SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] ઉપદેશપદ-અનુવાદ થંભાવ્યા છે. તે કહે છે કે, “અમારામાંથી કોઈએ એ કાર્ય કર્યું નથી.” રાજા કહે કે, “એમાં ફેરફાર નથી. નક્કી નવા આવનાર મુનિએ કર્યું હશે–એમ ધારીને તેની શોધ કરવા તત્પર બનેલો રાજા તપાસ કરાવે છે. જાણ્યું એટલે તેમની પાસે રાજા ગયો. જ્યાં મુનિને દેખ્યા એટલે ઓળખ્યા કે, “આ તો અપરાજિત નામના મારા મોટા બંધુ છે. અરે રે! ખોટું થયું. અત્યાર સુધી પરાભવ પામતા મુનિઓનું મેં રક્ષણ ન કર્યું'-એમ લજજાથી પ્લાન વદનવાળો રાજા તે મોટાભાઈ–મુનિવરને ભૂમિને સ્પર્શ થાય, તે રીતે મસ્તક નમાવી ચરણમાં પડ્યો. નિસ્પૃહ મનવાળા ઉપાલંભ આપતા તે રાજાને કહેવા લાગ્યા કે-“શરદના ચંદ્ર જેવા ઉજજવલ તમારા કુળમાં જનમેલાને અધમલકને યોગ્ય એ પ્રમાદ (ઉપેક્ષા) કરે એગ્ય ન ગણાય. ભયંકર જવાલા-યુક્ત અગ્નિ જે જળપાત્રમાંથી ભભુકે, તો તેવું જળ કઈ છે કે, જેનાથી તે ઓલવાય? તો આવા કુળમાંથી સાધુઓને પરેશાની–હેરાનગતિ–પરાભવ ઉત્પન્ન થયે, તે થોડો પણ બચાવવા કઈ સમર્થ નથી. પગે વળગીને તે મુનિને ખમાવે છે અને કહે છે કે-“કૃપા-દયા કરીને જેવી રીતે સાજો થાય તેમ કરો.” મુનિ કહે કે, “જે મારી પ્રવ્રજ્યા અંગીકાર કરે, તો તેમ કરું.” રાજાએ કહ્યું કે- આપને સમર્પણ કર્યા, પરંતુ મનમાં વિક૯૫ થાય છે કે, તેઓ બેલવા સમર્થ નથી, તે જેમ બોલી શકે તેમ ક્ષણવાર બેલતા કરો”—એમ વિનંતિ કરી, એટલે મુનિ તેની પાસે ગયા. તેઓનાં મુખયંત્રે સાજા કરીને વિસ્તારથી ધર્મ સમજાવ્યું. પ્રત્રજ્યા માટે પૂછયું, તે સંવેગ પામેલા તે કુમારોએ શાંતિ આદિ ગુણો અને યુગો વડે તેવા પ્રકારના પૂર્વભવના અભ્યાસથી તે વાતનો સ્વીકાર કર્યો. આગળ જેવા પ્રકારનું નિરોગી શરીર હતું, તેવા પ્રકારનું સર્વ અંગોના સાંધાઓ જેડીને કરી આપ્યું. મુનિચર્યા સહિત બીજા દિવસે શુભ મુહૂતે રાજકુલને ઉચિત નીતિથી બંનેએ દીક્ષા અંગીકાર કરી. રાજપુત્ર વિચારે છે કે, આમણે મારા ઉપર ઉપકાર કર્યો.” બીજો પુરોહિત પુત્ર વિચારે છે કે, ખરેખર આણે દુષ્ટ અધ્યવસાયથી, બળાત્કારથી અમને છોડાવ્યા છે, નરકમાં પતન પામવા સિવાય આનું બીજુ ફલ તેને થવાનું નથી. આ ઉપાય વગર બીજો ઉપાય ન હતો? તો આ પીડા ઔષધ સરખી હિતકારી છે, પરંતુ તત્વભૂત ન હતી. –આ પ્રમાણે પુરહિતપુત્ર વિચારતા હતા, બીજું જે વિડંબના કરીને પરાણે દીક્ષા લેવરાવી, તે સુંદર કાર્ય તેણે કર્યું નથી. નિષ્કલંક પાલન કરેલા વ્રતવાળા સમાધિ તત્પર બનેલા ત્યાંથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયા. પરંતુ પુરોહિતપુત્રના મનમાંથી ગુરુષ ન ગયો. તે દ્વેષ સહિત સર્વ અંત ક્રિયાઓ કરી. દેવલોકમાં ઉદાર ભાગો પ્રાપ્ત થયા. જિનેશ્વરોના મહોત્સવ કર્યા. ક૯પદ્રુમ આદિના પ્રભાવ ઘટવા લાગ્યા, તેથી પિતાને ચ્યવનકાલ નજીક જા, એટલે મહાવિદેહમાં જિનેશ્વરોની પાસે જઈને ધર્મશ્રવણ કર્યો. અવસર મળે એટલે ભગવંતને પૂછ્યું કે, “અમે હવે આગળના ભાવમાં સુલભધિ કે દુર્લભધિ થઈશુ?” એમ પ્રશ્ન કર્યો, એટલે ભગવંતે તેમને કહ્યું કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy