________________
ધર્મબીજ માટે પ્રયત્ન કરે
[ ૨૪૩
૨૩૧-લોકોત્તર ધર્મ આરાધનાના પ્રસંગમાં આ ધર્મ બીજ છે. કાકતાલીય અથવા અંધકેટકીય વગેરે ઉદાહરણો અનુસાર કર્મને ઉપશમભાવ થયો હોય, આ લોકના કે પરલોકના ફલની અભિલાષા રહિત, તેમ જ જૈનશાસને કહેલા દયા. દાન વગેરે નિર્દોષ ભાવની શ્રદ્ધાની પ્રધાનતા યુક્ત અને લૌકિકભાવમાં દઢ વિપરીતતાવાળી શ્રદ્ધામાં આ બીજ પ્રાપ્ત થાય છે. વિપર્યય દૂર થયા છે, જેથી એવું સધર્મનું બીજ ભાવ રૂપ તે થઈ શકતો નથી. (૨૩૧)
તે જ વાતને અનુલક્ષીને કહે છે
૨૩૨-આ ધર્મ બીજ બીજાને સમજાવવું અશક્ય છે, તે પછી આ ન જાણી શકાય કે ન અનુભવાય તેવું થયું–એમ શંકા કરીને કહે છે કે-નિર્મલ મનવાળાને આ પિતાના અનુભવથી જાણી શકાય તેવું છે. તથા સંસાર-વ્યાધિને નાશ કરવાના કારણભૂત છે. આ કારણથી સર્વ લોકોને પ્રિય એવા ચિતામણિ રત્ન, કામધેનુ, ક૯૫વૃક્ષ વગેરેથી પણ આ ધર્મ બીજ મહાન છે. પંડિતોએ સ્વયં પોતાના તર્ક-વિતર્કના યોગથી આ વાતને નિર્ણય કરી લેવો. શેરડી, દૂધ, ઘી વગેરેના રસની મધુરતા-વિશેષની જેમ અનુભવ છતાં તેના રસને આસ્વાદ મુખેથી વર્ણવી શકતા નથી. કહેલું છે કે- શેરડી, દૂધ, ગોળ, ઘી આદિના રસનું માધુર્ય તેમાં જે પ્રકારનું આંતરૂં-ફરક છે, તે મોટું છે, તે પણ તેને કહેવા માટે સરસ્વતી પણ સમર્થ નથી. તેમ આ બીજનું સ્વરૂપ અનુભવગમ્ય છે. (૨૩૨) આનું મહાનપણું વિચારે છે–
૨૩૩–જે કારણ માટે હું જગતમાં પૂજા પામું. પ્રસિદ્ધિ પામું, દેવલે કારિ–સુખે મેળવું-એવા પ્રકારની અભિલાષાથી દ્રવ્યલિંગ-માત્ર સાધુવેષ અને સાધુપણાની ક્રિયાઓ કરી, પરંતુ મિથ્યાત્વ વગેરેનો મહિમલ હજુ ખસેલ નથી–અર્થાત સંસારના સુખની અભિલાષા ઘટી નથી–એવા રૂપે વીતરાગ-ધર્મને માત્ર વેષ ધારણ કર્યો–એટલે કે, શુદ્ધ શ્રમણભાવ ચોગ્ય પડિલેહણ, પ્રમાજનાદિ ચેષ્ટારૂપ દ્રવ્યસાધુપણું અત્યાર સુધીના સંસારમાં અનંતી વખત પાળ્યું. ઘણે ભાગે સંસારમાં રહેલા સર્વ પ્રાણીઓને તથાવિધ સામગ્રી-ચોગે આ દ્રવ્યસાધુપણું અનંતી વખત મળેલું છે. માત્ર અવ્યવહાર રાશિના તથા તેમાંથી નીકળેલાને અલ્પકાળ થયું હોય, તેવા જીને છોડીને, તેવી સમગ્ર વ્યલિંગની ક્રિયામાં આ સદ્ધર્મનું બીજ ઉત્પન્ન થયું નથી.
કદાચ દ્રવ્યસાધુપણામાં પ્રવૃત્તિ લક્ષણ લેશ્યાની શુદ્ધિ થાય, તે પણ મર્યાદા વગરના કાળ સુધી ભવભ્રમણની ચોગ્યતાવાળા સ્વાભાવિક ભાવમલ હજુ ઘણું જ મોટા પ્રમાણમાં રહેલો છે. જે માટે કહેલું છે કે, “ઘણું આ ભાવમલ-કષાયે જીવના ક્ષય થાય, ત્યારે આ સદ્ધર્મનું બીજ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અપ્રગટ ચૈતન્યવાળો મહાન કાર્ય કદાપિ કરી શકતા નથી. (૨૩૩)
૧ અકરમાકાગડાને બેસવું અને તાડનું પડી જવું, ૨ આંધળાને ચાલવું અને કાંટા ભોંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org