________________
શુદ્ધ આજ્ઞાોગ અધ્યાત્મ
[ ૩૦૩
- ૩૬૯-શુદ્ધ આજ્ઞાોગથી કહેલા લક્ષણવાળું અધ્યાત્મ સદાકાળને માટે થાય છે, પરંતુ બીજા કોઈ પ્રકારે થતું નથી. તેનું શુદ્ધ આજ્ઞાગરૂપ એક કારણ હોવાથી. ત્યાર પછી એટલે આ અધ્યાત્મથી વિમર્શ—હવે શું કરવું? અનુષ્ઠાનમાં વિવિધ કિયા-કાંડ વિષયક કયું અનુષ્ઠાન કરવું? તે રૂપ વિમર્શ પ્રવતે. તે વિચાર કરવાથી નકકી અનુઠાન થાય છે. (૩૬૯)
આ શુદ્ધ આજ્ઞાગ જેવી રીતે થાય છે, તે બતાવે છે–
૩૭૦–આ શુદ્ધ આજ્ઞાગ તો તથાભવ્યપણાના સાગથી જીવને નકકી થાય છે. કેવા પ્રકારના જીવન વિષે થાય? તે કહે છે કે-અપૂર્વકરણરૂપી વજસૂચિથી આત્મામાં સજજડ રાગ-દ્વેષરૂપ પરિણામની ગાંઠને વિંધવામાં આવે અને છિદ્ર પડેઅર્થાત્ પરિણામરૂપ ગાંઠ ભેદાય, તો આજ્ઞાોગ શુદ્ધ થયેલો ગણાય. ગ્રથિભેદ થયા વગર તે તે થાય જ નહિં. કારણ કે, મહામોહરૂપ સન્નિપાતથી ઘેરાયેલા છે. (૩૭૦) તે માટે કહેલું છે કે
૩૭૧–જેમ પમરાગ વગેરે રત્નમાં તેવા પ્રકારના આકરા પ્રયોગથી છિદ્ર પાડવામાં આવતું નથી, ત્યાં સુધી તેમાં દોરીનો પ્રવેશ થઈ શકતો નથી, તેવી રીતે
જ્યાં સુધી જિનેશ્વરે કહેલ સૂત્રધાન તત્વવૃત્તિથી વગર ભેદાયેલી ગાંઠવાળા જીવમાં પ્રવેશ પામતું નથી. તેમાં હજુ સૂત્રાધાન-સધ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય હોતું નથી. જો સૂત્રાધાન-સદધ-પ્રાપ્તિ થાય, તે તેને યથાર્થ સ્વરૂપ-લાભ થવાનો સંભવ છે.(૩૭૧)
હજુ તે જ વાત વિચારે છે–
૩૭૨–વેધ પાડ્યા વગરના રત્નમાં દોરો પરોવી શકાતો નથી, કદાચ લાખ વગેરે ચીકણા પદાર્થ થી ચોંટાડીને દોરો જોડે, તો રત્નની છાયા-તેજ ઉડી જાય છે, વળી થોડા કાળ પછી તે ચીકાશ દ્રવ સ્થિરતાવાળું રહેતું નથી, તે દોરો છૂટી જાય તે રત્ન એવાઈ પણ જાય. તે જ પ્રમાણે ઘણાભાગે દ્રવ્યસૂત્રના ગો જીવોને માટે પણ સમજવા. અહિં દ્રવ્યશદ કારણપર્યાય અને અપ્રધાન પર્યાય અર્થવાળા શાસ્ત્રોમાં કહેલા છે. તેમાં જેઓ હજુ સ્થિભેદ નજીક નથી આવ્યા, તેવા દુર્ભ કે અભવ્યોને
અપ્રધાન સૂત્રોગ એકાંતે છે. કારણ કે, તેમને સમ્યમ્ બેધ થવાને ન હોવાથી તત્વની - વિચારણા તેમને થવાની જ નથી. વળી જે અપુનબંધક, માર્ગાભિમુખ કે માર્ગ પતિત છે, તેઓને તે શુદ્ધ ધિલાભનું અવંધ્ય કારણ હોવાથી વ્યવહારથી તે તાત્ત્વિક સૂત્રોગ છે. ચોગબિન્દુમાં કહેવું છે કે-અપુનબંધકને આ સૂત્રોગ વ્યવહારથી તાવિક છે.” ઈત્યાદિ. એ પ્રમાણે હૃદયમાં રાખીને સૂત્રકારે મૂળગાથામાં પ્રાયઃ શબ્દ કહે છે, તેથી અવિરતિવાળા આદિને જે પ્રધાનસૂગો છે, તે નિશ્ચયથી અને -વ્યવહારથી તસ્વરૂપ છે. જે સબંધના કારણભૂત છે, તે વ્યવહારથી તાત્ત્વિક છે. (૩૭૨) - I . ક્યા કારણે એ પ્રમાણે કહેવાય છે? એમ જે કહેતા હે, તે કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org