________________
જ્ઞાનગર્ભ મંત્રીની-કથા
[ ૨૮૫
રાજાને કહ્યું કે, “હે દેવ ! આમાં સર્વ સારભૂત વસ્તુ રહેલી છે, તે એક પખવાડિયા માટે મારા આગ્રહથી સર્વાદરપૂર્વક તેનું બરાબર રક્ષણ કરવું, તે મંજૂષાને સર્વ બાજુથી સખત તાળાંએ મારેલાં છે. તેમ જ દરેક પહોરે તેના ઉપર સીસાની મુદ્રાઓ મારેલી છે. તેને બંને પહેરેગીરો તપાસતા રહે ” આ પ્રમાણે તે પ્રધાને દરેક પ્રકારની સુવિધા કરી.
હવે તે મંત્રી ક્ષણે ક્ષણે શું આ મારો પ્રયોગ ખુલે પડીને નિષ્ફળ તો નહિં જાય ને? “દૈવ અચિત્ય ચરિત્રવાળું છે.” એમ ચિંતા કરતે રહેલે હતા, ત્યારે તેરમા દિવસે પ્રભાત–સમયે રાજાના કન્યાના અંતઃપુરમાં રહેલી એક કન્યાનો વેણ છેદ થયે. આ વેણુ છેદ કોણે કર્યો હશે? એના નિમિત્તભૂત કણ હશે? તે વિષયમાં લેકવાયકા ચાલી કે, “મંત્રીના મોટા પુત્રે આ વેણી છેદ કર્યો છે. આ કન્યા પિતાના મહેલમાં શયાની અંદર સૂતેલી હતી, ત્યારે મોટે મંત્રીપુત્ર આવ્યું અને તેણે કન્યાને વિનંતિ કરી કે, “હે વિકસિત નેત્ર-કમળવાની! તું મારી સાથે કીડા કર.” ઘણી વખત કહેવા છતાં પણ તે કન્યા અભિલાષા કરતી ન હતી, એટલે રોષવશ બની તેણે હાથમાં રહેલી છૂરિકાથી તેની વેણી કાપી નાખી. એટલે અશ્ર પૂર્ણ–નેત્રવાળી, કરુણ મુખવાળી, ખરાબ સ્વરથી રુદન કરતી પિતા પાસે ગઈ અને સર્વ વૃત્તાન્ત નિવેદન કર્યો.” જાગૃત થયેલા પ્રચંડ કોપ-દાવાનળથી લાલચોળ દેહવાળા રાજાએ નગરના રક્ષકોને આજ્ઞા કરી કે, “મંત્રીપુત્રને ભૂલી ઉપર ચડાવીને જેમ વધારે દુઃખી થાય, તેમ માર મારીને મૃત્યુ પમાડો –આ પ્રમાણે જલદી કરો અથવા તે મંત્રીના ઘરની ચારે બાજુ તૃણ, છાણું અને કાકોના ઢગલાઓ ગોઠવી સળગતા અગ્નિથી સર્વ કુટુંબને સળગાવી દો. મારા પ્રસાદથી તેઓ આવા ઉન્મત્ત બન્યા, નહિંતર તેમનું આવું અયોગ્ય આચરણ કેમ હોય ?
ત્યાર પછી ઉભટ લલાટ ઉપર ભૃકુટી ચડાવીને યમના સુભટ સરખા ભયંકર લાલ નેત્રોવાળા તે રાજપુરુષો તરત જ પ્રધાનના ઘરે પહોંચ્યા. રાજપુરુષે મંત્રીપુત્રોને અને કુટુંબને હાથ પકડીને ગ્રહણ કરવા લાગ્યા, ત્યારે મંત્રીના સુભટો પણ આકરા બની સામે ભંડણ કરવા લાગ્યા. તેમને દેખીને સ્થિર મનવાળા મંત્રીએ રાજપુરુષોને રોકીને પૂછયું કે, “કયા કારણથી આ પ્રમાણે આવું ખોટું કાર્ય કરો છો ?” ત્યારે રાજ પુરુષે કહેવા લાગ્યા કે, “આજે રાજકન્યાને વેણુછેદ તમારા પુત્રે કર્યો છે.” ત્યારે મંત્રી વિચારવા લાગ્યા કે, “ખરેખર કર્મની ગતિ અકળ છે.” તેવા પ્રકારનો પ્રતિકાર કરેલો હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે, ભયંકર આપત્તિ ઉભી થઈ આવા પ્રકારના અપરાધ સેવનારને આ માટે દંડ ન હોય, પણ બીજો દંડ હાય, તે પણ હું પ્રભુને જાતે મળું.” એ પ્રમાણે કહ્યું
ત્યાર પછી મંત્રીએ રાજસભામાં બેઠેલા, તેના પ્રત્યે કેધ દષ્ટિવાળા રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે, “હે દેવ! આપને મેં પેલી મંજૂષા દેખ્યા પછી, તત્વ વિચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org