SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] ઉપદેશપદ-અનુવાદ બન્ય, આજે તું પૂર્ણ મનેરથવાળો થયે, કારણ કે જગતના એક ગુરુ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન ગુણના ભંડાર એવા ભગવંતના ચરણકમળને વિકસિત મનથી જોયા. ત્યારે મેઘકુમારે કહ્યું કે, “હે માતાજી ! એ ભગવાનના ચરણ-કમળમાં ગૃહવાસને ત્યાગ કરીને આ સંસારના તીવદુઃખથી હું દીક્ષા લેવાની ઈચ્છા કરું છું. તીર્ણ કુહાડીથી કપાયેલી ચંપકવેલડીની જેમ તે એકદમ પૃથ્વીપીઠ ઉપર ઢળી પડી. સર્વ અંગનાં આભૂષણો તૂટી જવાથી ભગ્ન સૌભાગ્યવાળી એવી તે બેભાન બની ગઈ. પવન અને શીતલ જળ, ઘણો ચંદનરસ વારંવાર છાંટ્યો, વિજણાથી પવન નાખે, ત્યારે નયન ખેલી તે કહેવા લાગી કે, “હે પુત્ર ! ઉંબરપુષ્પની જેમ તને મેં અતિ દુર્લભ તાથી પ્રાપ્ત કરેલ છે, તે જ્યાં સુધી હું જીવું, ત્યાં સુધી અહીં વ્રત વગરને મારી પાસે જ રહે. હે કુલતિલક ! તારા વિરહમાં મારો આત્મા જલદી ચાલ્યો જશે. હું પરલોકગમન કરું, પછી તું પ્રવ્રજ્યા અંગીકાર કરજે. એમ કરવાથી તે સુંદર ! તેં કૃતજ્ઞતા કરેલી કહેવાશે. મેઘ–પાણીના પરપોટા, વિજળીલતા, કુશાગ્ર જળબિન્દુ, ધ્વજાપટ આદિની ઉપમાવાળા મનુષ્યના જીવિતમાં મરણ પ્રથમ કેનું થશે અને પાછળ કોણ મૃત્યુ પામશે ? તે કોણ જાણી શકે છે? આ અતિદુર્લભ બધિ ફરી ક્યારે થશે? હે માતાજી ! ધર્યનું અવલંબન કરીને મને રજા આપી મુક્ત કરે.” ધારિણી–મિત મધુર વચન બોલનાર, લજજા-મર્યાદા ગુણથી મનોહર, શરદચંદ્ર સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન નેત્રવાળી, નિપુણ વિનય કરનારી એવી આઠ રાજપુત્રીઓ સાથે તારો વિવાહ કરેલો છે. તેની સાથે પાંચ પ્રકારના સારભૂત વિષય ભોગવ. અત્યારે પોતાના કુળમાં રહીને ધમ કર, પાછળ એકાંતે વૈરાગી બની પ્રજ્યા સ્વીકારજે. મેઘ-આ સ્ત્રીઓ અશુચિસ્થાન સ્વરૂપ છે, જન્મ પણ અશુચિથી થાય છે. અશુચિ પદાર્થનું જ અવલંબન કરનારી છે, ઘણા ભાગે અનાર્ય-કાર્ય કરવામાં સજજ, ગ, વૃદ્ધાવસ્થાથી જર્જરિત થનારી મરણના છેડાવાળી એવી સ્ત્રીઓ વિષે પરમાર્થ જાણનાર કયે પુરુષ તેમાં રાગ કરે ? ધારિણી–હે પુત્ર! વંશ-પરંપરાથી મેળવેલું આ ધનનું સન્માન કર, દીનઅનાથને દાન આપ, બંધુવર્ગ સાથે તેને ભગવટો કર, એમ કરવાથી તારો અખૂટ યશ ઉછળશે અને બંદીજને પણ તારા ગુણોનું કીર્તન કરશે જ્યારે તરુણાવસ્થા પૂરી થાય, એટલે પાછળની વયમાં દીક્ષા અંગીકાર કરજે. મેઘ-પિતાની ધનસંપત્તિના વારસદાર-સમાન નેત્રવાળા, જળ અને અગ્નિને સાધારણ, નદીના તરંગ સરખી ચપળ એ સંપત્તિમાં કયે બુદ્ધિશાળી મમત્વભાવ કરે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy