SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમાર-કથા [ ૨૫૭ યોગ્ય સત્કારાદિ ઉપચાર કર્યો. ત્યારપછી સુખે બેઠેલા સર્વેને પૂછયું કે, “ધારિણદેવીને આ સ્વપ્ન આવેલ છે, તો તે સ્વપ્ન દેખ્યાનું શું ફલ ? તે પંડિતો પણ પોતપિતાનાં સ્વપ્નશાસ્ત્રોને પરસ્પર વિચારીને વિકસિત વદનવાળા કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! તીર્થકરોની અને ચક્રવર્તીની માતાઓ મંગલ-કલાપ કરનાર એવાં આ ચૌદ સ્વપ્ન દેખે છે, તે આ પ્રમાણે-હાથી, વૃષભ, સિંહ, શ્રીદેવીનો અભિષેક, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કળશ, પદ્મસરેવર, સમુદ્ર, વિમાન-ભવન, રત્નરાશિ અને અગ્નિ. વળી જે વાસુદેવની માતા હોય, તે આમાંથી કોઈ પણ સાત સ્વપ્નો દેખે, બલદેવની માતા વળી ચાર સ્વને, માંડલિકરાજાની માતા ગમે તે કોઈ એક સ્વપ્ન દેખે. ગર્ભના લાભ સમયે આ કહેલ સ્વપ્ન દેખે. માટે આને ઉત્તમ પુત્ર થશે, સમય આવશે, ત્યારે તે રાજ્ય સ્વામી અથવા મુનિ થશે. સ્વપ્ન પાઠકોને રાજાએ ઉદારતાથી પુષ્કળ આજીવિકાવૃત્તિ બાંધી આપી, એટલે તેઓ પોતાના ઘરે ગયા. તે ધારિણદેવી તે સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગી. ત્રણ મહિના પસાર થયા પછી અકાલે વરસાદ વરસવા વિષયક દેહલો ઉત્પન્ન થયો. તે કેવા પ્રકારનો ? તો કે હું સેચનક હસ્તિરાજ ઉપર આરૂઢ થયેલી હોઉં, મારા ઉપર છત્ર ધરેલું હોય, સાથે શ્રેણિક રાજા પણ બેઠેલા હોય, આખા પરિવાર-સહિત વર્ષાકાળની શેભાના સમૂહથી મંડિત નગર વચ્ચેથી વૈભારગિરિની તળેટીમાં તેમ જ બહાર બીજી પર્વતનદીઓ વહેતી હોય, મેરનાં મંડલે નૃત્ય કરતાં હોય, ભયંકર વિજળી દંડ આડંબરથી દિશાચ શોભાયમાન બનેલાં હોય, દેડકાનાં કુલના શબ્દોથી આકાશનાં વિવરે પૂરાયેલા હોય, પોપટના પિચ્છા સમાન વર્ણ થી ચારે બાજુ પૃથ્વીપ્રદેશે પથરાયેલા હોય, અથવા લીલાવર્ણના અંકુરાઓથી જાણે ધરતીએ લીલારંગનું વસ્ત્ર ધારણ કર્યું હોય, ધવલ મેઘપંક્તિઓના ચાલવાથી દિશાઓ અલંકૃત થયેલી હોય, એવા વર્ષાકાળમાં સર્વ અલંકારોથી અલંકૃત બનેલી હું જે ફરવા નીકળું, તો કૃતાર્થ થાઉં, (૨૫) મારા જન્મને સફલ માનું. કદાચ મારે આ દેહલે પૂર્ણ કરવામાં ન આવે, તો શું થાય? એવા સંદેહમાં તે ધારિણીદેવી દુર્બલ દેહવાળી તેમ જ અત્યંત પડી ગયેલા ઉદાસીન મુખવાળી બની ગઈ તેના શરીરની સંભાળ રાખનારી સેવિકાઓએ રાણીને તેવી અવસ્થાવાળી દેખીને રાજાને નિવેદન કર્યું કે- હે દેવ ! દેવી આજે ચિંતાવાળાં જણાય છે.” આ પ્રમાણે દેવીનો વૃત્તાન્ત સાંભળીને રાજા ગભરાયેલ ઉતાવળો ઉતાવળે તેની પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યું કે-“દુખે કરી જિતી શકાય, તેવા વૈરીઓને તે મેં પરાસ્ત કરેલા છે. એવા પરાક્રમી મારી હાજરીમાં તારો પરાભવ કરવા કોણ સમર્થ છે? સ્વપ્નમાં પણ મેં તારે કદાપિ નેહભંગ કર્યો નથી. હંમેશાં તું મને મારા જીવિત કરતાં પણ અધિક છે. ઈચ્છામાત્રમાં તારા ચિંતવેલા પદાર્થો તને સંપાદન કરવા તૈયાર છું. સમગ્ર અભિલાષા પૂર્ણ કરવા સમર્થ અને તારા ચરણ-કમળના ભમર ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy