SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યશબ્દાર્થ-વિચાર [ ૨૫૧ ભાવાચાર્યની યોગ્યતા તેને થવાની નથી, સર્વ કાલ માટે આગળ કહીશું, તે તે અભવ્ય આત્મા છે. (૨૫૪) ૨૫૫–બીજે વળી દ્રવ્યશદ ચગ્યત્વમાં તેના પર્યાય ગ્ય ભાવરૂપમાં જુદા જુદા રૂપે નયભેદથી એક ભવ સંબંધી બાંધેલા આયુષ્યવાળા નામ અને ગોત્રકમની. સન્મુખતાને પામેલે સંગ્રહ-વ્યવહાર નિયવિશેષથી જાણો. જે માટે કહેલું છે કે – “નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ દ્રવ્યારિતક નયમાં રહેલા છે, જ્યારે ભાવ તે પર્યાય નયમાં રહેલો છે. પ્રથમ દ્રવ્યાસ્તિક નયની સાથે સંગ્રહ અને વ્યવહારનય. જોડાયેલા છે, બાકીના જુસૂત્રાદિક ના પર્યાયાસ્તિક નયને આધીન છે.” આ જ વાત પ્રયોગથી કહે છે-વૈમાનિકાદિ દેવો વિષે જેનો ઉ૫પાત થશે તે, એમ કરીને દ્રવ્યદેવ. જેમ કે, સાધુ-મુનિ જે દેવપણું પામવા માટે કારણ પામેલો હોય છે. એટલે જે સાધુ કે શ્રાવક તેના સુંદર આચાર પાળી દેવપણું પામવાને હોય, તેવા શ્રાવક કે સાધુને ભવિષ્યમાં થનાર હોવાથી કારણરૂપે દ્રવ્યશબ્દને અહિં પ્રયોગ કરાય. સાધુને દ્રવ્યદેવ કહેવાય. બીજા સ્થાને પણ કહેલું છે કે-“માટીના પિંડને દ્રવ્યઘટ, સુશ્રાવકને દ્રવ્યસાધુ, તથા સાધુને દ્રવ્યદેવ એ વગેરે શ્રતમાં કહેલું છે.” (૨૫૫) આ. પ્રમાણે દ્રવ્યશબ્દના બે અર્થ કહીને તેને યથાયોગ્ય જોડે છે. - ૨૫૬–તે બે દ્રવ્ય શબ્દોની મળે અભવ્ય-સમૃદબંધક આદિ ગ્રંથિક-ગાંઠ ન ભદેલી હોય, તેવા જીને દ્રવ્યથી આજ્ઞાભ્યાસ-તત્પર એવાઓને અપ્રધાન અર્થમાં દ્રવ્યશબ્દ વપરાય છે. અભવ્યું કે, જે ગ્રંથિસ્થાન નજીક આવેલા છે, તેવા કેટલાકને આજ્ઞા લાભ દ્રવ્યથી થાય છે. જે માટે કહેવું છે કે-“તીર્થંકરાદિકની પૂજા દેખીને અથવા તેવા અન્ય કાર્યથી અભવ્ય જીવોને પણ શ્રત સામાયિકને લાભ ગાંઠ હવા છતાં પણ થાય છે.” બાકીના અપુનબંધકાદિકને યેગ્યતા અર્થમાં દ્રવ્યશબ્દ વપ રાય છે. શાથી? તો કે ભાવ આજ્ઞાનું કારણ, સદભૂત આજ્ઞાના હેતુરૂપ થવાથી. (૨૫૬) હવે પ્રધાન અને અપ્રધાન એવાં દ્રવ્ય આજ્ઞાનાં ચિહ્નો કહે છે– ૨૫૭–બંને દ્રવ્યશદના ચિહ્નોના ભાવ જણાવે છે. તેમાં અપ્રધાન આજ્ઞામાં તે કહેવાય છે. આજ્ઞા કહેવા લાયક પદાર્થના અર્થનું ચિંતન તેમાં હોતું નથી. આ જ્ઞાની પ્રરૂપણ કરનાર અધ્યાપક–ગુરુ આદિ પુરુષના ગુણને પક્ષપાત ગુણાનુરાગ તેને હોતું નથી. તથા વિસ્મય–એટલે કે, “અહે ! અનાદિ સંસારમાં પૂર્વે કઈ દિવસ પણ મેં આ જિનેશ્વરની આજ્ઞા પ્રાપ્ત કરી ન હતી, તે વિસ્મય પણ તેને ન થાય. તથા સંસારનો ભય હોતો નથી, સામાન્યથી આજ્ઞા-વિરાધનામાં આટલાં અપ્રધાન દ્રવ્ય-આજ્ઞાનાં લિંગો સમજવાં. પ્રધાન દ્રવ્ય. આજ્ઞાનાં તેથી વિપરીત લિંગો સમજવાં. જેમ કે, “તેના અર્થની વિચારણા, ગુણરાગ, વિસ્મય, ભવને ભય એવાં લિગો-ચિહ્નો હોય. આ પ્રમાણે પ્રધાન અને અપ્રધાન દ્રવ્યશબ્દના પ્રયોગમાં લિંગે જણાવ્યાં. (૨૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy