SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૯૯ છેવટનું ફલ નરકાદિક દુર્ગતિમાં પારાવાર દુઃખ સહન કરવા લક્ષણ જણાવ્યું અને વિષય વિષની ઉપમાવાળા છે” એવી વિષય-ભેગોની નિંદા કરી–“કામ–ભેગો એ શરીરમાં રહેલા શલ્પ સરખા છે, કામગ ઝેર સમાન છે, સર્પ સરખા ભયંકર છે, કામભોગની ઈચ્છા કરનારા વગર ઈરછાએ બળાત્કારથી નરકાદિક દુર્ગતિમાં જાય છે. આ ગીત એ વિલાપ સમાન છે, નાટક એ વિડંબના સરખા છે, આભૂષણે ભારરૂપ છે, સર્વે કામભોગો દુઃખના છેડાવાળા છે, ઉપમાગર્ભવાળી વિવિધ પ્રકારની દેશનાથી ચક્રવતીને કંઈક વૈરાગ્ય પ્રાપ્ત કરાવ્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે-હે મુનિવર ! તમે જે કહ્યું કે, આ ભોગને સંગ કરવાથી દુર્ગતિ થાય છે, તે વાત હું સમજી શકું છું, પરંતુ અમારા સરખાથી આ જિતવા ઘણા દુર્જાય છે. મુનિ–જે આ ભોગો છેડવા અશક્ત છે, તે હે રાજન્ ! પાપકર્મો ન ઉપાર્જન કર. ધર્મમાં રહેલે સર્વ પ્રજાની અનુકંપા કરનારે થાય છે અને તેમ કરીશ, તે તું દેવ થઈશ. તને હજુ ભેગો છોડવાની બુદ્ધિ થતી નથી, આરંભ–પરિગ્રહોમાં ગાઢ આસક્તિવાળો થયો છે. ખરેખર તારી પાસે આટલું કહ્યું-ઉપદેશ આપે તે ફોગટ ગયે. હે રાજન ! તેં આમંત્રણ કરી બેલા, તે હવે હું અહીંથી જાઉં છું.” (૧૦૦) પંચાલના રાજા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ તે સાધુનાં વચનને સાંભળીને તેને અમલ ન કર્યો અને અનુત્તર કામભેગે ભેળવીને અનુત્તર નરકગતિમાં પ્રવેશ કર્યો. મહર્ષિ ચિત્રમુનિ તે કામભોગથી વિરક્ત બની ઉત્તમ ચારિત્ર-તપની આરાધના કરી અનુત્તર સંયમ પાલન કરી, અનુત્તર સિદ્ધિગતિમાં ગયા. જે અહિં બીજા બ્રહ્મ દત્તે તે નિયાણાથી ચીકણું કર્મો ઉપાર્જન કરી, મિથ્યાત્વ અને ચારિત્રમેહનીય કર્મ બાંધીને તેનાં કારણે દુઃખના માર્ગમાં પ્રવેશ કર્યો. (૧૦૮) (૩૫૭) ઉપસંહાર કરતાં કહે છે – ૩૫૮ ––દેવ અને પુરુષકારનું સ્વરૂપે વર્ણવવા સ્વરૂપ આ આજ્ઞા-માહાસ્યના વર્ણનથી હવે સયું. બુદ્ધિધન આત્મા હંમેશાં કહેલા સ્વરૂપવાળા આજ્ઞાોગથી સમ્યફવાદિક સ્વીકાર-લક્ષણ ધર્મ સ્થાનકોમાં પ્રવૃત્તિ કરનારે થાય. તેમાં હેતુ જણાવે છે કે–શુદ્ધ આજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાન અપ પણ કરવામાં આવે, તો આગળ આગળના દેશવિરતિ આદિ ધર્મસ્થાનકમાં વૃદ્ધિ પામતો જાય છે. (૩૫૮) એ જ વસ્તુ વિચારે છે– ઉ૫૯–કહેલા લક્ષણવાળાં ધર્માનુષ્ઠાન આગળ જણાવીશું, તેવા સ્વભાવવાળું એટલે કે, આગળ વિશેષ ધર્માનુષ્ઠાનમાં જોડનાર થાય છે. એકલું પોતે જ થાય છે એમ નહિં, પરંતુ નક્કી બીજા કાર્યો કરવાની તાકાતવાળું –બીજા નવા નવા આગળ આગળના ધર્મોમાં જોડાવા રૂપ બીજા કાર્યો કરવા આ આજ્ઞાવાળું ધર્માનુષ્ઠાન થાય છે. ઉત્તરનર સદગતિ પમાડનાર થાય છે. તે માટે દષ્ટાંત આપે છે કે-દીપકની જેમ. વાયરા વગરના કાચના ફાનસમાં રહેલા સ્થિર દીપક બીજાં કાર્યો કરવા જેમ સમર્થ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy