SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદુદત્ત-કથા [ ૨૭૭ વછૂટે, અરતિ–શક થાય, તે સર્વ દેવલોકમાં થવા લાગે–એટલે દેવતાઓ સમજી જાય કે, નજીકના કાળમાં ચ્યવન થશે. આ ચિહ્નો દેખીને પુરહિતપુત્રે મહાવિદેહમાં જિનેશ્વર પાસે જઈને પિતાના બધિબીજ સંબંધી પૃચ્છા કરી કે, “ હું સુલભધિ કે દુર્લભ બધિ થઈશ ?” ભગવાને કહ્યું કે, “તને બેધિ મુશ્કેલીથી મળશે.” સુર–કયા કારણથી બોધિદુર્લભ થયે છું અને તે કેટલા પ્રમાણવાળું છે ? જિન–નાનું નિમિત્ત છે અને તે ગુરુ ઉપર પ્રહેષ માત્ર લક્ષણ છે, પણ અત્યંત પરંપરા ફળવાળું મહાનિમિત્ત નથી. સુર–બાધિલાભ કયારે થશે ? જિન–દેવભવ પછીના તરતના ભાવમાં થોડા દિવસમાં જ લાભ થશે. સુર–કોની પાસેથી ? જિન-પોતાના ભાઈના જીવ પાસેથી. (૩૦૦) સુર–ભાઈને જીવ હાલ ક્યાં છે? તો કે કૌશાંબીમાં. સુર–તેનું શું નામ છે? પ્રથમ નામ અશકદત્ત, પાછળથી મૂક-મૂંગો એવું નામ પાડયું છે. ત્યાર પછી જિનેશ્વરે પૂર્વ ભવની વાત કરી કે, “કૌશાંબી નગરીમાં હંમેશાં - આરંભ-સમારંભ કરી ધન મેળવનાર તાપસ શેઠ હતા. તે મર્યા પછી પોતાના જ ઘરમાં ભુડપણે ઉત્પન્ન થયો. પૂર્વભવનું સ્મરણ થયું. રસોયણે મારી નાખ્યો. બિલાડી બીજા માંસને બોટી ગઈ, તેથી તેને મારી તેનું માંસ પકાવ્યું. વળી પોતાના જ ઘરમાં સર્ષ પણે ઉત્પન્ન થયે. રસોયણ ભય પામી, કોલાહલ કર્યો, એટલે લોકોએ તેને મારી નાખ્યો, મરીને પોતાના પુત્રનો પુત્ર થયો. પૂર્વભવની જાતિઓનું સ્મરણ થયું. લજા પામેલા તેણે પુત્રવધૂને માતા અને પુત્રને પિતા કેમ કહેવાય ? તે કારણે મૌનવ્રત લીધું. ત્યાર પછી તે કુમારે લગ્ન ન કર્યા. ત્યાં કેઈક ચારજ્ઞાની મુનિ પધાર્યા. તે મુનિએ ક્ષેત્ર-સંબંધી ઉપયોગ મૂક્યો, એટલે જ્ઞાન થયું કે, તેને બધિલાભ થવાને આ અવસર છે. એમ વિચારી સાધુ-સંઘાટકને તેના વૃત્તાન્ત સંબંધી પાઠ શીખવીને મોકલ્યા. કેવી રીતે ? “હે તાપસ ! નિરર્થક એવા આ મૌનવ્રતથી શું લાભ? જિનપ્રણીત એવા ધર્મને અંગીકાર કર, તું મૃત્યુ પામીને ભૂંડ, સર્પ અને પુત્રના પુત્રપણે ઉત્પન્ન થયો છે. પ્રથમ તો આ સાંભળી વિસ્મય પામ્યા, પછી વંદન કર્યું, ત્યાર પછી પૂછયું કે, “આપે આ હકીકત કેવી રીતે જાણું? તેઓએ કહ્યું કે, “અમારા ગુરુ જાણે છે, અમે કાંઈ જાણતા નથી. તે મહાભાગ્યશાળી અત્યારે ક્યાં વર્તે છે? તેઓએ કહ્યું કે, “ઉદ્યાનમાં રોકાયા છે.” પેલો મુંગો ઉદ્યાનમાં ગયો. ત્યાં જઈ વંદના કરી. ગુરુએ ધર્મકથન કર્યું, એટલે સમ્યક્ત્વરૂપ પ્રતિબધ થયે. તેવા પ્રકારની વાસનાથી લોકોમાં મુંગા નામની પ્રસિદ્ધિ ન ભૂંસાઈ, તેથી કરીને તેનું તે જ મુંગો એવું નામ કાયમ રહ્યું. આ વિધિથી તેનું બીજું નામ મુંગો એવું જાણવું. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy