SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] ઉપદેશપદ-અનુવાદ માં કુશલ ચિત્ત કરવું, તે લક્ષણ જાધાન, મુનિઓને પ્રણામ કરવા, સેવા કરવી ઈત્યાદિ સંશુદ્ધ અત્યુત્તમ ધ બીજ માનેલું છે. આહારાદિ દશ સ’જ્ઞાના ઉપાદેય બુદ્ધિથી નિરાધ, ફૂલની ઈચ્છા-રહિત થવું-આ શુદ્ધ ધર્મનું બીજ છે. લના અભિપ્રાય-રહિત તદ્ન નિમલ એવું આ ધમ ખીજ છે. ભાવચેાગી એવા આચાર્યાદિકને વિષે પણ વિશુદ્ધ કાય કરવા માટેના પરિણામવાળું વિધિપૂર્વક શુદ્ધ આશયની વિશેષતાવાળું વૈયાવૃત્ય ધર્મ બીજ છે. સ્વાભાવિક ભવ તરફ ઉદ્વેગ થવા, દ્રવ્યના અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાન્ત-શાસ્રને આશ્રીને વિધિપૂર્વક આગમાદિ ધર્મશાસ્ત્રા લખાવવાં, તેને સાચવવાં. લખાવવું, તેની જ્ઞાનપૂજા, સાધુ-સાધ્વીને તેવા ગ્રંથાનુ દાન કરવું, શ્રવણ કરવું, વાચનારને અને સાંભળનારને સહાય કરવી, અર્થાની સ્પષ્ટ વ્યાખ્યાઓ કરવી, સ્વાધ્યાય કરવા, ચિંતન-અનુપ્રેક્ષા કરવી. અનિત્યાદિક ભાવનાએ ભાવવી, દુઃખી જીવા વિષે અત્યંત દયા કરવી. ગુણીએ વિષે અદ્વેષ-ઈર્ષ્યાત્યાગ કરવા, સ કાર્યામાં ઔચિત્યનું આસેવન કરવું-આ વગેરે ધખીજ આધાન કરવાનાં કારણેા છે. (૨૨૫) આ વિષયમાં દૃષ્ટાંત આપે છે ૨૨૬—સ જ્ઞ-પ્રણીત આગમશાસ્ત્રમાં, એધિપ્રાપ્તિમાં વિઘ્ન કરનાર એવા એ ચારાનું દૃષ્ટાંત તથા તુ-શબ્દથી સાથ વાહ વગેરેનાં દૃષ્ટાંતે સંભળાય છે, તે કુશળ એવા વિદ્વાન પુરુષ એ પ્રયત્નપૂર્વક વિચારવાં. (૨૨૬) તે જ ત્રણ ગાથાથી કહે છે ૨૨૭ થી ૨૨૯ ગાથાના અથ કથા દ્વારા જણાવે છે. સમગ્ર પૃથ્વીરૂપી કામિનીના મડનની ઉપમાવાળી કૌશાંખી નામની નગરી હતી. ત્યાં એકછત્રી રાજ્ય કરનાર ગુણભંડાર પૃથ્વી પાલન કરનાર પ્રસિદ્ધિ પામેલા જિતારિ નામના રાજા હતા. ત્યાં આગળ પુષ્કળ .લક્ષ્મીને ધારણ કરનાર, લેાકેાથી પૂજા પામેલા, ઔદાર્યાદિ ગુણવાળા ધન અને યક્ષ નામના બે શ્રેષ્ઠીએ હતા. ધનશેઠને કુલને આનદ કરાવનાર ધમ પાલ નામના અને યક્ષને ધનવૃદ્ધિ કરાવનાર એવા વસુપાલ નામના પુત્ર હતા. કેાઈક તેવા જન્માન્તરના સસ્કારથી આલ્યકાળથી તેઓને લેાકને આશ્ચય ઉત્પન્ન કરાવનાર અત્યત મિત્રભાવ હતા. એકને જે ગમે, તે ખીજાને પણ ગમે જ, તે કારણે લેાકેામાં એકચિત્તિયા નામથી તે ખનેની પ્રસિદ્ધિ થઇ. એ પ્રમાણે કુલેાચિત કાય કરતા કરતા તેઓના દિવસે પસાર થતા હતા. કાઈક સમયે ઇક્ષ્વાકુકુલને આનંદૅ આપનાર, ભુવનને પ્રમાદ કરાવનાર, વાણી રૂપી જળથી લેાકેાના સ`તાપને દૂર કરવામાં મેઘસમાન એવા મહાવીર ભગવંત ત્યાં સમવસર્યા. દેવાએ મનહર વ્યાખ્યાનભૂમિ-સમવસરણ તૈયાર કર્યું. ત્યાં વિરાજમાન થઈ ભગવંતે દેવા અને અસુરાની પદામાં ધમ સભળાવ્યા. ‘ ભગવંત પધાર્યા છે’ એમ સાંભળીને કૌશાંબી નગરીના રાજા લાકા વગેરે તેમના ચરણ-કમલને વંદન કરવા આવ્યા. કુતૂહલ-પરાયણ પેલા એ એકચિત્તિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy