SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર અને નિશ્ચય આજ્ઞાયોગ [ ૨૮ તેના ચાર પ્રકાર માનેલા છે. હંમેશાં રોગો અજીર્ણથી ઉત્પન્ન થનારા છે અને તે ચાર પ્રકાર આ પ્રમાણે–આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ, રસશેષ. તથા રોગ ઉત્પન્ન થવા પહેલાં કારણને પરિત્યાગ કરે. અજીર્ણ થાય તેવા આહારનો ત્યાગ કરવો. તેમ કરનાર એકને આરોગ્ય થાય છે, બીજાને અજ્ઞાનાદિ દોષના કારણે નિદાનનો ત્યાગ ન કર્યો, એટલે વ્યાધિ ઉત્પન્ન થયા. જે જેના નિમિત્ત દોષ હોય, તે તેના પ્રતિપક્ષની સેવાથી તેનું નિવર્તન થાય છે. જેમ કે, ઠંડી સેવન કરવાથી ઉત્પન્ન થયેલી જડતા અગ્નિની ઉષ્ણતા સેવવાથી દૂર થાય છે. (૩૨૫) શંકા કરી કે-કારણભેદ પૂર્વક કાર્યભેદ હેય, આ સર્વ લોક-પ્રસિદ્ધ વ્યવહાર છે. તે પછી ભેજનાદિ નિમિત્ત તુલ્ય છતાં પણ બંનેમાં નિષ્ફલતા-સફલતા રૂપ વ્યાધિની. વિશેષતા થઈ તે જણાવે છે– ૩૨૬–વ્યવહારનયના આદેશથી લગભગ ઘણા સરખા ભાવે હોય તેને એક સ્વરૂપે માનવામાં આવે, વ્યાધિનાં ભેજનાદિ તુલ્ય કારણ છે, પરંતુ તે કારણ વ્યવહારનયથી, નહિં કે નિશ્ચયનયથી. નિશ્ચયનયથી ભેજનાદિ એ વ્યાધિનું સમાન કારણ નથી. વ્યવહારથી સમાન કારણ છે. જ્યાં સમાન કાર્ય છે, ત્યાં સમાન કારણનું અનુમાન થાય. જ્યાં અસમાન કાર્યની ઉત્પત્તિ થાય, ત્યાં કોઈ અપેક્ષાથી સમાન કાર ને અભાવ થાય. તથા તેમને આ મત છે કે-“કારણ વગર કાર્ય ન થાય, વળી જે અન્ય વસ્તુનું કારણ છે, તે કારણવાળું પણ આ કાર્ય ન થાય. જેમ કે, પટનું કારણ સૂતર, તે ઘટનું કારણ ન થાય, નહિતર કાર્ય-કારણની વ્યવસ્થા ક્યાંય ન થાય. - તેમાં સોપકમ, નિરુપક્રમ કર્મની સહાયતાથી ઉત્પન્ન થયેલ વ્યાધિ નિદાનનો અંતરંગ ભેદ રહે છે. કારણ કે, આ વ્યાધિ સફલભાવ કે નિષ્ફળભાવવાળી હોય છે. એટલે સાધ્ય અને અસાધ્ય એવા પ્રકારની વ્યાધિ છે. વ્યાધિના કારણોમાં અંતરંગ કારણો વિદ્યમાન છે, જેથી આ વ્યાધિ સફલભાવ અને નિષ્ફલ ભાવવાળા થાય છે. વળી વ્યવહાર તે કલ્પિત રૂપ નથી, પણ પારમાર્થિક છે. એવા અકલિપત વ્યવહારને આશ્રય લઈને પ્રકૃત વ્યાધિનું પ્રકરણ ચાલી રહેલું છે. તેમાં કારણની સમાનતા કેમ કહે છે ? આ શંકાના સમાધાન માં કહે છે કે-“આ પણ એક વ્યવ. હાર છે. કારણ કે, જે વ્યવહાર છે, તે તાવિક લાભનું સાધન છે. કારણ કે, વ્યવહારાય પછી જ છદ્મસ્થ લોકોની પ્રવૃત્તિ થાય છે. તો તેનું જ આ કારણ છે. નિશ્ચયથી જે પ્રવૃત્તિ થાય છે, તેનું આ વ્યવહાર પ્રવૃત્તિ કારણ નથી. નિશ્ચયનયથી જે પ્રવૃત્તિ થાય છે, તે જ્ઞાની પુરુષમાં થાય છે. નિશ્ચયનયાનુસાર જે પ્રવૃત્તિ થાય છે, ત્યારે ફલની સાથે સંબંધ થાય છે. બીજ આદિની શુદ્ધિ કરીને ખેડૂતે રોકાવટ ન થાય, અતિવૃષ્ટિ, છત્પત્તિને ઉપદ્રવ, હિમ વગેરેના ઉપદ્રવો ન થાય તો અવશ્ય અભિલષિત ફલને લાભ થશે-એમ ઉપાયને નિશ્ચિત કરીને પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને વાંછિત ફલને લાભ થાય છે–તેમ દેખાય છે. (૩૨૬) એ જ વાત ચાલુમાં જોડે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy