________________
૨૯૬ ]
ઉપદેશપદ-અનુવાદ
હવે વસ્ત્ર વડે પોતાનાં મુખ ઢાંકીને આ ચંડાલપુત્રો પણ સુંદર રાગથી ગીત ગાવા લાગ્યા. તેના ગીતથી આકર્ષિત થયેલ લેક એકદમ એકઠા થવા લાગ્યા. “અમૃતરસ સરખાં આવાં ગીતો કેણ ગાય છે?” એમ બેલતા લોકોએ જ્યારે વસ્ત્ર ઊંચું કરી જોયું તે ભૂતદિન્ન ચંડાળના પુત્રો જણાયા. “મારો મારે, ઠોકો” એમ બેલી તે બ્રાહ્મણ લોકોએ તેઓને નગરમાંથી હાંકી કાઢ્યા, એટલે તેઓ બહારના ઉદ્યાનમાં આવીને રહ્યા. આપણા કુળને ધિક્કાર થાઓ છે, જેના દોષથી આપણે કળાકલાપ પણ ધિક્કારપાત્ર અધન્ય બન્યા. હવે આપણા માટે મરણ સિવાય બીજી કઈ સારી ગતિ નથી.” ત્યાંથી તેઓ દક્ષિણદિશા તરફ ઘણે દૂર દેશાંતરમાં ગયા. ત્યાં એક મોટો પર્વત આવ્યા. તેના ઉપર ચડતા ચડતા એક શિલાતલ ઉપર હાથ લાંબો કરીને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા વિકૃણ-આકરું તપ કરતા મહામુનિને જોયા. આદર-સહિત તેમને પ્રણામ કર્યા. ધ્યાન પૂર્ણ થતાં અતિમધુર ગંભીર સ્વરથી આદર-સહિત ધર્મ લાભના આશીર્વાદ આપ્યા. (૪૦)
આનંદિત થયેલા તેઓને પૂછયું કે, “કયા કારણે તમે અહિં આવ્યા છો?” ત્યારે તેઓએ કહ્યું કે, “આ પર્વત ઉપર મરણ પામવા માટે. કારણ કે, આં અમારી સર્વથી અધમ ચંડાલજાતિથી અતિ ઉદ્વેગ પામ્યા છીએ. જાતિના કારણે મેળવેલા ગુણો પણ અમારે દોષભૂત થયા છે.” મુનિએ તેમને કહ્યું કે, “આત્મઘાત કરનારને ભવાંતરમાં પણ કલ્યાણ થતું નથી. તમારે આ મરથ સારો કે યુક્ત નથી. સમગ્ર દુઃખરૂપ વ્યાધિને દૂર કરવામાં ઓષધ-સમાન આ જિનેન્દ્રનો ધર્મ છે, માટે કલ્પવૃક્ષ સરખા ઈચ્છિત ઈચ્છાને પૂર્ણ કરનાર આ ધર્મનું સેવન કરો.” ત્યાર પછી તે મુનિવર પાસેથી મુનિ-દીક્ષા પ્રાપ્ત કરી, જે કારણ માટે તેણે તેને ઉચિત ભાવથી આપેલી પાલન કરી. કાલકેમે કરી તેઓ ગીતાર્થ બન્યા. છડું, અડ્ડમાદિ તપ કરવામાં તત્પર બન્યા. અનિયત વિહાર કરતા કરતા તેઓ બંને મુનિ ગજપુર નગર ગયા. બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી. માસખમણના પારણાના દિવસે સંભૂતમુનિ નગરની અંદર ભિક્ષા લેવા માટે ગયા. એક ઘરમાંથી કમસર બીજે ઘરે જતાં જતાં ઈર્યાસમિતિ–પૂર્વક માર્ગ માં ચાલતાં નમુચિ નામના પ્રધાનના જોવામાં તે આવ્યા. એટલે તેણે આ ચંડાલનો પુત્ર છે-એમ ઓળખે. હવે કદાચ આ મારી જુની વાત અહિં પ્રકાશિત કરે, અપયશ ફેલાય, તેવા ભયથી ગુપ્તપણે પોતાના વિશ્વાસુ મારા પુરુષને મોકલાવ્યા, તે તેને માર મારવા લાગ્યા. એક તો તપથી શરીર શોષાઈ ગયું હતું, તેવા વગર અપરાધી ચારિત્રવાળા મુનિને મારતા હતા, ત્યારે મુનિ ધર્મકાર્ય વિસરી ગયા અને તેને કો પાનલ ભભુક્યો. (૫)
વર્ષાકાળના પ્રથમ સમયમાં જે પ્રમાણે આકાશમાં શ્યામ મેઘમંડલે શોભે છે, . તે પ્રમાણે મુનિના મુખના પિલાણમાંથી નીકળતી શ્યામ ધૂમાડાની શ્રેણિઓ ભવા લાગી. એટલે પ્રલયકાળના મેઘયુક્ત આકાશતલને નીરખતા બાલ-વૃદ્ધ-સહિત નગરલોક #ભ મનવાળા થયા. ત્યાર પછી સનકુમાર ચક્રવત વૃત્તાંત જાણી પિતાના પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org