SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વૈયાવૃન્ય આજ્ઞા [ ૨૪૫ પ્રવૃત્તિરૂપ જે કર્તવ્ય, એ વગેરેની વિચારણા તર્કથી પિતાની શક્તિ અનુસાર તે પ્રમાણે પ્રવર્તે. એવી રીતે વિયાવૃન્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે, જેથી તેમાં ઘણે લાભ મેળવે. આ જ વૈયાવૃત્ય, શક્તિ તોડ્યા સિવાય હંમેશાં ભાવની વૃદ્ધિ થતી હોવાથી આ ભાવ સમજ. (૨૩૬) માટે આગળ-પાછળ શુદ્ધ વિયાવૃજ્ય-વિષયક આજ્ઞા બતાવે છે ૨૩૭–આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવદક લક્ષણ પાંચ પદરસ્થ લક્ષણ પુરુષો રૂપ તથા લાન, આદિ શબ્દથી બાલ, નવદીક્ષિત, પ્રાથૂર્ણક વગેરેને ઉપકારક, જ્ઞાનાદિ વૃદ્ધિ કરનાર, તેમ જ તથાવિધ અવસ્થામાં અવગુણ કરનાર -સળેખમ આદિ રોગાવસ્થામાં નુકશાન કરનાર, પિતાને પણ શુદ્ધ સમાધિ-લાભરૂપ ઉપકાર તથા અપકાર કરનાર વળી પોતાનાં આવશ્યક કાર્યો કે બીજાં તેવાં પિતાનાં કાર્યોને હાનિ ન પહોંચે, તેવી રીતે બારીકીથી વિચારણા કરવા પૂર્વક જણાવેલ વિયાવૃત્ય કરવું. સર્વજ્ઞા ભગવંતે આવા પ્રકારના વૈયાવચ્ચ કરવાનો ઉપદેશ આપેલો છે–એમ મનમાં નિર્ધાર કરીને કીર્તિ, બદલા વગેરેની અભિલાષા રાખ્યા વગર વેયાવચ્ચ કાર્ય કરવાં. (૨૩૭) એમ ન બોલવું કે-“ક્રિયાથી જ ફલસિદ્ધિ થશે' વારંવાર આજ્ઞા આજ્ઞા શા માટે બોલ્યા કરવી? તેના માટે કહે છે – ૨૩૮–ભગવાનના વચનના બહુમાનથી તથા કુગ્રહ આદિ દોષરહિત થવાથી વૈયાવૃત્યાદિ કાર્યોનું પુણ્યાનુબંધી પુણ્યરૂપ અને નિરનુબંધ અશુભ કર્મરૂપ વિશિષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે. માત્ર એકલી ક્રિયાથી ફલ મળતું નથી. જેમ મંત્ર વગર સર્પ કરડેલા મનુષ્યને પ્રમાર્જન કરવાની ક્રિયા કરે, તો ઝેર ઉતરતું નથી, પણ સાથે મંત્ર હોય તો જ પ્રમાર્જનની ક્રિયા સફળ થાય, તેમ એક સાધુના શુદ્ધ આચાર માત્ર સેવન કરવાથી વિશિષ્ટ ફળ મળતું નથી. એ જ વાત મજબૂત કરતા કહે છે કે, પૂર્વાચાર્યોએ જે પ્રમાણે કહેલું છે, તે જ પ્રમાણે અમે પણ કહીએ છીએ. (૨૩૮) જે કહેલું છે, તે જ વાત બે ગાથાથી કહે છે ૨૩૯–અંતઃકરણના આજ્ઞા-બહુમાનથી પોતાની શક્તિ અનુસાર દર્શનપ્રભાવનાદિ વિવિધ માર્ગાનુસારી ઉત્તમ ક્રિયાઓ ઉત્સાહવાળી થાય છે. કારણ કે, ભાવ આજ્ઞાનું બહુમાન તેને થયેલું જ છે. શુદ્ધ આજ્ઞાનું બહુમાન તેવા પ્રકારના મેઘની ઉન્નતિ સમાન છે, તેમાં જલવૃષ્ટિની ક્રિયા ન થાય, તેમ બને જ નહિં. જે સુક્રિયાની પ્રવૃત્તિ અટકી પડે, તો બહુમાનરૂપ ભાવઆજ્ઞા શુદ્ધ વર્તતી ગણાય નહિં. નિશ્ચયથી પિતાનું કાર્ય સાધી આપનાર કારણને કારણે માનેલું છે. આ કારણથી ભાર્વઆજ્ઞાના બહુમાનમાં તે સુકિયા ઈચ્છેલી છે. (૨૩૯) તેથી પણ શું થયું? તે કહે છે ૨૪૦-આવા બહુમાનવાળી સુક્રિયાથી બીજી ક્રિયાથી થયેલા પુણ્યથી ચડિયાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy