SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા–બહુમાન, બ્રહ્મચારી ભીમકુમાર [ ૨૪૭ રાજપુત્ર ભીમ-કથા ૨૪૫ થી ૨૫૦–બીજી નગરીઓની સમૃદ્ધિના અભિમાનને દૂર કરનાર એવી તગરા નામની મહાનગરી હતી. પોતાના લાવણ્યથી કામદેવને જિતનાર એવો સુંદર રૂપને ધારણ કરનાર રતિસાગર નામનો ત્યાં રાજા હતો. તેને ભીમ નામને એક પુત્ર થયો હતો. બાલ્યકાળ પૂર્ણ થયા પછી પિતા તેને ધર્માચાર્ય પાસે લઈ ગયા. ધર્મ શ્રવણ કરી બોધિ પ્રાપ્ત કર્યું. ભીમે વિચાર્યું કે, “મારા પિતાજી મારા અત્યંત હિતકારી છે કે, “જેમણે મને સમગ્ર ત્રણે લોકમાં સારભૂત એવા જૈનધર્મમાં જેડ્યો. ત્યાર પછી વિચાર્યું કે, “પ્રાણદાન કરું તે પણ તેમના ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી, તે હવે મારે કાયમ માટે તેમનું અપ્રિય ન કરવું”—એવો અભિગ્રહ કર્યો. ત્યાર પછી સમ્યગદર્શન સહિત અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત રૂપ શ્રાવકજન-ગ્ય નિર્મલ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે સ્વર્ગ અને મોક્ષના સુખના કારણભૂત, સુખેથી આચરી શકાય તેવા શ્રાવકધર્મનું સેવન કરતે હતો. એ પ્રમાણે નિરંતર દરરોજ અપૂર્વ અપૂર્વ પરિણામની પરંપરાની શ્રેણીએ ચડતા તેના દિવસો પસાર થતા હતા. આ બાજુ ત્યાં સાગરદત્ત નામના વણિકની શૃંગારરૂપ ક્ષીરસમુદ્રની લહેર સરખી, સૌભાગ્ય, લાવણ્ય ગુણથી દેવાંગનાઓના રૂપને હરાવનાર એવી ચંદ્રલેખા નામની પુત્રી હવેલીના તલ ભાગમાં સુવર્ણના દડાથી કીડારસને અનુભવતી હતી, ત્યારે ગવાક્ષસ્થળમાં ઉભેલા રતિસાગર રાજાના નેત્રમાર્ગમાં આવી અર્થાત્ દેખી. રાજહંસ સરખી લીલાપૂર્વક ગમન કરતી અને બીજા ગુણથી આકર્ષાયેલા મનવાળો રાજા તેના વિષે રાગવાળો થો અને ભયંકર મદનાવસ્થા પામ્યું. તે પ્રકારની અવસ્થા દેખીને મંત્રીએ પૂછયું કે,-હે દેવ ! આમ અણધાયું વગર કારણે આપનું શરીર કેમ અસ્વસ્થ થયું ?” રાજાએ પણ આની પાસે વાત છૂપાવવી ગ્ય નથી–એમ ધારીને પિતાનું સ્વરૂપ જણાવ્યું. ત્યારપછી મંત્રી સાગરદત્તને ઘરે જઈને ચંદ્રલેખા માટે વરવાની માગણી કરી. સાગરદત્તે કહ્યું કે, “હું રાજાને મારી પુત્રી નહિં આપીશ. કારણ કે, તેને રાજ્યોગ્ય પુત્ર છે અને તે ભીમકુમાર રાજા થશે.” ત્યારપછી આ વૃત્તાંત ભીમના જાણવામાં આવ્યો, એટલે તેને કહ્યું કે, “હું રાજ્ય નહિ કરીશ, માટે રાજાને કન્યા આપ.” ફરી વણિકે કહ્યું કે, “કદાચ જે તે રાજાને અણમાનીતે થઈશ અને પિતા તારે ત્યાગ કરશે, તે તું રાજ્ય ન કરે તો પણ તારે પુત્ર રાજ્ય કરશે.” આ પ્રમાણે સજજડ આગ્રહવાળા વણિકને જાણીને ફરી પણ ભીમે તેને કહ્યું કે, “જે તું આટલે ચતુર દીર્ઘદર્શી છે, તો હું તને વચન આપું છું કે, “હું કદાપિ કઈ કુલબાલિકા સાથે પરણીશ નહિં.” એટલે મને પુત્ર થવાનો સંભવ જ નથી.”—એમ પ્રતિજ્ઞા કરી. કાલ જતાં ભીમકુમાર બ્રહ્મચારી થયે. એ પ્રમાણે પિતાના મનોરથ 'પૂર્ણ થવાથી વણિકે ચંદ્રલેખા કન્યા રાજાને આપી. ઘણું દ્રવ્યનો ખર્ચ કરીને સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy