SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્રદત્ત-કથા [ ર૭૧ આ પુરહિતપુત્ર દુર્લભધિ થશે.” તેને અબેધિ થવાનું નિમિત્ત શું? પ્રભુએ કહ્યું કે, “ગુરુ ઉપરનો પ્રષ.” આ તો નાનું કારણ છે. તો હવે ફરી ક્યારે બાધિ-લાભ થશે? જિન-આગલા જન્મમાં” દેવ–કેવી રીતે ? જિન-પોતાના ભાઈના જીવથી. દેવ-તે અત્યારે ક્યાં છે? જિન-કૌશાંબી નામની ઉત્તમ નગરીમાં. દેવ–હે ભગવંત! તેનું શું નામ છે? જિન-તેનું બીજું નામ મુંગે છે. પ્રથમ નામ અશોકદત્ત છે. દેવ–એ નામ કેવી રીતે થયું? કે, લોકો તેને મુગો કહેવા લાગ્યા, જિન-તે વાત એકચિત્તથી સાંભળ. પિતાની શેભાથી અમરાપુરીને ઝાંખી પાડનાર એવી કૌશાંબી નગરીમાં ઘન– ધાન્યથી સમૃદ્ધ એ તાપસ નામનો શેઠ હતું. તેને વિશ્વાસભૂત સર્વાગ-સંપૂર્ણ સુંદર ભાર્યા હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થયેલા અનેક ગુણવાળે કુલધર નામને પુત્ર હતો. શેઠ પરિગ્રહમાં ઘણું આસક્ત હતા. અનેક પ્રકારના આરંભ કરીને ધને પાર્જન કરતા હતા, પરંતુ ધર્મ કરવામાં પરામુખવાળા હતા. કાળે કરીને મૃત્યુ પામ્યા. પિતાના ઘરમાં જ (૭૫) જડ સ્વભાવવાળા, ખાડાના ડુક્કરપણે ઉત્પન્ન થયા. પિતાના કુટુંબને દેખી પિતાની જુની જાતિ યાદ આવી કે, “હું આ ઘરનો સ્વામી હતો. તેના પ્રેમપાશમાં જકડાયેલે તે આમ-તેમ ભમવા લાગ્યો. પિતાની મૃત્યુની વાર્ષિક સંવત્સરી આવી, ત્યારે બ્રાહ્મણના ભેજન-નિમિત્તે ઘણું માંસ પકાવીને તૈયાર કર્યું. ત્યાર પછી રસોયણને કઈ પ્રકારે પ્રમત્તભાવ થવાથી તે માંસ બિલાડીએ બેય્-એઠું કર્યું. એટલે કપ પામેલી, તેને બીજું માંસ ન મળવાથી તે ડુક્કરને હો અને જલદી તેનું માંસ પકાવીને તૈયાર કર્યું. વળી તે ડકરને જીવ રોષ પામવાથી મરીને તે જ ઘરે સર્ષપણે થયે. ત્યાં તેને જાતિસ્મરણ થયું અને પૂર્વ નેહથી ત્યાં જ ભ્રમણ કરતા હતા. નિઃશંકપણે પિતાના કુટુંબને અવલોકન કરતો ત્યાં જ રહેતા હતા. દરમ્યાન રસોયાછીએ તે સપને દેખે એટલે કોલાહલ કરી મૂક્યો. પિોતે ભયભીત બની ગઈ અને મજબૂત કાષ્ટ મારીને મૃત્યુ પમાડ્યો. તે સમયે પરિણામની શુભ લેશ્યા થવાથી પિતાના પુત્રને તે પુત્ર થયે. માતા-પિતાએ અશકદત્ત નામ પાડયું. પ્રતિદિન શરીરથી વૃદ્ધિ પામતે તે બાળક કઈ સમયે જાતિસ્મરણવાળો થો. હવે પોતાને લજજા આવી, એટલે પુત્રને બાપા કહી શી રીતે સંબોધવા અને પુત્રવધૂને માતા કેવી રીતે કહેવી?”—એમ ધારીને તે ઉત્તમ મૌનવ્રતને ધારણ કરવા લાગ્યો અને તે આ પ્રમાણે મૂકપણે રહ્યો છે. કુમારપણામાં રહેલો તે એકાંતે વિષયોથી વિમુખ રહેલ હતા, ત્યારે કંઈક સમયે નિર્મલ ચાર જ્ઞાનવાળા, ગામ, નગર, ખાણ વગેરે યુક્ત ભૂમંડલમાં વિહાર કરતા કરતા ધર્મરથ નામના આચાર્ય ગામ બહારના ઉદ્યાનમાં પધાર્યા, તેમણે ઉપગ મૂક્યો કે, અહિં ગામમાં કોને પ્રતિબોધ થશે?” જાણ્યું કે, તાપસ શેઠને જીવ મૂકપણું પામેલો છે. અવસર જાણીને હવે તેને બાધિલાભ થશે, એટલે બે સાધુને તેની પાસે મોકલ્યા. તેની પાસે જઈ આ ગાથા સંભળાવી કે-“હે તાપસ ! ધર્મ જાણવા છતાં તે અહિં સૌનવ્રત કેમ ધારણ કર્યું છે? તું મૃત્યુ પામીને ડુક્કર, સર્પ અને પુત્રને પુત્ર થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy