SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] ઉપદેશપદ-અનુવાદ ઉત્પન્ન થયા. “આ સાધુઓ હું ગૃહસ્થ હતા, ત્યારે મારું ગૌરવ જાળવતા હતા, તો હવે હું ઘરે જાઉં એવી ચિંતા ઉત્પન્ન થઈ. પ્રભાતે વીર ભગવંતે તેને કહ્યું કે, “રાત્રે તે આ પ્રકારે ચિંતવ્યું.” “સાચી વાત” એમ કબૂલ્યું, ભગવાને કહ્યું કે, “તારે આમ વિચારવું યંગ્ય નથી. કારણ કે- આ ભવ પહેલાના ત્રીજા ભવમાં તું “સુમેરુ નામને હાથી હતા. વૃદ્ધ થતાં વનમાં દવાગ્નિ સળગ્યા. ભય પામી નાઠો. તાશ લાગી, એટલે તું કાંઠા વગરના અ૮૫જળવાળા કાદવવાળા સરોવરમાં ઉતર્યો. બીજા હાથીએ દંકૂશળથી તને ઘાયલ કર્યો. સાત દિવસ વેદના સહી મૃત્યુ પામ્યા. ફરી “મેરુપ્રભ” નામનો હાથી થયો. ફરી દવ લાગે, એટલે જાતિસ્મરણ થયું. પૂર્વભવમાં વનદવથી મારું મરણ થયું હતું, માટે તેને પ્રતિકાર થાય તેમ કરું. વર્ષાકાલ થયો, એટલે તૃણ, કાષ્ઠ વગેરે દાહ્ય વસ્તુઓ દૂર કરીને જ્યારે ઉષ્ણકાળમાં વનદવ ફેલાય, તો તે સ્થાનમાં તેને રહેવાનું થાય, તેમ જ બીજા જીવોને પણ તે સ્થાન શરણ આપનારું બને. ત્યારપછી વનદવ લાગવાથી તે ઉજજડ સ્થાનમાં ઘણા પશુઓ જીવ બચાવવા દોડી આવ્યા, જેથી સંકડામણ થઈ ગઈ. હાથીએ પગ ઉંચો કર્યો, તે તે વખતે શરીર ખયું. પગની જગામાં સસલું આવીને સ્થિર થયું. અનુકંપાથી તે પગ અદ્ધર રાખે. દયા-પરિણામથી ભવ ટૂંકા કર્યા, મનુષ્ય-આયુષ્ય બાંધ્યું. ત્રીજા દિવસે તું ભૂમિ પર ઢળી પડ્યો. ત્યાર પછી રાજગૃહમાં જન્મ થયે. ધર્મ શ્રવણ કર્યો. ચારિત્રની ભાવના થઈ. આગલા ભવમાં તિર્યંચમાં હતા. ત્યારે કાગડા, ગીધ, શિયાળ વગેરે તારું ભક્ષણ કરતા હતા, તેને સહન કરવાથી, સસલાની અનુકંપાથી ગુણ-ઉપકાર થયો. જેથી આ પ્રત્રજ્યારૂપ લાભ થશે. આ સાંભળી સંવેગ થયે. ‘મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવા પ્રકારના પ્રાયશ્ચિત્તથી, ચારિત્ર-પરિણતિની નિર્મલતા થાય છે. તથા આખી જિંદગી સુધી શુદ્ધ પ્રવૃત્તિરૂપ પ્રત્રજ્યા પાળી. ત્યાંથી “વિજય” વિમાનમાં ઉત્પન્ન થયે. ત્યાંથી બોધ પામી સિદ્ધિ પ્રાપ્ત કરશે (૨૬૫ થી ૨૭૨) ૨૭૩–કંટક-ખલના સમાન, માગ માં ચાલતા પથિકને કાંટો વાગવા સમાન આ મેઘમુનિને ચિત્તને સંલેશ થયો. તે કેવો? તે કે, પરિમિત વિન્ન કરનાર, તે કાંટા સમાન વિદન નીકળી ગયું–એટલે છેક છેલ્લા ભવ સુધી સમ્યગદર્શનાદિ રૂપ સિદ્ધિમાગે અખલિતપણે ગમન કરી શકે. (૨૭૩) હવે દહન દેવતાનું દષ્ટાન્ત કહેવાની અભિલાષાવાળા કહે છે – ર૭૪–પાટલિપુત્ર નામના નગરમાં હુતાશન નામને બ્રાહ્મણ, તેને જ્વલનશિખા નામની પત્ની હતી. આ બંને શ્રાવકો હતા. તેમને જવલન અને દહન નામના બે પુત્ર થયા. તે બંનેએ દીક્ષા લીધી, સૌધર્મ દેવલોકમાં પાંચપલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. આમલકપા નગરીમાં મહાવીર ભગવંતની પાસે નીચે આવ્યા અને તેમની આગળ નાટક કરવા માટે વિક્રિયરૂપ વિકુવ્યું. ગણધર ભગવંતે પૃચ્છા કરી. (૨૭૪) એ સંબંધી છ ગાથાથી વિચાર કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy