SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] ઉપદેશપદ-અનુવાદ નાટકવિધિથી મારે નૃત્ય કરવાનું છે. અતિસુંદર ઉદુભટ વિવિધ વેષ ધારણ કરીને પિતાના પરિવાર સાથે દિવસના પાછલા સમયમાં નૃત્ય કરવાનું પ્રારંવ્યું. તે દેખીને રાજા પ્રભાવિત ચિત્તવાળો બન્યા. તે વખતે એક દાસી સર્વઋતુનાં સુગંધ પ્રધાન પુપોના બનાવેલ અતિ સુગંધયુક્ત દડાની આકૃતિવાળા સ્થાપન કરેલાં પુપોમાં ભ્રમરશ્રેણીઓના ગુંજારવથી મનહર મોટી પુષ્પમાળા ત્યાં લાવી. એટલે નાટકની વિધિ દેખતે, તેમ જ પુષ્પમાળાની ગંધને સૂંઘતો રાજા જાતિસ્મરણવાળો થયો કે-“ પહેલાં નલિનીકુલમ વિમાનમાં સૌધર્મ દેવલોકમાં મોટો દેવ હતો, ત્યાં મેં આ સર્વ અનુભવ્યું છે. તે જ ક્ષણે રાજાને મૂર્છા આવી, નજીકના લોકે શીતળ જળ અને ચંદનરસથી સિચ્ચે, એટલે ફરી ચેતના આવી. ત્યાર પછી પોતાના પૂર્વભવના ભાઈને શોધવા માટે પિતાના હૃદયભૂત વરધનું મંત્રીને આજ્ઞા કરી. તે મંત્રીએ પણ લોકોની વચ્ચે તેમ જ ગોવાળિયાઓ પાસે જઈને રાજાના ચરિત્રનું રહસ્ય જણાવનાર એવું પૂર્વાર્ધલોક લખેલ પત્રક સંભળાવ્યું અને રાજકુલના દ્વારભાગમાં લટકાવ્યું. તે આ પ્રમાણે પહેલા એક ભવમાં અમે દાસ, પછી મૃગો, પછી હંસો, પછી માતંગપુ, પછી દેવો થયા હતા; તથા ” આ લખેલા શ્લોકનો ઉત્તરાર્ધ જે પૂર્ણ કરશે, તેને હું અર્ધ રાજ્ય આપીશ. આ અર્ધક પત્રમાં લખાવીને રાજકુળના દ્વારમાં રાખ્યું. રાજ્યના અભિલાષી લોકો તેને પૂર્ણ કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચોક વગેરે સ્થળોમાં પત્રમાં લખેલ તે અકલાક ભણતા હતા. હવે પેલા ચિત્રમુનિનો જીવ તે સાધુ વિચરતા વિચરતા જાતિ મરણવાળા થયા અને કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવીને રહેલા હતા. ત્યાં અરઘટ્ટવાહક ખેડૂત પત્રમાં રહેલ લોક ભણતો હતો, તે વખતે મુનિએ આ લોક પૂર્ણ કર્યો. તે આ પ્રમાણે– *અન્ય અન્ય વિગ પ્રાપ્ત કરેલા એવા આપણી આ છઠ્ઠી જન્મજાતિ છે.” તે સાંભળીને પેલે ખેડૂત તરત જ રાજા પાસે જઈને બોલવા લાગ્યું કે-“એક બીજાના વિગવાળી આપણું આ છઠ્ઠી જાતિ છે.” એ સાંભળતાં જ મૂછ પામવાથી વિકરાળ નેત્રવાળે રાજા એકદમ ભૂમિ ઉપર ઢળી પડ્યો. રાજા આની પાસેથી સાંભળીને તરત મૂચ્છ પામ્યા છે, તેથી આ કામ આનું છે-એમ ધારી તેને મારવા લાગ્યા, ત્યારે તેના પરિવારે કહ્યું કે, આ પદે તે સાધુ પાસેથી મળેલાં છે. રાજા સભાન બન્યો અને ઉત્તરાર્ધને અર્થ વિચારવા લાગ્યો. પૂછયું કે, “તે સાધુ કયાં છે?” હે દેવ! તેઓ તે મારા ઉદ્યાનમાં છે. રાજા પિતાની સર્વ ઋદ્ધિ સહિત તેમનાં દર્શન કરવા આવ્યા અને સૂર્યને દેખવાથી જેમ કમલવન વિકસિત થાય, તેમ વિકસ્વર મુખવાળા થ. વંદન કરી નીચે બેઠો. શરુઆતને સર્વ વૃત્ત, ત કહ્યો, ત્યાર પછી રાજાએ કહ્યું કે, આ સર્વ રાજ્ય સાથે ભેળવીએ. આવા પ્રકારની મહારાજ્ય-સંપત્તિ મળી છે, તે તેના ભોગકાળમાં આ સાધુપણાની ક્રિયા દુષ્કર કરવી, તે તે કરેલો ધર્મ નિષ્ફળ કરવા જેવો ગણાય. તે સમયે પ્રત્યુત્તર આપતા મુનિએ “આ રાજ્યાદિ ભોગવવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy