SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] ઉપદેશપદ-અનુવાદ છે. ચાલુ પ્રકાશ આપે તે મુખ્ય કાર્ય અને સારા સ્થાનમાં સ્થાપન કરેલો તે કાજળ પણે ત્યાં એકઠું કરી રાખે છે. તે કાજળ તરુણી સ્ત્રી કે બાળકના નેત્રમાં નિર્મળતા લાવવા સમર્થ છે. આ રૂપ દીપકનું કાર્યાન્તર, તેમ આજ્ઞાયોગવાળું અનુષ્ઠાન પણ બીજા અનુષ્ઠાનને લાવનારું છે. (૩૫૯) યાકિની મહત્તરાના ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ-વિરચિત ઉપદેશપદ આ. શ્રીમુનિચંદ્રસૂરિ-કૃત વિવરણુ–સહિત મુકિત મહાગ્રન્થને ગૂર્જરાનુવાદ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ પ્રથમ ભાગ પૂર્ણ કર્યો. [ સંવત ૨૦૨૭ આષાઢ અમાવાસ્યા ગુરુવાર તા. ૨૨-૭-૭૧ શ્રી આદીશ્વર જૈન પંચ ધર્મશાળા-પાયધૂનીમુંબઈ-૩] હવે શુદ્ધ આજ્ઞાગના માહાસ્યને સંગ્રહ કરતા કહે છે કે – ૩૬૦–અનુબંધવાળા શુદ્ધ આજ્ઞાગ-સહિત જે ધર્માનુષ્ઠાન, તે સમ્યગ્દર્શનની નિર્મલતા કરનાર થાય છે. આત્માની અંદર અપ્રગટ ઉત્પન્ન થયેલા અદ્દભુત ગુણવિશેષ સાધુજન યોગ્ય અનુષ્ઠાનને સંગ્રહ કરનારા સિદ્ધાન્ત–આલાપકે જે બત્રીશ સંખ્યામાં સુધર્માસ્વામી આદિ આચાર્ય ભગવંતોએ કહેલા છે. “દોષ છૂપાવ્યા સિવાય આલોયણા લેવી, આપત્તિમાં ધર્મતા રાખવી” એ વગેરે પાંચ ગાથામાં કહેલા બત્રીશ યોગસંગ્રહ લૌકિક દષ્ટાંતથી પૂર્વાચાર્યે કહેલા છે. (૩૬૦) તે જ દષ્ટાન્ત કહે છે– (૨) ચિત્રકારે - ૩૬૧–સાકેત નગરમાં મહાબલ નામના રાજા, ત્યાં વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારો હતા. તે બંનેએ ચિત્રકાર્ય શરૂ કર્યું. એકે છ મહિનામાં પૂર્ણ કર્યું, બીજાએ તેટલા સમયમાં માત્ર ભૂમિકર્મ–તેને સાફમજબૂત લીસી-ચકચકાટ બનાવી. (૩૬૧) ૩૬૨ થી ૩૬૬–વિષાદ, પ્રપંચ, અભિમાન વગેરે દુર્ગુણથી રહિત સાકેત નામનું નગર હતું. ત્યાં ચતુરંગ સેના-યુક્ત મહાબલ નામને રાજા હતા. મંથન કરાતા સમુદ્રજળમાં ઉત્પન્ન થયેલ ફીણ–સમૂહ સમાન ઉજજવલ કીર્તિ પામેલો, સનેહીજન-પ્રતવર્ગને નિર્મલ ફલ આપનાર એવી કીર્તિથી જગતને ઉજજવલ કરનાર તે રાજા હતો. રાજ્યકાર્યો પૂર્ણ થયા પછી સભામાં બેઠેલો તે રાજા કઈક દૂતને પૂછવા લાગ્યો કે-બીજા રાજાઓને ત્યાં જે છે, તેવું અહિં મારા રાજ્યમાં શું નથી?” દૂતે કહ્યું કે, “હે દેવ! આપને ત્યાં સર્વથી કંઈક અધિક રાજ્ય-સામગ્રીઓ છે, માત્ર જઘન્ય રાજાને ત્યાં હેય, તેવી એકે ય ચિત્રસભા નથી. ચિત્રકારોની શ્રેણિના નાયક એવા વિમલ અને પ્રભાકર નામના બે ચિત્રકારોને મેટું માન આપી, રાજાએ બોલાવ્યા. તેમને કહ્યું કે, લોકોના ચિત્તને આહલાદ આપનારી સર્વ શ્રેષ્ઠ એવી આ સભાને ચિત્રામણવાળી જલદી બનાવી દે. “આપની આજ્ઞા પ્રમાણ” કહી તે કાર્યને સ્વીકાર કર્યો. રાજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy