SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિર-ક૯૫, ઉચિત આચરણ [ ૨૩૯ સાધુઓ માટે કહેલા છે. આ વચનથી સિથત ક૯પના અનુસારે માસક૯પ-વિહારની આજ્ઞા પામેલા સાધુઓ કાલ અને ક્ષેત્રના દોષથી તે પ્રકારે વિચરતા જ્ઞાનાદિ–વૃદ્ધિ ન મેળવે, તો એક જ ક્ષેત્રના નવ વિભાગ કરીને ઉપાશ્રય-વસતિસ્થાન પરાવર્તન કરીને તેમ જ ભિક્ષાચર્યા–પરાવર્તન કરીને ત્યાં જ યત્નપૂર્વક–જયણા પૂર્વક રહેવાને પ્રયત્ન કરે. કદાચ તેવા કેઈક બીજા કારણથી તેમ કરવા પણ શક્તિમાન ન થાય, તે એક જ ઉપાશ્રય કે વસતિમાં નવ વિભાગ કરીને દરેક મહિને સંથારાની ભૂમિ બદલાવવાની પ્રવૃત્તિ કરી, આજ્ઞાની મર્યાદા જાળવે. આમ કરવાથી પણ માસક૯૫ પરિપૂર્ણ આરાધેલો ગણાય છે. તથા જિનક૯૫ વગેરે વિશેષ અનુષ્ઠાન માટે અસમર્થ હોય, તેવી કિયા સહન કરવા અસમર્થ હોય તો તે વ્યાદિક વિવિધ પ્રકારના આશ્ચર્યકારી એવા અભિગ્રહને સ્વીકાર કરી આગળ વધવા પ્રયત્ન કરે. આવી અ૫ પણ ઉચિત પ્રવૃત્તિ, પરિપૂર્ણ અનુષ્ઠાનરૂપ બીજના કારણરૂપ હોવાથી, ઉત્સર્ગ–અપવાદ સ્વરૂપ શુદ્ધબુદ્ધિવાળો, જિનમત પામેલ હોવાથી નિપુણુમતિવાળો માસક૯પાદિક વિહારમાં ભિક્ષુપ્રતિમા વગેરે કરવા લાયક જે પ્રાપ્ત કર્યા હોય, તેનું સેવન-આરાધન કરે છે. દ્રવ્યાદિ અભિગ્રહ આ પ્રકારે ગ્રહણ કરાય કે-લેપવાળી અગર લેપ વગરની આહારની કઈ વસ્તુ ગ્રહણ કરવા રૂપ, આજે તો અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ, અમુક દ્રવ્ય મળે તે જ અભિગ્રહનો નિર્વાહ થાય, તે દ્રવ્ય અભિગ્રહ, આને વિસ્તાર બીજા ગ્રંથથી જાણ લે. (૨૨૩) આ જ વાત બીજી રીતે સમજાવે છે– ૨૨૪—સારામાં સારો વરસાદ વરસેલો હોય અને જમીન તરબળ થયેલી હોય, પરંતુ ડાંગર, મગ, ઘઉં વગેરે ધાન્ય વાવવામાં ન આવે-બીજ રોપવામાં ન આવે, ત્યાં સુધી ધાન્ય પાકતું નથી. તે પ્રમાણે ધર્મની પ્રશંસાદિક સમ્યક્ત્વાદિક ઉત્પન્ન કરાવનાર હેતુઓ ત્યાગ કરવામાં આવે તે તીર્થંકરાદિક મહાપુરુષને જન્માદિક કલ્યાણ કાર્યોમાં સહાય કરનાર હોવાથી અતિશયવાળો જે સુષમા કાળ-ચોથે આરે, તેમાં પણ ધર્મ બીજ પ્રગટ થતું નથી, તે પછી દુઃષમાદિ લક્ષણવાળા કાળમાં તે ધર્મ બીજ વગર ધર્મ ક્યાંથી પ્રાપ્ત થાય? ધાન્ય સમાન ધર્મ, વિષયાકાંક્ષા રૂપી ભૂખનો નાશ કરનાર હોવાથી ધર્મરૂપ ધાન્ય ગણેલું છે. કહેવું છે કે-“કારણ વગર કાર્ય થતું નથી. કારણનું કારણ બીજું હોતું નથી. કાર્ય કારણ વગર ન થાય અને જે અન્ય કાર્યનું કારણ તે કારણવાળું ન થાય, પટનું કારણ હોય, તે ઘટનું કારણ ન થાય, નહિંતર કાર્ય-કારણની વ્યવસ્થા કદાપિ થાય નહિં.” (૨૨૪) જે એમ છે, તો શું કરવું? તે કહે છે – ૨૨૫–ઐકાંતિક આત્યંતિક આનંદના પૂર્ણ સુખની ઇચ્છાવાળા જીવોએ સર્વજ્ઞ ભગવાનના વચનને આધીન બની સાધ્ય એવા ધર્મને વિષે પોતાની શક્તિ અનુસાર ધર્મ બીજ વાવવું જોઈએ. બીજા સ્થળે ધર્મનાં બીજે આ પ્રમાણે જણાવેલાં છે— જિનેશ્વર વિષે કુશળ ચિત્ત રાખવું, તેમને નમસ્કાર કરવા. પરમેષ્ટી આદિ પવિત્ર પદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy