૬૨ થી ૩૬૬) આ પ્રમાણે દષ્ટાન્ત કહીને રાષ્ટ્રતિક એજના કહે છે – ૩૬૭–અભ, દુર્ભ, આસન્નભવ્ય, ભિન્ન ગ્રંથિવાળા વગેરેની ચિત્યવંદન, સ્વાધ્યાય, સાધુ ઉપાસના, તપસ્યા આદિ સમાન ક્રિયા કરનારા આત્માઓની ધર્મ સ્થાન શુદ્ધિ-ચિત્રકર્મની જેમ વિશેષ નિર્મલ થાય છે. શુદ્ધ બેધિલાભ લક્ષણ આત્માની ભૂમિની શુદ્ધિ થાય, પછી કરેલી ચૈત્યવંદનાદિક ધર્મકિયા નિષ્કલંક કલ્યાણ-લાભ પ્રયાજનવાળી બને છે. નહિંતર તેનાથી વિપરીત સંસારફળ આપનારી થાય છે. (૩૬૭) આ વાત પરમતવાળાઓ પણ કેવી રીતે સ્વીકારે છે, તે કહે છે – અદયાત્મ ૩૬૮–અહિં અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે સમજવું-ઔચિત્ય પાલન કરનાર હેય, સુંદર વતન-વ્રત-નિયમ કરનારે હાય, આપ્તના વચનાનુસાર તત્ત્વ-ચિંતન કરનારો હોય, મૈત્રી આદિ ચાર ભાવનાવાળો હોય, તેવાને અધ્યાત્મશાસ્ત્રને જાણનારા અધ્યાત્મી અથવા તેવું અનુષ્ઠાન તે અધ્યાત્મ કહેવાય. તેથી અધ્યાત્મ એ જ મૂલ, તેમાથી બાંધેલું-સ્વાધીન કરેલું તે અધ્યાત્મ મૂલબદ્ધ, આથી કરીને આત્માની ભૂમિકા સંસારના વિષયાદિક પદાર્થોને મમત્વભાવ દૂર કરી, આત્મકલ્યાણના સાધનસ્વરૂપ સમ્યગ્દર્શન આદિ પદાર્થો મેળવવાની અભિલાષા રૂપ જે આત્મભૂમિની વિશુદ્ધિ થઈ હોય તો, ધર્માનુષ્ઠાન ઈષ્ટ મોક્ષાદિક ફળ આપનાર થાય છે, એવા અનુષ્ઠાનને પરમાથથી અનુષ્ઠાન-આરાધના કહેવાય છે. તે અધ્યાત્મ મૂલબંધથી રહિત અનુષ્ઠાનોને બીજા મતવાળાઓ શરીરે લાગેલા તુચ્છ અસાર મલ સરખી ક્રિયા ગણે છે. તેથી અધ્યામબંધની પ્રધાનતાવાળું અનુષ્ઠાન હોય, તે જ મળ-વ્યાધિને ક્ષય કરનાર પરમાથું અનુષ્ઠાન કહેલું છે. તેનાથી વિલક્ષણ શરીર પર ચૂંટેલા મેલની જેમ શરીર મલિન કરનાર છે-એમ બીજા યોગશાસ્ત્રના જાણકારો કહે છે. (૩૬૮) આ અધ્યાત્મ જેનાથી થાય છે, તથા તેનાથી જે પ્રવર્તે છે, તે દેખાડે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy