SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] ઉપદેશપઃ- અનુવાદ અહિં વણિકપુત્ર તરીકે ઉત્પન્ન થયા, સુંદર આચાર સેવનારા અને વિષ્ણુધર્મોં-તપર અન્યા. તેથી કરીને અહિં એકને તે બીજનું ફળ પ્રાપ્ત થયું, સુંદર પ્રતિષેધ પામ્યા, અને બીજાને બીજ ન વાવેલુ હાવાથી સદ્બેધ પામવા રૂપ લ ન થયું. આમાંના એને જિનેશ્વરે કહેલ વિસ્તારવાળી પૂર્વ ભવની આરાધના સાંભળીને ક્ષણવારમાં જાતિસમરણ જ્ઞાન થયું. ત્યારપછી વિશ્વાસ થયા, એટલે વૈરાગ્યવાસિત બન્યા અને ભાવથી જિનેશ્વરે પ્રરૂપેલુ શુભ શાસન અગીકાર કર્યું. તેની પ્રતીતિના સામર્થ્યથી શુભકર્મની પર પરાથી તે ચેાગ્યકાલે સિદ્ધિ પામશે અને બીજો હજી સંસારમાં રખડશે. (૩૭) ત્રણ ગાથાના અક્ષરા કહે છે-ગાઢ પ્રીતિવાળા શેઠના પુત્રા ઘણી વખત વ્યવહારમાં પ્રવૃત્તિ કરતા સમાન ફળવાળા એકચિત્તિયા નામે પ્રસિદ્ધિ પામ્યા. એક વખત વીરપ્રભુ કૌશામ્બી નગરીમાં સમવસર્યાં, ધનું શ્રવણ કર્યું..., તેમાં એકને એાધિ, બીજાને તેના અભાવ થયા. તે જ વાત વધારે કહે છે. ધમ પાલના જીવને શ્રવણ કરીને હ થયા. બીજાને મધ્યસ્થ-અથવા ઉદાસીનભાવ થયે. પરસ્પર બંનેને એ ચિત્તજ્ઞાન થયું કે, ‘ એક મનવાળા આપણા ચિત્તના ભેદ કેમ પડ્યો? અમેધિ-વિષયક મેાટાએ ભગવતને પ્રશ્ન કર્યાં. ‘હે ભગવંત! અમારે એને ઘણા જ સ્નેહ છે. હુંમેશાં વ્યવહારના કાર્ડમાં અમે એકમનવાળા છીએ. ત્યાર પછી મુક્તિરૂપી કલ્પવૃક્ષનુ બીજ જેને થયું છે, એવા અને તે નથી થયું તે એધિબીજ વગરના એમ ખંને શા કારણથી ભેદવાળા થયા ? ત્યાર પછી ભગવંતે તે બંનેને પહેલાને વૃત્તાન્ત કહ્યો જેમાં ગાયનું ધન ઘણું હોય, એવા પ્રકારના સન્નિવેશ, તે જેની પાસે હાય, તે દ્રગિક એટલે ગામનેા મુખી, તેના તમે બે પુત્રા હતા. તમે કાઈક દિવસ ગાયનુ હરણ કરતા હતા, ત્યારે કાટવાળા–રાજ્યાધિકારીએ તમારી પાછળ આવ્યા અને તમાને ત્રાસ પમાડ્યો. પલાયન થતા તમાએ એક પતની ગુફામાં એક સાધુને જોયા. તેમાં એકે સાધુને દેખી તેના ધર્મોની પ્રશ'સા કરી અને પેાતાના અપકૃત્યની નિંદા કરી, બીજાને અપશકુન લાગ્યાં અને તેથી સાધુ ઉપર દ્વેષ થયા. બીજ અને અખીજ એમ અનેેમાં આ કારણ મળ્યું. (૨૨૭ થી ૨૨૯) પૂર્વ કહેલ ઉદાહરણનુ નિગમન કરતાં બીજશુદ્ધિ કહે છે ૨૩૦—આ પ્રમાણે ગામના મુખીના પુત્ર માફ્ક ઘણા અંધકાર-પટલને પ્રવર્તાવનાર મિથ્યાત્વમેાહનીય કર્માંના મંદપણાથી એટલે કમના ઉપશમ થવાથી શુદ્ધધને અનુકૂળ, આહારાદિ દેશ સંજ્ઞાના નિરોધ ફ્લરૂપ જે ઉપાધિ, તેના અભિપ્રાય–રહિત હાવાથી નિલ ભાવયુક્ત, એવા અલ્પ પણ પ્રણિધાને એટલે કુશલચત્ત અને આદિ શબ્દથી પ્રશસ્ત ઉચિત કાર્ય કરવાના આગ્રહ તે સદ્ધર્મના બીજરૂપે અવન્ધ્ય-સફળ કારણ છે. (૨૩૦) આ જ વાત કંઈક વિશેષરૂપે જણાવે છે—— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy