SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમાર-કથા [ ૨૫૯ ચલાવવું, રમાડવું ઇત્યાદિક હજારો મહોત્સવથી લાલન-પાલન કરાત, પર્વતમાં રહેલા ચંપકવૃક્ષની જેમ દેહશેભાથી વૃદ્ધિ પામવા લાગ્યો. એગ્ય સમય થયે, એટલે સમગ્ર કળાઓમાં કુશળ બન્યો. વિશાળ શોભાના સ્થાન સરખી, સૌન્દર્યરૂપ જળરાશિ જેમાં પરિપૂર્ણ છે એવી ન્યૂનતા–હિત યૌવનવય પામ્યો. ત્યાર પછી સમાન કળાસમાન ગુણો-સમાન કાયાવાળી આઠ કન્યાઓ સાથે પ્રશસ્ત ઉચિત વિધિથી તેને વિવાહ કર્યો. શ્રેણિક રાજાએ તે દરેક કન્યાઓને એક એક અલગ અલગ મહેલ આપ્યો. તેમ જ દરેકને ક્રોડ ક્રેડ-પ્રમાણ સુવર્ણ અને રૂપાનાણું આપ્યું. બીજા પણ ધનવાન લોકોના ઘર યેગ્ય જે કંઈ પણ વસ્તુઓ હોય, તે સર્વ આઠે આઠ વહુઓને તે જ ક્ષણે અર્પણ કરી. દેવલોકમાં દેગુંદક દેવો જેવી રીતે વિલાસ કરે, તેની જેમ તે મેઘકુમાર તે સ્ત્રીઓ સાથે વિષાદરૂપી વિષના વેગ રહિત થયો કે વિષયે ભોગવવા લાગ્યા. એટલામાં ભુવનના અપૂર્વ સૂર્ય સમ ન સર્વ જીવ ઉપર વાત્સલ્ય રાખનાર એવા છેલ્લા તીર્થકર વદ્ધ માનસ્વામી ત્યાં સમવસર્યા. “ગુણશિલ નામના દૈત્યોદ્યાનમાં ભગવાન પધાર્યા છે એવા સમાચાર સાંભળીને ઈન્દ્રની જેમ સપરિવાર રાજા વંદન કરવા માટે નગરમાંથી નીકળે. તેની સાથે મેઘકુમાર પણ અશ્વ જોડેલા, મનોહર ઘંટવાળ રથમાં આરૂઢ થઈ ત્યાં ગયા અને વિકસિત નેત્રથી ભગવંતને દેખીને તેમને પ્રણામ કર્યા. ભગવતે ધર્મ સંભળાવ્યું કે, “બુદ્ધિશાળીઓએ સળગતા અગ્નિની જવાલાવાળા ઘરમાં રહેવું જેમ યુક્ત નથી, તેમ જન્મ, જરા અને મરણથી ભયંકર, પ્રિયના વિગ, અનિષ્ટના સંયેગથી વિરસ વિજળીના ચમકારા સરખા અસ્થિર, ફેતરા ખાંડવા સરખા અસાર એવા ભવમાં રહેવું યોગ્ય નથી. આ અતિદુર્લભ મનોહર મનુષ્યભવ છે, અને આ વિષયે ઘણા વિષમ છે, માટે સર્વ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા પૂર્વક ધર્મમાં આદર કરે જોઈએ. પથિકના સમાગમ સમાન સર્વના સંગમ દુઃખના અંતવાળા છે. જીવિત પણ મરણના છેડાવાળું છે; તો હવે તેનું નિર્વાણ કરવું અર્થાત્ કાયમ માટે જન્મ-મરણ બંધ થાય, તેવા ઉપાય કરવા યુક્ત છે. આ પ્રમાણે તે જન્મને ઓલવવા માટે બંધ કરવા માટે જિન ધર્મરૂપી જળ વરસાવનાર મેઘ સમર્થ કહેવાય છે, તે તેને સમ્યગુપણે ગ્રહણ કરે. આવા પ્રકારની દેશનાના અંતે ઘણા પ્રાણીઓ બોધ પામ્યા. તે સમયે આંસુ-યુક્ત નેત્રવાળે રોમાંચથી અંકુરિત સળંગવાળા મેઘકુમાર ત્રણ પ્રદક્ષિણા આપીને ભગવંતને કહેવા લાગ્યો કે, “આપે જે ધર્મોપદેશ આપ્યો. તે સર્વથા યથાર્થ જ છે, તેમાં લગાર પણ ફેરફાર કે જૂઠ નથી. હું આપની પાસે પ્રત્રકા અંગીકાર કરી આ ભવરૂપી મસાણમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરું છું, તેથી કરીને માતા-પિતાને પૂછી લઉં”—એમ કહીને પિતાના ઘરે ગયે માતાને કહ્યું કે, “હે માતાજી! આજે મેં ભગવંતને વંદન કરી તેમની પાસેથી કાનને સુખ કરનાર અમૃત સખો ધર્મ શ્રવણ કર્યો. તે માતા મેઘકુમારને કહેવા લાગી કે, “હે જાયા ! તું એક જ ભાગ્યશાળી અને કૃતાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy