SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] ઉપદેશપદ-અનુવાદ ૩ર૭–જેમ અહિં લોકોમાં અજીર્ણ દોષ થયો હોય, તે ઔષધનું નિદાન કરી વ્યાધિ દૂર થતી પ્રત્યક્ષ અનુભવાય છે. તે પ્રમાણે ચાલુ જ્ઞાના પ્રભાવ માટે કથન કરવાનું આરંભ્ય, તેમાં પરિશુદ્ધ આજ્ઞાથી સર્વ દોષોથી મુક્ત-નિર્મલ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની આરાધનાથી જ્ઞાનાવરણ આદિ દુષ્ટ આઠકર્મોનો નાશભાવ પ્રાપ્ત થાય છે. કારણ કે, જળ અને અગ્નિ એ બંનેનો હંમેશાં વિરોધ હોય છે. તે પ્રમાણે કર્મના ઉપક્રમના-નાશભાવમાં તો વળી સર્વવ્યાધિથી અધિક એવા સંસાર-વ્યાધિનો ક્ષય થાય છે. તથા ક્ષપકશ્રેણિ વગેરેના લાભ પ્રકારથી સર્વ આસિક મતને સમ્મત ઇષ્ટ મોક્ષપ્રાપ્તિ થાય છે. (૩ર૭) હવે આજ્ઞાયાગની જ તેવી સંતુતિ કરતા કહે છે – ૩૨૮-કર્મને દૂર કરવા માટે આ પરિશુદ્ધ આજ્ઞાોગ એ જ વીર્ય છે-આત્મસામર્થ્ય છે. આગળ જેની વ્યાખ્યા સમજાવી ગયા, તે જ આજ્ઞાયોગ તે જ કર્મ ખસેડવા માટે પુરુષકાર–પુરુષાર્થ છે, નહિં કે, દોડવું, કૂદવું, વળગવું એવા પુરુષાર્થ કર્મ ખસેડવા સમર્થ નથી. મેહની બહુલતાવાળા આ જીવલોકમાં ઘણે ભાગે કેટલાકના ગળે આ વાત ઉતરતી નથી. સમજી શકવી મુશ્કેલ છે, પરંતુ હકીકત તો આ જ છે કે, વિવેકી આત્માઓ આ આજ્ઞાયોગનો જ પ્રચાર–અનુષ્ઠાન આદિ કરે છે. પરંતુ ગતાનુગતિક લક્ષણ લેકહેરિ–એકે કર્યું, તે બીજે કરે એવો આગળ-પાછળ, લાભગેરલાભને વિચાર કર્યા વગર આંધળી પ્રવૃત્તિ ન કરે. વાસ્તવિક રીતે આ ગહન પદાર્થનું વિવેચન કરી જ્ઞાનને નિશ્ચય કરાવનાર, સ્વરૂપ જણાવનાર આ જ્ઞાનગ છે. તે માટે કહેલું છે કે-“બુદ્ધિનું ફળ હોય તો તત્ત્વની વિચારણા કરવી તે છે.” કહેવાનો આશય એ છે કે–જેને ગ્રંથિભેદ થયો હોય, તેને પરિશુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ થાય છે, તે ઔદયિક ભાવને રોકીને આત્મવીર્ય પ્રગટ કરનાર થાય છે. એ જ આ પુરુષાર્થ કહેલો છે. શાથી? સર્વ કર્મના વિકાર-રહિત અથવા વિલક્ષણ એવા મોક્ષ સાથે એકાત્મસ્વરૂપ હોવાથી, માટે જ આ જ્ઞાન એ કમને ખસેડનાર-દૂર કરનાર એ હેતુ નિશ્ચિત કરાય છે. આ જ્ઞાનયોગ દ્વારા-આજ્ઞાગ દ્વારા દૂર થયેલાં કર્મોને ફરી ઉદય થવાને અભાવ હોય છે. મૂઢમતિવાળાઓને આ વાત સમજવી મુશ્કેલ છે, માટે પ્રૌઢજ્ઞાનના વિષયપણે આ વિર્ય-પુરુષાર્થ આદિ વ્યવસ્થિત કરેલા છે. (૩૨૮) હવે કહેલા પદાર્થને સિદ્ધ કરવા દષ્ટાંત કહે છે– ૩૨૯–આ વિષયમાં પુરુષકાર–પરાક્રમ-વીર્ય-સામર્થ્ય–ઉદ્યમથી કર્મના ક્ષેપસમાદિક થાય છે. તે વાત સિદ્ધ કરવા માટે સર્વનયવિશારદ વાર્તા, દંડ, નીતિ લક્ષણ ત્રણ આન્વીક્ષિકરૂપ ન્યાયની વિચારણામાં જે મહામંત્રી વિચક્ષણ ન હોય, તે રાજાચિંતા કરવા લાયક તે બનતો નથી. રાજ્યનાં સર્વ કાર્યની ચિંતા કરનાર હોય, તે આકીને સર્વ મંત્રીઓના ઉપર ભાગમાં રહેલે મારી-નિવારણ કરવાથી પ્રસિદ્ધિ પામેલ અણધાર્યા સર્વે કુટુંબને મરણથી નિવારણ કરનારો હોવાથી તેનું અસલ રૂઢ નામ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy