SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] ઉપદેશપદ-અનુવાદ છે.” તે સાંભળીને વિસ્મય ચિત્તવાળે તે સાધુને વંદન કરે છે. ત્યાર પછી પૂછ્યું કે, તમે આ મારો વૃત્તાન્ત કેવી રીતે જાણ્યો ? તે તેઓએ જણાવ્યું કે, “અમારા ગુરુ જાણે છે, અમે તો કંઈ જાણતા નથી.” “તેઓ ક્યાં રહે છે?” એમ પૂછ્યું, ત્યારે કહ્યું કે, “મનોરમ નામના ઉદ્યાનમાં” આશ્ચર્ય પામેલે તે ત્યાં ગયા. વંદન કર્યું. ત્યાર પછી જિનભાષિત ધર્મ શ્રવણ કર્યો. સમગ્ર આધિ, વ્યાધિ-સમૂહરૂપી પર્વતને ચૂરો કરવામાં વા સમાન બેધિ પ્રાપ્ત કર્યું, મૌનવ્રતને ત્યાગ કરી તે બોલવા લાગે, પરંતુ પ્રસિદ્ધિ પામેલું “મૂંગે” એવું નામ ન ભૂંસાયું. આ પ્રમાણે મૂંગે એવા પ્રકારનું નામ લેકમાં પ્રસિદ્ધિ પામ્યું. દેવ–હે ભગવંત! આ મુંગાથી મને બેધિ ક્યાં થશે? જિન–વિતાઠ્ય પર્વતના શિખરના સિદ્ધાયતનકૂટમાં. - દેવ–કયા ઉપાયથી આ થશે? જિન-પૂર્વના જાતિસ્મરણથી. ( દેવ-તે પણ ક્યારે થશે? જિન–પિતાનાં કુંડલોને દેખવાથી. –એ પ્રમાણે બધિ પ્રાપ્ત કરવાને ઉપાય પ્રાપ્ત થવાથી બહુમાનપૂર્વક ભગવં. તને નમસ્કાર કરીને તે દેવ કૌશાંબીમાં મૂંગાની પાસે ગયો. પોતાની રૂપલક્ષમી બતાવીને કહ્યું કે, “હું તારો નાનો ભાઈ થઈશ. તું તેમ કરજે કે, જેથી મને જલદી બાધિ ઉત્પન્ન થાય. તે તેને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધકૂટના જિનભવનમાં લઈ ગયા. પિતાનું કંડલા યુગલ તેના દેખતાં ત્યાં સ્થાપન કર્યું. (૧૦૦) તેણે ચિતવેલા મને રથો પૂર્ણ કરનાર એવું ચિંતામણિરત્ન દેવે તે મૂંગાને આપ્યું-એમ કરીને તે દેવ સ્વર્ગમાં ગયા. પેલા રત્નથી તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેઈક સમયે અકાલે આમ્રફલ ખાવાને માતાને દેહલે થયે. દેહલે પૂર્ણ ન થવાથી તે દુર્બલ દેહવાળી થઈ, એટલે તેને શંકા થઈ જિનવચન સત્ય જ હોય છે. પેલે દેવ અહિં ઉત્પન્ન થયો છે. તે રત્નના પ્રભાવથી અકાલે પણ આમ્રવૃક્ષે ફળ્યા. સન્માનિત દોકલાવાળી તે ગર્ભને વહન કરવા લાગી. નવ મહિનાથી અધિક કેટલાક દિવસ વીત્યા પછી પૂર્વદિશા જેમ સૂર્યને તેમ તેણે મને હર પુત્રને જન્મ આપે. નવા જન્મેલા બાળકને દાનમાં નવકારનું સુંદર દાન. આપ્યું. તેમ જ કુલવૃદ્ધિ કરનાર તેને ઘણો માટે જન્મત્સવ કર્યો. નામકરણની વિધિમાં અહંદૂત્ત” એવું નામ સ્થાપન કર્યું. કેમે કરી વૃદ્ધિ પામ્યો, એટલે બાળકને જિનેશ્વ. રના મંદિરમાં તેમ જ સાધુઓ પાસે લઈ જવાતે હતા, તેમના ચરણ-કમળમાં પગે લગાડાતો હતે. અતિકટુક રુદન કરે, ત્યારે તેને મારતા પણ હતા. યૌવનવય પામ્ય, ત્યારે ઘણા લાવણ્યવાળી ચાર કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. બાધા વગરના ચિત્તથી તેની સાથે રાત્રિ કે દિવસને વિભાગ કર્યા વગર વિષયસુખ ભાગવતે હતે. સમય પાક્યા એટલે અશોકદરે પૂર્વ સંકેત કહ્યો, તે પણ તલના ફેતરા જેટલી પણ તેની વાત સ્વીકારતા નથી. એટલે અશોકદર તીવ્ર સંવેગથી પ્રવજ્યા અંગીકાર કરીને ઉગ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy